26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, માસ સેમ્પલિંગ કરાશે, સેનેટાઇઝની કામગીરી શરૂ



વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસના લક્ષણો દેખાશે તો રિપોર્ટ કરવામાં આવશે. તાંદલજા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે અને માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને સીલ કરવામાં આવ્યા છે.

તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોનું7 હજાર લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

વડોદરાના નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને બુધવારે મોડી રાત્રે રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના નાગરવાડા વિસ્તારના કોરોના વાઈરસપોઝિટિવ આવેલો તબીબ સાદ શેખ તાંદળજાની મુઆવીન ટ્રસ્ટની હોસ્પિટલમાં જતો હતો. જ્યાં તેને અનેક દર્દીઓને તપાસ્યા હતા. આ માહિતી બહાર આવ્યા બાદ તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. અને આજે બીજા દિવસે તાંદલજા વિસ્તારને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોના7 હજાર લોકોનું મોડી રાત્રે જ સ્ક્રિનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે પણ આ વિસ્તારમાં સ્ક્રિનિંગની કામગીરી ચાલી રહી છે.

તાંદલજા વિસ્તારને સીલ કરી દેવાશે

નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબનું તાંદલજા કનેક્શન બહાર આવતા તાંદલજા વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાંદલજાની તમામ સોસાયટીઓ અને ગલીઓને સીલ કરી દેવામાં આવશે. જેથી કરીને તાંદલજામાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવી શકાય.

વડોદરામાં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 18 ઉપર પહોંચી
વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં બુધવારે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 18 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોના વાઈરસના કેસો વધે તેવી શક્યતા
વડોદરા શહેરના નાગરવાડાને હોટસ્પોટ જાહેર કરાયા બાદ આ વિસ્તારમાં કેસો સતત વધી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટવ 9 કેસો સામે આવ્યા છે. જોકે તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આવા સમયે કોરોના વાઈરસના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે.

APMCમાં વેપારીઓ અને ખેડૂતોનો ધસારો
વડોદરા નજીક સયાજીપુરા ખાતે આવેલી એપીએમસીમાં વહેલી સવારે 3 વાગ્યા પછી એન્ટ્રી ન આપવાની જાહેરાત બાદ વેપારીઓ અને શાકભાજી લઇને આવતા ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો.
પાલિકાની કચેરીમાં ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવાઈ
વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓને કોરોના વાઈરસના સંક્રમણથી રક્ષિત કરવા તેમજ ઇન્ફેક્શન મુક્ત કરવાના હેતુથી ઇન્સટોલ કરવામાં આવી છે.

પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું હતું અને લોકોને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરી હતી. અને બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE Vadodara 9 April


તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને આરોગ્યની ટીમો દોડી ગઇ હતી

Related posts

પહેલીવાર ભક્તો વગર થયો ભગવાન કૃષ્ણનો જન્મ, સમગ્ર મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું, અહીં જુઓ ભગવાનનો જન્મોત્સવ

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

અંબાજી મંદિર: આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ જે માતામાં ખુબ જ શ્રદ્ધા રાખે છે તેવા ગુજરાતના ભવ્ય પ્રાચીન અંબાજી મંદિરની કથા અને તસ્વીરો..

Amreli Live

ગર્ભાવસ્થા દરમિયાન જો તમને થાય આ પ્રકારની સમસ્યાઓ તો સમજવું કે તે સિજેરિયન ડીલીવરી તરફનો કરે છે ઈશારો

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ 7 રાજ્યમાં અશક્યને શક્ય કરી બતાવ્યુ અને ભાજપની સરકાર બનાવી લીધી

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કેસ વધીને 20.36 લાખ થયા, કુલ મૃત્યુઆંક 1.31 લાખ, મેડિકલ એસોસિએશને કહ્યું-WHOનું ફંન્ડિંગ અટકાવવાનો નિર્ણય ખતરનાક

Amreli Live

મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live