25.9 C
Amreli
11/08/2020
અજબ ગજબ

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

મોટાભાગના લોકો લસણ, ટામેટા જેવા આ 5 આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ખોટી રીતે ખાય છે, જાણો શું છે સાચી રીત

આ 5 ખાદ્ય પદાર્થોને આરોગ્યપ્રદ સમજીને રોજ ખાય છે, પરંતુ ખોટી રીતે ખાવાને કારણે તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઇ જાય છે. જાણો કેવી રીતે ખાવાથી મળશે વધુ પોષક તત્વ.

આપણે આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ઘણા ઉત્સાહથી ખાઈએ છીએ કારણ કે તે ખાતા સમયે આપણું મનમાં એવું વિચારી લીધું હોય છે કે તે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શું થશે જયારે તમને ખબર પડશે કે તમે જે ખાદ્ય પદાર્થોને આરોગ્યપ્રદ સમજીને ખાઈ રહ્યાં છો તે ખરેખર તે ખોટી રીતે ખાઈ રહ્યા છીએ, જેના કારણે તમને બધા પોષક તત્વો નથી મળતા? તમે જરૂર તે વાતથી અસ્વસ્થ થઇ જશો, કેમ કે આપણે આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ તેમાં રહેલા પોષક તત્વોને કારણે જ કરીએ છીએ.

દૈનિક જીવનમાં એવા ઘણા ખાદ્ય પદાર્થો છે, જે મોટાભાગના લોકો ખોટી રીતે ખાય છે. એવું તે અજાણતાં કરે છે. ખોટી રીતે ખાવાથી આ ખાદ્ય પદાર્થો તમને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ તમને તેનો સંપૂર્ણ લાભ પણ મળતા નથી. ચાલો અમે તમને જણાવીએ એવા જ 5 આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો, જેને લોકો સામાન્ય રીતે ખોટી રીતે ખાય છે અને તે ખાવાની સાચી અને સૌથી આરોગ્યપ્રદ રીતથી તમને ખાદ્ય પદાર્થો માંથી પુષ્કળ પોષક તત્વો મળી શકે છે.

લસણનો આ રીતે કરો ઉપયોગ

લસણમાં સૌથી ફાયદાકારક તત્વ એલિસિન હોય છે, જે કેન્સરથી લઈને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને હાર્ટના રોગોમાં ફાયદાકારક હોય છે. આ એલિસિન ત્યારે સક્રિય થાય છે. જ્યારે હવાના સંપર્કમાં આવે છે, તેથી લસણના ફોતરા કાઢીને તરત જ શાકભાજીમાં નાખવાથી તેનો લાભ મળતો નથી. પરંતુ તેને છોલીને પીસીને અથવા તો પછી નાના નાના ટુકડાના રૂપમાં કાપીને 10 મિનિટ સુધી રાખી મુકો, ત્યાર પછી જ ઉપયોગ કરો તો તમને પુષ્કળ એલિસિન મળશે.

આ રીતે ટામેટાં ખાવા જોઈએ

ટામેટાંનું સૌથી આરોગ્યપ્રદ તત્વ હોય છે લાઇકોપીન, જે શરીર માટે એક ઉત્તમ એન્ટીઓક્સીડેંટ છે. લાઇકોપીન શરીરનું સેંકડો રોગોથી રક્ષણ કરે છે. આપણેને ઘણી વાર કહેવામાં આવે છે કે કાચા શાકભાજી આરોગ્ય માટે વધુ આરોગ્યપ્રદ હોય છે કારણ કે રાંધવાથી શાકભાજીના પોષક તત્વોનો નાશ થાય થઇ જાય છે. પરંતુ ટામેટાં સાથે ઉલટું છે. સંશોધન મુજબ, રાંધેલા ટામેટાંમાં કાચા ટમેટા કરતાં વધુ લાઇકોપીન હોય છે. આ લાઈકોપીન કેન્સર, ગાંઠ, હાર્ટ એટેક જેવા રોગો સામે રક્ષણ આપે છે. તો ટામેટાંને રાંધીને જ ખાવા જોઈએ.

બ્રોકોલી ઉકાળીને ખાવાથી પોષક તત્વોનો નાશ થઇ જાય છે

બ્રોકલી એ ખૂબ જ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ છે, જેને આપણે ઘણીવાર સ્વાદથી વધુ સ્વસ્થ રહેવાના હેતુ માટે જ ખાઈએ છીએ. આમ તો તેલમાં બનાવવા કરતાં કાચા શાકભાજી વધુ આરોગ્યપ્રદ હોય છે, પરંતુ બ્રોકલી તેનાથી વિપરિત છે. બ્રોકલીને પાણીમાં બાફીને ખાવાથી તેના સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો જેવા કે વિટામિન સી, ક્લોરોફીલ અને અન્ય ઓક્સીડેંટસનો નાશ થઇ જાય છે. તેના બદલે, બ્રોકલીને કાચી ખાવી વધુ સારી રહે છે અથવા તો બાફીને તેને બનાવવી વધુ ફાયદાકારક રહે છે.

કિવિ

કીવી ખાતી વખતે પણ આપણે બધાં એક મોટી ભૂલ કરીએ છીએ. કિવિ ખાતા પહેલા મોટાભાગના લોકો તેની છાલ કાઢીને ફેંકી દે છે, પરંતુ કિવિ એ એક એવું ફળ છે, જેને છાલ સાથે ખાવું જોઇએ. આનું કારણ એ છે કે કિવિની છાલમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જેમાં ફોલેટ અને વિટામિન ઇ મહત્વપૂર્ણ હોય છે. છાલ સાથે કિવિઝ ખાવાથી તમને છાલ કાઢીને ખાવાની સરખામણીમાં તમને 50% વધુ ફાયબર, 32% વધુ વિટામિન ઈ અને 34% વધુ ફોલેટ મળે છે. તેથી હવે કિવિને છાલ સાથે જ ખાવા.

અળસીના દાણા

અળસીના દાણામાં ઓમેગા -3 ને કારણે તેને સુપરફૂડ માનવામાં આવે છે. તે ઉપરાંત, અળસીના દાણામાં ફાઇબર, લિગ્નાન્સ અને ફોટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ મોટાભાગના લોકો અળસીના દાણા ખાતી વખતે એક મોટી ભૂલ કરે છે કે તેને આખા જ ખાય છે. અળસીના દાણા આખા ખાવાથી આપણું પેટ તેને પચાવી શકતું નથી. તેના બદલે, અળસીના દાણાનો ભૂકો કરીને અધકચરા કરીને પછી ખાવા જોઈએ. તેનાથી પેટ તેને સારી રીતે પચાવે છે અને તમામ પોષક તત્વો તમારા શરીરને મળી જાય છે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

શું છે ડિપ્રેશન અને તેના લક્ષણ, કેમ આવે છે આત્મહત્યાના વિચાર?

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

બાળકના માથાને ગોળ આકાર આપે છે રાઈનું ઓશીકું, જાણો ફાયદા અને સાવચેતી.

Amreli Live

દાંતોમાં થયેલ પસ અને સડાની આ 5 વસ્તુઓથી કરો સફાઈ, મોં ના સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

ઘર્ષણ ઓછું થાય એ માટે સહમત થાય ચીની અને ભારતીય વિદેશમંત્રી, 40 થી વધુ ચીની સૈનિક ફૂંકાઈ ગયા.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live