26.6 C
Amreli
26/10/2020
અજબ ગજબ

તહેવારો પહેલા Hero Maestro Edge 125 નું સ્ટીલ્થ એડિશન થયું ભારતમાં લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

ભારતમાં હીરોએ તહેવાર પહેલા લોન્ચ કર્યું Maestro Edge 125 નું ખાસ એડિશન, આ છે તેની ખાસિયત અને કિંમત. હીરો મોટોકોર્પે (Hero MotoCorp) ભારતમાં હીરો મેસ્ટ્રો એજ 125 (Hero Maestro Edge 125) સ્કૂટરનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને તહેવારની સીઝન પહેલાં જ લોન્ચ કરી દીધું છે, જેથી તેનું વધુમાં વધુ વેચાણ થઈ શકે. હીરોએ ભારતીય બજારમાં હિરો મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થ (Stealth) એડિશન લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત 72,950 રૂપિયા છે. આ સ્કૂટર સ્ટાન્ડર્ડ ડિસ્ક વેરિયન્ટથી 1,500 રૂપિયા વધુ મોંઘુ છે.

મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થમાં ખાસ શું છે? હીરો મોટોકોર્પે તેના મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થમાં કોઈ યાંત્રિક ફેરફારો નથી કર્યા. જો કે, તેમાં એક નવો મેટ ગ્રે કલર શેડ અને થીમ સાથે નવા બોડી ગ્રાફિક્સ આપ્યા છે. નવા સ્કૂટરમાં પ્રીમિયમ ‘સ્ટીલ્થ’ ક્રેસ્ટ બૈજિંગ આપવામાં આવી છે. આ સિવાય તેમાં કાર્બન ફાઇબર ટેક્સચર્ડ સ્ટ્રીપ્સ, ટોન-ઓન-ટોન સ્ટ્રીપ્સ આપવામાં આવી છે, જે તેને એક ફ્રેશ લુક આપે છે.

મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થનું પર્ફોર્મન્સ : જેવું કે અમે તમને પહેલા જ કહ્યું તેમ મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થમાં કોઈ યાંત્રિક ફેરફારો કરવામાં આવ્યા નથી. આ સ્કૂટરમાં 125 સીસીનું ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. તેનું એન્જિન 7,000 આરપીએમ પર 9 બીએચપીની મહત્તમ પાવર અને 5,500 આરપીએમ પર 10.4 એનએમનું પીક ટોર્ક જનરેટ કરે છે.

મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થના ફીચર્સ : મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થમાં સ્ટાન્ડર્ડ વેરિયન્ટ્સ જેવી જ સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, એલઇડી ટેલલાઇટ્સ, ઇન્સ્ટર્નલ ફ્યુઅલ ફિલર કેપ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને બૂટ લાઇટ આપવામાં આવી છે.

મેસ્ટ્રો એજ 125 સ્ટીલ્થ વ્હીલ્સ અને સલામતી સુવિધાઓ : આ નવા સ્કૂટરના આગળના ભાગમાં 12 ઇંચનું એલોય વ્હીલ આપવામાં આવ્યું છે. તેમજ તેના પાછળના ભાગમાં 10 ઇંચનું એલોય વ્હીલ આપવામાં આવ્યું છે. સલામતી વિશે વાત કરીએ તો તેમાં કમ્બાઇન બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

સ્ટાન્ડર્ડ વેરિયન્ટની કિંમત : હીરો મેસ્ટ્રો એજ 125 ના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની દિલ્હીની એક્સ – શોરૂમ કિંમત રૂપિયા 69,250 છે, જે તેના ટોપ એન્ડ વેરિઅન્ટ્સ પર રૂપિયા 71,450 સુધી જાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

ડિલિવરીનું બિલ માતા-પિતા ના આપી શક્યા તો ડોકટરે બાળકને…

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

જ્યોતિષનો દાવો : સૂર્યગ્રહણ ઉપર ઝેર વરસાવી શકે છે કોરોના, ઘણા અશુભ સંકેત.

Amreli Live

હવે કોરેન્ટાઇન ભારે પડશે નહીં, રેપિડ એંટીજન ટેસ્ટથી ફક્ત આટલી મિનિટમાં જ મળશે આઝાદી.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

Amreli Live

અજબ ગજબ ક્રાઇમ : યુવકને ગાંજો ના મળ્યો તો, એક વાટકામાં પાણી લઈને ગળી ગયો ચપ્પુ, ડોક્ટર ચકિત

Amreli Live

સફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.

Amreli Live

નોકિયાએ ચંદ્ર પર 4G LTE નેટવર્ક લગાવવા માટે નાસાનો કોન્ટ્રાકટ જીત્યો, મળશે આટલા ડોલર.

Amreli Live

જયારે પ્રેમી અને દીકરીને પસંદ કરવાનો સમય આવ્યો તો મહિલાએ ભર્યું આવું ખતરનાક પગલું.

Amreli Live

વિજય રથ પર સવાર થઈ શ્રીરામને તિલક કરવા જશે સીએમ યોગી, વિજયાદશમીના દરેક કાર્યક્રમોમાં જોડાશે.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live