13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

તેલંગાણાની પહેલી લાઈન વુમન બનીને બનાવ્યું ઉદ્દહરણ, લોકોને છે તેના પર ગર્વ

જાણો કોણ છે બાબુરી સિરિશા જે બની તેલંગાણાની પહેલી લાઈવ વુમન, પરીક્ષા પાસ કરીને બદલી દરેકની માનસિકતા. 21 મી સદીમાં ભલે મહિલાઓ અને પુરુષોને એક સમાન સ્થાન આપવામાં આવ્યું હોય, પણ સમાજમાં હજી પણ ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં ફક્ત પુરુષોનું જ રાજ છે. એવી જગ્યાઓ પર કોઈ મહિલાનું કામ કરવું આશ્ચર્ય માનવામાં આવે છે. પણ આ બધી વાતોને ધ્યાનબહાર કરીને તેલંગાણાની બાબુરી સિરિશાએ એક નવી મિસાલ કાયમ કરી છે.

તેમણે તેલંગાણા વીજળી વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા ‘લાઇનમેન’ પદની પરીક્ષા પાસ કરીને તે સ્થાન પર નોકરી મેળવી છે. આવું કરીને તે રાજ્યની પહેલી મહિલા લાઈનમેન બની ગઈ છે. સિરિશાના આ પગલાંથી ન ફક્ત તેમના પરિવારવાળાને પણ આખા સમાજને તેમના પર ગર્વ છે.

મોટાભાગે લાઇનમેનના પદ પર પુરુષો જ કામ કરે છે, કારણ કે થાંભલા પર ચઢ-ઉતર કરવું એક જોખમ ભરેલું કામ માનવામાં આવે છે. આજ કારણ છે કે તેલંગાણાના વીજળી વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી ભરતીમાં મહિલાઓના અરજી કરવા પર પ્રતિબંધ હતો. પણ સિરિશાએ હાર નહિ માની, તેમણે અન્ય મહિલાઓ સાથે તેનો જોરદાર વિરોધ કર્યો.

છેવટે વિભાગે તેમની સામે ઘૂંટણ ટેકવા પડ્યા અને આ પદ માટે મહિલાઓની અરજી પણ સ્વીકારવાની પરવાનગી આપવામાં આવી. સિરિશાએ ટ્રેડમાં આઈટીઆઈનું ભણતર પૂરું કર્યું છે. એવામાં તેમણે લાઇનમેનના પદ માટે અરજી કરી. તેમની સાથે અન્ય 8 છોકરીઓએ પણ અરજી કરી. સિરિશાની મહેનત રંગ લાવી. તેમણે ન ફક્ત લેખિત પરીક્ષા પાસ કરી પણ વીજળીના થાંભલા પર ચડવા ઉતરવાની પ્રેક્ટિકલ પરીક્ષા પણ પાસ કરી.

તેમણે થાંભલા પર ચડવા અને ઉતરવામાં એક મિનિટ કરતા પણ ઓછો સમય લીધો. સિરિશાના આ સાહસને જોઈને દરેક વ્યક્તિને તેના પર ગર્વ છે. જણાવી દઈએ કે, સિરિશા સિદ્દીપટ્ટ શહેરના મારકૂક મંડળના ગણેશપલ્લી ગામની રહેવાસી છે. તેમની ઉંમર 20 વર્ષ છે. સિરિશાનું કહેવું છે કે, તે હંમેશાથી કંઈક એવું કરવા માંગતી હતી, જેનાથી બીજી છોકરીઓને પ્રેરણા મળી શકે. તેમનું માનવું છે કે, મહિલાઓ કોઈ પણ કામમાં પુરુષોથી ઓછી નથી. આ કારણે તેમણે લાઈન વુમન બનવાનો નિર્ણય લીધો હતો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય માસ માગશર જલ્દી જ થશે શરૂ, જાણો ડિસેમ્બરના વ્રત અને તહેવારોની સંપૂર્ણ યાદી.

Amreli Live

જયારે અધિકારીએ પૂછ્યું : આપણે પાણી કેમ પી એ છીએ? ઘર બેઠા ઉકેલો IAS ઇન્ટરવ્યુના મજા આવે એવા સવાલ

Amreli Live

કિડનીનું કેન્સર થાય એ પહેલા શરીરમાં દેખાય છે આ 8 લક્ષણ, રહો સાવચેત.

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

જાણો પર્સનલ એક્સીડેન્ટ ઇન્શ્યોરન્સ શું છે અને મુશ્કેલ સમયમાં તે કઈ રીતે મદદ કરે છે.

Amreli Live

કયા પુરુષોને નથી મળી શકતો નસીબનો સાથ? સમુદ્ર શાસ્ત્ર દ્વારા જાણો તેના વિષે ખાસ વાતો

Amreli Live

માં સંતોષીની કૃપાથી આજે આ 7 રાશિઓને થશે ધનલાભ, આખો દિવસ ખુશીઓથી થશે પસાર

Amreli Live

અટલ ટનલ રોહતાંગમાં મળી રહી છે 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આવી સુવિધાવાળી દુનિયાની પહેલી ટનલ.

Amreli Live

ઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

ચીનને મળવા લાગી હાર, સુદાન અને કેન્યાએ ચીનની જગ્યાએ ગોરખપુરની કંપનીને આપ્યો મોટો ઓર્ડર

Amreli Live

અહીં લંડન રિટર્ન ડોક્ટરને ‘અલાદીનનો ચિરાગ’ વેચીને ઠગ્યા આટલા કરોડ રૂપિયા, આખી સ્ટોરી વાંચીને ચકિત થઈ જશો.

Amreli Live

જન્મ કુંડળીમાં ધન યોગ છે કે નઇ તેના વિશે જાણવું છે ખુબ સરળ, અહીં જાણો તેના વિષે.

Amreli Live

રાશિ પ્રમાણે જાણો પોતાની સૌથી મોટી નબળાઈ, નવા વર્ષમાં ઝડપથી કરો તેને દૂર

Amreli Live

કયુ શાક બાજરીના રોટલા જોડે બેસ્ટ ગણાય?

Amreli Live

આ સ્ટાર્સ પણ આપી ચુક્યા છે મૃત્યુને હાર, કોઈનું થયું એક્સિડન્ટ તો કોઈને થયું કેન્સર.

Amreli Live

પતિથી વધારે કમાય છે અમિત શાહની પત્ની સોનલ શાહ, ખુબ સુંદર છે બંનેની લવ સ્ટોરી

Amreli Live

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા સાથે લગ્ન કરવા માંગે છે આ અભિનેતા, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

પ્રેમીના ઘરની બહાર પ્રેમિકાનો હાઈ વોલ્ટેઝ ડ્રામા, ‘ભલે જીવ પણ જતો રે, લગ્ન કરીને જ જઈશ’

Amreli Live

ધનુ સંક્રાંતિ : સૂર્યનું રાશિ પરિવર્તન શું લાવશે તમારા જીવનમાં ફેરફાર?

Amreli Live