31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

તમારા બીજા લગ્નને સફળ બનાવશે આ ટિપ્સ, સંબંધ જોડતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન.

જો બીજા લગ્નને કરવા માંગો છો સફળ, તો અપનાવો આ ટિપ્સ, જીવનભર બની રહેશે ખુશીઓ. પરણિત જીવનમાં કડવાશ આવવી સામાન્ય બાબત છે. જો પહેલા લગ્નમાં છૂટાછેડા કે અન્ય કારણોથી તમે પાર્ટનરથી અલગ થઇ ગયા છો અને બીજા લગ્ન કરવા માગો છો, તો તેમાં કાંઈ ખોટું નથી. આમ તો બીજા લગ્ન પહેલા થોડી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

લગ્નજીવનમાં મુશ્કેલી ઉભી થવી સામાન્ય વાત છે. આમ તો ઘણી વખત એ મુશ્કેલી એટલી હદે વધી જાય છે કે પતિ પત્નીનું એક સાથે રહેવું મુશ્કેલ બની જાય છે અને છેવટે છૂટાછેડા લઇ લે છે. પોતાના પાર્ટનરને ગુમાવી ચૂકેલા લોકોના જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ ઉભી થઇ જાય છે કે તેને બીજા લગ્ન માટે તૈયાર થવું જ પડે છે. કુટુંબના દબાણ કે પહેલા લગ્નથી જો બાળકો છે તો તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કે પોતાના એકલાપણાને દુર કરવા માટે બીજા લગ્નનો નિર્ણય લેવા માટે લોકોને મજબુર થવું પડે છે. તેમાં કાંઈ ખોટું પણ નથી.

બીજા લગ્નનો નિર્ણય : જો તમે તમારા જીવનને બીજી તક આપવા માગો છો, તો આ નિર્ણય એકદમ બરોબર છે. આખું જીવન એકલા પસાર કરવું ઘણું મુશ્કેલ હોય છે. જો તમે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છો, તો થોડી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમારું જીવન આનંદમય બની શકશે. જાણો થોડી એવી વાતો જે તમારા બીજા લગ્નને સફળ બનાવવા માટે જરૂરી છે.

કેમ તૂટ્યા પહેલા સંબંધ? : તમે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છો, તો તમારા પહેલા લગ્ન નિષ્ફળ થવાના કારણો વિષે જરૂર વિચારો. તે બાબત ઉપર તમે તમારી જાતને જ પ્રશ્ન પૂછો કે એવી કઈ વાત હતી, જેના કારણે તમારે તમારા જીવનસાથીથી અલગ થવું પડ્યું. તે બાબત ઉપર ઊંડાણ પૂર્વક વિચાર કરવાથી તમે તમારા બીજા સંબંધને વધુ સફળ બનાવી શકશો. જે ભૂલો પહેલા લગ્ન દરમિયાન થઇ હતી, આ વખતે તેનાથી દુર રહેવામાં મદદ મળશે.

મનને મજબુત કરો : કોઈ પણ માણસ માટે બીજા લગ્ન માટે તૈયાર થવું કોઈ સરળ કામ નથી. અમુક પરિસ્થિતિ જ એવી હોય છે, જેને લઈને બીજા લગ્ન કરવા પડે છે. તો તેથી સૌથી પહેલા તમે તમારા મનને મજબુત કરો. લગ્ન માટે પોતાને તૈયાર કરો. જયારે તમે મનથી ખુશ હશો, ત્યારે તમને તમારી આસપાસ પણ ખુશીઓ જોવા મળશે.

તમારી સારી બાબતો અને ખરાબ બાબતો ઓળખો : ખરાબ બાબતો અને સારી બાબતો દરેક માણસમાં હોય છે. એટલા માટે તમારી ખરાબ બાબતો અને સારી બાબતો ઉપર ધ્યાન આપો. તમે ધ્યાન આપો કે તમારી કઈ બાબતોને લઈને તમારા પહેલા જીવનસાથી તમારાથી દુઃખી હતા. જયારે તમે તમારી ખરાબ બાબતો અને સારી બાબતો ઉપર એક વખત ધ્યાન આપશો, તો બીજા લગ્નને સફળ થવામાં ઘણી મદદ મળશે. ઘણી વખત આપણે સમજી નથી શકતા કે આપણાથી શું ભૂલ થઇ, પરંતુ જાણે અજાણે ભૂલ તો માણસથી થઇ જ જાય છે.

પહેલા લગ્નને ભૂલી જાવ : હવે જયારે તમે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છો, તો સારું રહેશે કે તમારા પહેલા જીવનસાથી અને પહેલા લગ્નને ભૂલી જાવ. વીતેલા સમયને યાદ કરીને દુઃખી થવાથી હવે કાંઈ હાથ લાગવાનુ નથી. તો તેથી તમારા ભવિષ્યને સુધારવા તરફ જુવો. જૂની વાતોને યાદ કરીને તમારું દિલ ન દુભાવો. પાછલા સાથી સાથે કોઈ પ્રકારના અણબનાવ ન રાખો

ઘણી વખત એવું બને છે કે માણસ પોતાના પહેલા જીવનસાથી સાથેના અણબનાવને જીવનભર પોતાની સાથે લઈને જીવે છે. તે યોગ્ય નથી. હવે જયારે તેની સાથે રહેવાનું જ નથી અને તેની સાથે કોઈ સંબંધ જ નથી, તો તેની સાથેના અણબનાવ મનમાં રાખીને કે મનમાં કોઈ વાત રાખીને જીવવાથી કોઈ ફાયદો નથી. આ જીવન તમારું છે. તેને ખુલીને જીવો.

