29.7 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

તેલંગાણાના તિરૂપતિ, લોકડાઉનમાં પણ અટક્યું નહીં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રી મંદિરનું કામ, જલ્દી જ શુભારંભની તૈયારી

તેલંગાનામાં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રીના લક્ષ્મી-નૃસિંહ મંદિરનું કામ લોકડાઉનમાં પણ અટક્યું નથી, ટૂંક સમયમાં શુભારંભની તૈયારી થશે

લગભગ 1800 કરોડના કુલ ખર્ચે પ્રાચીન લક્ષ્મી-નૃસિંહ મંદિરને આપ્યો ભવ્ય દેખાવ.

પ્રથમ તબક્કાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મુખ્ય પ્રધાન પોતે જ લોકાર્પણની તારીખની જાહેરાત કરશે.

હૈદરાબાદ. તેલંગાણા સરકારના ડ્રીમ પ્રોજેક્ટ યદાદ્રીના લક્ષ્મી-નૃસિંહ મંદિરનું કામ લોકડાઉનમાં પણ અટક્યું નથી. જો કે, તેની પાછળનું કારણ હતું યદાદ્રી ભુવનગીરી જિલ્લામાં કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ ન થવા. મંદિરનું નવ નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેની કુલ કિંમત લગભગ 1800 કરોડ રૂપિયા છે, પ્રથમ તબક્કામાં લગભગ એક હજાર કરોડના કામો થઈ રહ્યા છે. બીજા તબક્કામાં, મંદિરને વધુ ભવ્ય રૂપ આપવામાં આવશે.

યદાદ્રી લક્ષ્મી-નૃસિંહ મંદિરને તેલંગાણાનું તિરૂપતિ મંદિર કહેવામાં આવે છે, કારણ કે આંધ્રપ્રદેશથી અલગ થયા પછી તેલંગાણા પાસે તિરૂપતિ જેવું કોઈ ભવ્ય મંદિર નહોતું. મંદિરના ઉદ્ઘાટન માટે પણ મોટા પાયે યોજના બનાવવામાં આવી રહી છે. તારીખની જાહેરાત મુખ્યમંત્રી કે.કે.ચંદ્રશેખર રાવ કરશે.

ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને બોલાવવાની યોજના

માર્ચ મહિનામાં એક ભવ્ય યજ્ઞ સાથે મંદિરનું ઉદઘાટન થવાનું હતું. તેલંગાણાના સીએમ કેસીઆરે પણ જાહેરાત કરી હતી કે તેના ઉદ્ઘાટન સમારંભને દરેક રીતે ભવ્ય રૂપ આપવામાં આવશે. તેમા રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન જેવી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવશે. પરંતુ, કોરોનાને કારણે થોડો વિલંબ થઇ રહ્યો છે. હૈદરાબાદથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા યદાદ્રી ભુવનગિરિ જિલ્લામાં આવેલા લક્ષ્મી-નૃસિંહ મંદિરનો રેકોર્ડ 4 વર્ષમાં કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.

તેના માટે ઇજનેરો અને આર્કિટેક્ટ્સે લગભગ 1500 નકશા અને યોજનાઓ ઉપર કામ કર્યું હતું. 2016 માં તેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન, પણ અહિયાં સામાજિક અંતરના નિયમોને અનુસરીને અહીંયા કામગીરી કરવામાં આવી હતી. પરપ્રાંતિય મજૂરો માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્કંદ પુરાણમાં મળે છે યદાદ્રી મંદિરનો ઉલ્લેખ

યદાદ્રી લક્ષ્મી-નરસિંહ મંદિરનો ઉલ્લેખ 18 પુરાણોમાંથી એક સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે. આ મંદિરનો વિસ્તાર આશરે 9 એકર હતો, જે હજારો વર્ષ જૂનો છે. મંદિરમાં 39 કિલો સોનુ અને લગભગ 1753 ટન ચાંદીથી તમામ ગોપુર દ્વાર અને દીવાલ મઢવામાં આવશે. મંદિરના વિસ્તરણ માટે 300 કરોડમાં 1900 એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. તે સંભવત તેને બીજા તબક્કામાં કરવામાં આવશે. તેની કિંમત લગભગ 700 કરોડ રૂપિયા હશે. મંદિરની ડીઝાઈન હૈદરાબાદના જાણીતા આર્કિટેક્ટ અને સાઉથ ફિલ્મોના આર્ટ ડિરેક્ટર આનંદ સાંઇએ તૈયાર કરી છે.

