24.4 C
Amreli
27/09/2020
કલેક્ટર ઓફિસ

તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈઃ સૂત્રો

નવી દિલ્હીઃ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ સંવાદ ના થયો હોવાનું અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને સરકારી સૂત્રોએ જણાવ્યું છે. બન્ને વચ્ચે ભારત ચાઈના બોર્ડ મુદ્દે વાત થઈ હોવાનો દાવો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કરી રહ્યા છે જોકે, સૂત્રો તે વાતને ખોટી ગમાવી રહ્યા છે. સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે, “બન્ને વચ્ચે છેલ્લે 4 એપ્રિલ 2020ના દિવસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન મુદ્દે વાત થઈ હતી.”

સૂત્રોએ ઉમેર્યું કે, બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સરહદ વિવાદ પર ભારત સીધું ચીનના સંપર્કમાં છે અને આ અંગે સમાધાન લાવવા માટે વાત ચાલી રહી છે.

ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી માટે વાત કરવાનું તૈયારી બતાવવાની સાથે, ટ્રમ્પે કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને તેઓ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ‘સારા મૂડ’માં નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વ્હાઈટ હાઉસમાં ગુરુવારે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ભારત-ચીન વચ્ચેના વિવાદ અંગે વાત કરી છે. ટ્રમ્પે ચિંતા વ્યક્ત કીને કહ્યું કે, “હું તમને જણાવી રહ્યું છે કે મેં વડાપ્રધાન મોદી સાથે આ વિષયમાં વાત કરી છે. ચીન સાથે જે થઈ રહ્યું છે, તેને લઈને તેમનો મૂડ સારો નથી.” ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં મધ્યસ્થીની તૈયારી બતાવ્યા બાદ હવે ટ્રમ્પે ચીન અને ભારત વચ્ચેના સંબંધમાં પણ મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, “તેઓ મને ભારતમાં પસંદ કરે છે. મને લાગે છે ભારતમાં તેઓ મને મીડિયા પસંદ કરે છે તેના કરતા વઘારે પસંદ કરે છે. અને, મને મોદી પસંદ છે. મને તમારા વડાપ્રધાન ઘણાં પસંદ છે. તે મહાન વ્યક્તિ છે.”

ટ્રમ્પે આ વાતચીત દરમિયાન જણાવ્યું કે, “ભારત અને ચીન વચ્ચે આ બહુ મોટો વિવાદ છે.. બન્ને દેશો 1.4 બિલિયન લોકો છે અને તેમનું સૈન્ય ઘણું જ શક્તિશાળી છે. આ ઘટનાથી ભારત અને ચાઈના બન્ને દુઃખી હશે.”

ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા 31મે પછી લોકડાઉન-5 શરુ થશે?

ભારતે ટ્રમ્પની ઓફરને ફગાવી દીધી

ભારત-ચીનની સરહદ LAC (લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ) પર લદ્દાખ ચાલી રહેલા વિવાદ પર ભારતે ટ્રમ્પની ઓફર ફગાવી દીધી છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના સ્પોકપર્સન અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે ચીન સાથે સંપર્કમાં છીએ” તેમણે એમ પણ કહ્યું કે, “ભારતીય સૈનિક મુદ્દાના સમાધાન માટે ચીન સાથે થયેલી દ્વિપક્ષીય સમજૂતિના આધારે કડક પગલા ભરીને તેનું પાલન કરી રહ્યા છીએ.”

પશ્ચિમ લદ્દાખમાં વિખવાદ થયા બાદ 250 ભારતના અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપીની ઘટના 5મી મેના રોજ થઈ હતી. જેમાં 100 જેટલા ભારતના અને ચીનના જવાનો ઘાયલ થયા હતા. આ પ્રકારનો માહોલ પેંગોગની સાથે નોર્થ સિક્કિમમાં 9મેએ જોવા મળ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

કોરોના: લિકર પરમીટના રિન્યૂઅલ માટે હેલ્થ ચેક-અપ કરાવવા સિવિલમાં જતા ડરે છે પરમીટ ધારકો

Amreli Live

ભાવનગરઃ 3 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત, યુવતીના પરિવારે ઢોરમાર મારી કરી યુવકની હત્યા

Amreli Live

આ શહેરમાં ચમકારા સાથે આકાશમાંથી પડ્યો ગરમ પથ્થર, જુઓ ફોટોગ્રાફ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનો સ્કૂલનો ફોટો થયો વાઈરલ, કંઈક આવો હતો દિવંગત એક્ટરનો અંદાજ

Amreli Live

શું તુલસી સાથે દૂધ પીવું યોગ્ય છે કે નહીં?

Amreli Live

કોરોના મહામારી: UAEમાં ફસાયેલા 700 ગુજરાતીઓને દુબઈના વેપારીએ સ્વદેશ પરત મોકલ્યા

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ વર્ષે ગણેશ મહોત્સવ નજીક હોવા છતાં ઓર્ડર ન મળતા મૂર્તિકારો બેકાર બેઠા છે

Amreli Live

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

અનલોક-2: આજથી ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

Amreli Live

17 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુશાંતે શૂટ કરેલી છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની આ વાત તમે નહીં જાણતા હોવ

Amreli Live

અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે તૈયારઃ ભારત

Amreli Live

17 દિવસીય કોરોના પોઝિટિવ બાળકને આંતરડાની સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

લદ્દાખ પહોંચેલા PM મોદીએ ઘાયલ સૈનિકોની લીધી મુલાકાત

Amreli Live

Monsoon Special: બાફેલી મકાઈમાંથી આ રીતે બનાવો ચટપટા કબાબ

Amreli Live

સાદી ઈડલીને ભૂલી જાઓ અને બનાવો સ્ટફ્ડ ઈડલી, ડિનર માટે બેસ્ટ ઓપ્શન રહેશે

Amreli Live

20 જાંબાઝની શહીદી સામે આક્રોશ, ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો સામે પ્રદર્શન

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live