તમારા નવા જીવનસાથી સાથે ખુલીને વાત કરો : તમે તમારા નવા જીવનની શરુઆત એક વખત ફરીથી કરવા જઈ રહ્યા છો, તો યોગ્ય છે કે તમારા થનારા નવા જીવનસાથી સાથે ખુલીને વાતો કરો. તે દરમિયાન તમે તમારી સાથે જોડાયેલી વાતો તેને જણાવો અને તેના વિષે જાણવાનો પ્રયત્ન કરો. તેનાથી આગળ આવનારા જીવનમાં તમારા બંને વચ્ચે કોઈ મતભેદ નહિ રહે.

બાળકો વિષે વિચાર વિમર્શ : જો પહેલા લગ્નથી તમારા બાળકો કે પછી તમારા થનારા જીવનસાથીના બાળકો છે, તો તેના વિષે બેસીને શાંતિપૂર્વક વિચાર વિમર્શ કરી લો. તેનો ઉછેર પણ તમારી જ જવાબદારી છે. આ બાળકોને લઈને તમારી વચ્ચે કોઈ મતભેદ ન રહે, એટલા માટે પહેલાથી જ સાથે મળીને વાત કરી લો. બાળકો પાસેથી પણ તેમનો અભિપ્રાય જાણી લો

જો તમારા પહેલા લગ્નથી થયેલું બાળક એટલું સમજુ છે કે તે સારા ખરાબનો ભેદ સમજે છે, તો બીજા લગ્ન કરતા પહેલા તેનો અભિપ્રાય જાણી લો. તેનાથી બાળકોનું ખુશ કે નારાજ થવાની તમને ખબર પડી જશે. જો બાળકો તેનાથી નારાજ છે, તો તમે તેને સમજાવી પણ શકો છો.

નિર્ણય લેવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરો : લગ્ન કરવા જીવનનો મહત્વનો નિર્યય હોય છે. વાત જો બીજા લગ્નની છે, તો તમે તેમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરો. આ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર વિમર્શ કરી લો. તમારા કુટુંબ વાળા અને નજીકના મિત્રોનો પણ તેમનો અભિપ્રાય જરૂર લો. તેમના મનની વાત પણ જરૂર સાંભળો.

તમારા અંતરઆત્મામાં જુવો : સમાજ, કુટુંબ, બાળકો તે બધું તો ઠીક છે. પરંતુ તમારા જીવનસાથી સાથે જીવન તો તમારે પસાર કરવાનું છે. એટલા માટે તમારા વિષે પણ જરૂર વિચારો. તમારા અંતરઆત્માના જુવો કે શું તમે આ લગ્ન માટે તૈયાર છો. તમે તમારા થનારા જીવનસાથી સાથે ખુશ રહી શકશો કે નહિ. સૌથી જરૂરી વાત તો બંનેના મન મળવાની છે.

આથિક સ્થિતિને સમજો : હવે જયારે બંનેએ મળીને જીવન સાથે પસાર કરવાનું છે, તો તમારી આથિક સ્થિતિ વિષે પણ ખુલીને તમારા જીવનસાથી સાથે વિચાર-વિમર્શ કરો. તેનાથી આગળ આવનારા જીવનમાં કોઈ પ્રકારની તકલીફ ન રહે. ઘણી વખત પરણિત જોડીમાં આર્થીક સ્થિતિને લઈને ઝગડા થતા જોવા મળે છે. તેનાથી તમે દુર રહેશો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

દેવતાઓની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કથા.

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂના આ સવાલોથી ફરી જશે માથું, “પોલીસને ગુજરાતીમાં શું કહેવાય છે?”

Amreli Live

કેમ ખાસ હોય છે મિથુન રાશિના લોકો? જાણો તેમના વિષે રોચક વાતો.

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

લાઈમલાઈટથી ખુબ દૂર થઇ ગઈ છે અંતરા માલી, હવે તે જીવે છે આવી લાઇફસ્ટાઇલ

Amreli Live

પિતૃપક્ષમાં મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્રત રાખવું ફળદાયક છે, જાણો શું છે મહત્વ.

Amreli Live

સેલેબ્રીટી ન્યુટ્રિશનિસ્ટ રુજુદા દિવેકર દ્વારા જાણો શરીર માટે કેમ જરૂરી છે ઘી?

Amreli Live

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ચમત્કારી હોય છે વરસાદનું પાણી, દેવામાંથી મુક્તિથી લઈને આ મુશ્કેલીઓ કરી દે છે દૂર

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

પત્નીને પોતાના જ મિત્ર સાથે દિનેશ કાર્તિકે પકડી હતી રંગે હાથ, પછી આવી રીતે તૂટયા લગ્ન.

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

Amreli Live

તે મંદિર જ્યાં થાય છે દેવીની એક આંખની પૂજા, પુરી થાય છે મનોકામનાઓ, વાંચો વિસ્તારથી

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિના લોકોને નોકરીમાં મળશે સારા અવસર, વાંચો રાશિફળ.

Amreli Live