27 કિલો સોનાથી મઢવામાં આવશે મુખ્ય શિખર

યદાદ્રી મંદિરના મુખ્ય શિખર જે ગર્ભની ઉપર રહેશે. તેને સોનાથી મઢવામાં આવશે. આશરે 32 સ્તરોના આ શિખરને સોનાથી મઢવા માટે એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. તેમાં શિખર ઉપર પહેલા તાંબાનું સ્તર ચડાવવામાં આવશે. પછી સોનાથી મઢવામાં આવશે. એક અંદાજ મુજબ તેમાં લગભગ 27 કિલો સોનું વપરાશે. મંદિરમાં લગભગ 39 કિલો સોનું છે.

1000 વર્ષ સુધી હવામાન સામે ટકી શકે તેવા પત્થરો

મંદિરના નિર્માણ માટે વપરાતા પથ્થરો તમામ પ્રકારના હવામાનનો સામનો કરી શકે છે. આશરે 1000 વર્ષો સુધી આ પત્થરો એવા ને એવા જ રહેશે. જેવા કે અત્યારે છે. આ બાબતે વિશેષ કાળજી લેવામાં આવી છે.

સામાન્યથી લઈને વિશેષ સુવિધાઓ સુધી

યદાદ્રી મંદિર પહાડ ઉપર આવેલુ છે. આ તેલંગાણા માટેનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેના માટે તેલંગાણાની કેસીઆર સરકારે 1800 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી હતી. આ મંદિરના નિર્માણ પછી સરકાર મોટી સંખ્યામાં પર્યટકોની અહીંયા આવવાની અપેક્ષા રાખે છે. મંદિર સુધી પહોંચવા માટે હૈદરાબાદ સહિત તમામ મોટા શહેરોને જોડવા માટે ફોરલેન રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. મંદિર માટે અલગ બસ ડેપો પણ બનાવવામાં આવી રહ્યો છે.

તેમાં મુસાફરોથી માંડીને વીઆઇપી સુધીની તમામ લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરો માટે જુદા જુદા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. વીઆઈપી વ્યવસ્થા હેઠળ 15 વિલા પણ બનાવવામાં આવ્યા છે. એક સમયે 200 કારની પાર્કિંગ સુવિધા પણ હશે.

156 ફુટ ઉંચી તાંબાની હનુમાનની મૂર્તિ

યદાદ્રી મંદિર નજીક જ મુખ્ય દ્વાર તરીકે ભગવાન હનુમાનની એક સ્થાયી પ્રતિમા બનાવવામાં આવી રહી છે. આ મંદિરમાં લક્ષ્મી-નૃસિંહની સાથે સાથે હનુમાનનું મંદિર પણ છે. એ કારણોસર કે હનુમાનને મંદિરના મુખ્ય રક્ષક દેવતા માનવામાં આવે છે. આ મૂર્તિને લગભગ 25 ફુટના સ્ટેન્ડ ઉપર ઉભી કરવામાં આવી રહી છે. મૂર્તિ ઘણા કિ.મી.ના અંતરેથી દેખાશે.

