આ વાતોને ધ્યાનમાં રાખીને તમે પણ FD પર સારું અને સુરક્ષિત રિટર્ન મેળવી શકો છો. કોઈપણ વ્યક્તિ બેંકમાં ફિક્સ્ડ ડીપોઝીટ કરાવી શકે છે, જેનો સમયગાળો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી માટે હોય છે. જાણો તેની સાથે જોડાયેલી થોડી જરૂરી વાતો.
દરેક પ્રકારની સેવિંગ્સ સ્કીમ્સમાં ફિક્સ્ડ ડીપોઝીટ લોકોનો સૌથી વધારે પસંદ કરવામાં આવતો રોકાણનો વિકલ્પ હોય છે. બચત કરવા માટે આ પદ્ધતિ દરેક ઉંમરના લોકોને ગમે છે. તેનું સૌથી મોટું કારણ છે કે, બીજી સ્કીમ્સની સરખામણીમાં આ સુરક્ષિત અને સૌથી ઓછા જોખમવાળી સ્કીમ હોય છે. ટૂંકાથી લઇને લાંબા સમયગાળા માટે પણ તેમાં રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એફડી સાથે જોડાયેલા નિયમો, ટેક્સ સહીત ઘણી જાણકારીઓ આપવા જઈ રહ્યા છીએ. તેને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી આ સેવિંગ સ્કીમના વધુ સારી રીતે લાભ લઇ શકો છો.
બે પ્રકારની હોય છે એફડી : સામાન્ય રીતે એફડી બે પ્રકારની હોય છે. પહેલી ક્યુમ્યુલેટિવ એફડી અને બીજી નોન-ક્યુમ્યુલેટિવ એફડી હોય છે. તેમાં ત્રિમાસિક અને વાર્ષિકના આધાર પર વ્યાજ મળે છે. આમ તો તમે રેગ્યુલર ઈંટરવલ ઉપર પણ વ્યાજનો લાભ લઇ શકો છો.
એફડીમાં રોકાણના ફાયદા :
ફિક્સ્ડ ડીપોઝીટને સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે.
તેમાં જમા કરવામાં આવેલા મૂળ નાણા ઉપર કોઈ જોખમ નથી હોતું. સાથે તમને એક નક્કી સમયગાળામાં રીટર્ન પણ મળી શકે છે.
તેમાં રોકાણ કરવામાં આવેલા મૂળ નાણા એટલા માટે સુરક્ષિત રહે છે, કેમ કે એફડી ઉપર બજારના ઉતાર ચડાવની કોઈ સીધી અસર નથી પડતી.
આ સ્કીમમાં રોકાણકાર માસિક રીતે વ્યાજનો લાભ લઇ શકે છે.
સામાન્ય રીતે એફડી ઉપર મળતા વ્યાજ દર વધુ હોય છે. વરિષ્ઠ નાગરિકો માટે તો આ સૌથી વધુ રીટર્ન આપે છે.
કોઈ પણ એફડીમાં એક જ વખત રોકાણ કરવાનું હોય છે. જો રોકાણકારે ત્યાર પછી વધુ ડીપોઝીટ કરવી છે, તો તેણે અલગ એફડી એકાઉન્ટ ખોલાવવું પડશે.
એફડીનો એક મેચ્ચોરીટી સમયગાળો હોય છે, તમારે એટલા વર્ષ માટે પૈસા જમા કરવા પડશે. પરંતુ તેનો ફાયદો એ પણ છે કે, જરૂર પડે ત્યારે સમય પહેલા પણ પૈસા ઉપાડી શકો છો. આમ તો મેચ્ચોરીટી પહેલા એફડી તોડવાથી તમને વ્યાજનું નુકશાન થાય છે, તેની ઉપર પેનલ્ટી પણ આપવી પડે છે. જે અલગ અલગ બેંકોમાં અલગ અલગ છે.
એફડી ઉપર શું છે ટેક્સ કપાતના નિયમ? ફિક્સ્ડ ડીપોઝીટ ઉપર 0 થી 30 ટકા ટેક્સ કપાય છે. આ રોકાણકારના ઇન્કમ ટેક્સ સ્લેબના આધારે કપાય છે. જો તમે એક વર્ષમાં 10,000 રૂપિયાથી વધુ કમાવ છો તો તમારી એફડી ઉપર તમારે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આમ તો તેના માટે તમારે તમારા પાનકાર્ડની કોપી જમા કરવી પડશે. જો પાનકાર્ડ નથી જમા કરાવવામાં આવતું, તો તેની ઉપર 20 ટકા ટીડીએસ કાપવામાં આવે છે.
જો રોકાણકાર ટેક્સ કપાતથી બચવા માંગે છે, તો તેના માટે તેણે પોતાની બેંકમાં ફોર્મ 15A સબમિટ કરવું જોઈએ. આ ફોર્મ તે લોકો માટે લાગુ પડે છે, જે કોઈ ઇન્કમ ટેક્સ સ્લેબમાં નથી આવતા. ટેક્સ કપાતથી બચવા માટે વિરષ્ઠ નાગરિકોઈ ફોર્મ 15H જમા કરાવવું જોઈએ.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com