ભગવાન નૃસિંહના આ મંદિરમાં ત્રણ સ્વરૂપો

સ્કંદ પુરાણમાં એવી દંતકથા છે કે મહર્ષિ ઋષ્યશૃંગના પુત્ર યદા ઋષિએ અહિયાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરી હતી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને વિષ્ણુ નૃસિંહના રૂપમાં દર્શન આપ્યા હતા. મહર્ષિ યદની પ્રાર્થના કરવાથી ભગવાન નૃસિંહ ત્રણ રૂપો જ્વાલા નૃસિંહ, ગંધભિરંદા નૃસિંહ અને યોગાનંદ નૃસિંહન બીરાજમાન થઇ ગયા. વિશ્વનું એકમાત્ર ધ્યાનસ્થ પૌરાણીક નૃસિંહ મૂર્તિ આ મંદિરમા છે.

ભગવાન નૃસિંહની ત્રણેય મૂર્તિઓ એક ગુફામાં છે. આ સાથે દેવી લક્ષ્મી પણ છે. લગભગ 12 ફુટ ઉંચી અને 30 ફૂટ લાંબી આ ગુફામાં ભગવાનની ત્રણ મૂર્તિઓ રાખવામાં આવેલી છે. તેમજ નજીકમાં હનુમાન અને અન્ય દેવ-દેવીઓનાં પણ સ્થાનો આવેલા છે. મંદિરનું પુનઃનિર્માણ વૈષ્ણવ સંત ચિન્ના જીયાર સ્વામીના માર્ગદર્શન હેઠળ શરૂ થયું છે. મંદિરનું તમામ નિર્માણ કાર્ય આગમ, વાસ્તુ અને પંચરથ શાસ્ત્રોના સિદ્ધાંતો ઉપર કરવામાં આવી રહ્યું છે, જેની દક્ષિણ ભારતમાં ઘણી માન્યતા છે. આ ગુફામાં એક સાથે 500 લોકો દર્શન કરી શકશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

બોયફ્રેન્ડને મળીને ખુશ-ખુશ થઈ ગઈ હિના ખાન, આપ્યા રોમાન્ટિક પોઝ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

Amreli Live

21 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીની કંપનીઓને 40 વર્ષ સુધી ટેક્સ છૂટ કેમ? ઈમરાને કહ્યું- સિક્રેટ ડીલ છે, જાહેર ન કરી શકીએ

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવચેત

Amreli Live

ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ક્વોરન્ટાઈન થયા શક્તિસિંહ ગોહિલ

Amreli Live

મહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ!

Amreli Live

પવારની સલાહ- મંદિર નહીં, નુકસાન પર ધ્યાન આપે મોદી

Amreli Live

05 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં મોટું રોકાણ કરી શકે છે ગૂગલ, વાતચીત છેલ્લા તબક્કામાં

Amreli Live

નકશામાં વિવાદને લઈને નેપાળે પગ પાછા ખેંચ્યા, સંવિધાનમાં સંશોધનનો પ્રસ્તાવ ટાળ્યો.

Amreli Live

દીપિકા કક્કરે પતિ શોએબના બર્થ ડે પર બનાવી ખાસ કેક, ફેન્સ સાથે કર્યું ‘વર્ચ્યુઅલ સેલિબ્રેશન’

Amreli Live

ધોનીના બર્થ-ડે પર પત્ની સાક્ષીએ તેના માટે લખ્યો પ્રેમભર્યો સંદેશ

Amreli Live

ગુજરાતમાં ફરીથી લોકડાઉન થશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

Amreli Live

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

પાકને FATFનો મોટો ઝટકો, ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

Amreli Live

બોટિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ ગુમ, બોટ પરથી 4 વર્ષનો દીકરો એકલા મળ્યો

Amreli Live

વરરાજાના કોરોના પોઝિટિવ મામા લગ્નમાં 400 લોકોને મળ્યા, મહેમાનોમાં ચિંતા

Amreli Live

સૌરાષ્ટ્ર: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વીજળી પડતાં બે બાળકો સહિત 7નાં મોત

Amreli Live

રાજ્યમાં 25મી જૂનથી કોલેજોમાં પરીક્ષા શરૂ કરવાના સરકારના નિર્ણયનો થઈ શકે વિરોધ

Amreli Live