24.9 C
Amreli
25/09/2020
મસ્તીની મોજ

તમારા જીવનમાં ઢગલાબંધ સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો અમારી પાસે છે એની ચાવી.

સૌરભની આ વાત, તમારા જીવનમાં એકવાર તમે જો ઉતારી લેશો, તો કોઈપણ સમસ્યાને તમે ચપટીમાં ઉકેલી દેશો. તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણા લોકો પોતાની મહેનતથી શ્રીમંત બની જાય છે અને સમય સાથે સાથે તેની પાસે પૈસા સતત વધતા જાય છે, જયારે અમુક લોકો મહેનત કરવા છતાં પણ ગરીબ જ રહી જાય છે અને તે ક્યારે પણ પોતાની ગરીબીથી પીછો છોડાવી શકતા નથી, એવું કેમ થાય છે?

Manage Your Life : સાથે જ તમે એવા લોકો પણ જોયા હશે જે કહે છે કે ‘અમે ઘણા બીઝી છીએ, અમારી પાસે સમય ઘણો ઓછો છે, ઘણા જરૂરી કામો માટે પણ અમારી પાસે સમય નથી.’ પરંતુ તે એટલા બીઝી રહેવા છતાં પણ સફળ નથી ગણવામાં આવતા.

જયારે એવા પણ લોકો હોય છે, જે એટલા જ સમયમાં પોતાના બધા કામ પણ કરે છે અને સમયને બચાવીને બીજા જરૂરી કામ પણ કરે છે, ક્યારેય સમય ઓછો હોવાના રોતળા નથી રોતા અને તે પોતાના જીવનમાં સફળ પણ છે. એવું કેમ બને છે?

બંને પ્રકારના લોકોમાં આટલું મોટું અંતર કેમ છે?

ધ્યાન રાખો આ સમસ્યા અમારી અને તમારી જ નહિ, પરંતુ આખી દુનિયાની સમસ્યા છે. જેનો જવાબ જાણવો પણ જરૂરી છે.

ઘણા લોકો પોત પોતાની રીતે આ પ્રશ્નના જવાબ આપે છે અને તેની પાછળના ઘણા બધા કારણો ગણાવે છે. પરંતુ અહિયાં અમે તે કારણ કે જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જે અમે સમજીએ છીએ.

આવો સમજવા માટે સૌરભની આ એક પ્રેરણાદાયક કહાનીને (Motivational Story) સમજીએ.

Motivational Story For Life Management (Specially Money & Time)

તે સમયે સૌરભ ધોરણ 10 નો વિદ્યાર્થી હતો અને તેના પિતાની એક સારી નોકરી હતી. સૌરભ હંમેશા તે વાતથી દુઃખી રહેતો હતો કે તેના પપ્પા તેને જે પોકેટ મની આપતા હતા, તે ત્રણ વર્ષમાં બિલકુલ પણ વધી નથી જયારે તેના મિત્રોને તેના ઘરેથી ઘણી પોકેટ મની મળતી જે સમય મુજબ વધતી રહેતી હતી. સૌરભે પોતાની માં ને પોતાની આ સમસ્યા વિષે જણાવ્યું કે ખરેખર એવું કયું કારણ છે, જેના કારણે પપ્પાએ મારી પોકેટમની છેલ્લા ત્રણ વર્ષથી વધારી નથી? તો તેની માં એ કહ્યું, ‘તેનો જવાબ તો તારા પિતા જ આપી શકે છે. ચાલ હું તારી વાત કરવી આપું છું.’

indian money
indian money

સૌરભના પિતાની સામે તે વાત મુકવામાં આવી. તેના પિતાએ સૌરભની તરફ જોયું અને હસતા હસતા બોલ્યા, ‘જે દિવસે તું તારી પોકેટ મનીને યોગ્ય રીતે સંભાળતા શીખી જઈશ, તે દિવસે હું તારી પોકેટમની વધારી દઈશ.’ એટલું કહીને તેના પિતા ત્યાંથી જતા રહ્યા.

હવે સૌરભ વારંવાર એ વિચારી રહ્યો હતો કે ખરેખર પપ્પા શું કહેવા માંગે છે? અને ‘પોકેટમની યોગ્ય રીતે સંભાળવી’ તેનો શું અર્થ છે. શું પૈસા રાખવા માટે મારું ખિસ્સું નાનું છે? કે હું વધુ પૈસાનું વજન ઉપાડી નથી શકતો? જાત જાતના પ્રશ્ન તેના મગજમાં આવી રહ્યા હતા.

પપ્પા દ્વારા કહેવાના આવેલી પંક્તિ તેના મગજમાં સતત ફરતી રહેતી હતી. ત્રણ દિવસ પછી જયારે તે સ્કુલ જવા માટે પોતાની સ્કુલ બેગમાં પુસ્તકો ભરી રહ્યો હતો, તો જલ્દી જલ્દી તેણે પુસ્તકોને આડા અવળા બેગમાં ભરી લીધા. બેગ તો ભરાઈ ગઈ પરંતુ થોડા પુસ્તકો હજુ પણ બેગમાં રાખવાના બાકી હતા. તેની માં તે જોઈ રહી હતી. તે સૌરભ પાસે ગઈ અને કહ્યું, ‘શું હું તારી થોડી મદદ કરુ? સૌરભે કહ્યું, હા. આ પુસ્તકો તો બેગમાં આવી જ નથી રહ્યા.’

ત્યારે તેની માં એ બેગમાં રાખેલા પુસ્તકો કાઢીને તેને યોગ્ય રીતે ભર્યા, જેથી તે બેગમાં હવે થોડા વધુ પુસ્તકો માટે જગ્યા થઇ ગઈ. હવે તે પુસ્તકો જે પહેલા બેગમાં આવી રહ્યા ના હતા, તે પણ બેગમાં મુકતા માતાએ કહ્યું, જો સૌરભ માની લે આ જે તારા પુસ્તકો છે, તે તારા પોકેટમની જેવા છે અને તું પોતે તારી આ સ્કુલ બેગ જેવો છો. જેટલી યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ તારા પુસ્તકો ગોઠવીશ એટલા વધુ પુસ્તકો, તું તારી બેગમાં રાખી શકીશ.’

માં નું આટલું કહેવું સૌરભ માટે સફળતાનું સૂત્ર બની ગયું. સૌરભની આંખો ચમકવા લાગી. હવે તેને તેના પપ્પાની વાત એકદમ સમજાઈ ગઈ હતી. તે સમજી ગયો હતો કે પપ્પા મારી પોકેટમની એટલા માટે નથી વધારી રહ્યા કેમ કે હું મારી પોકેટમનીને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ ખર્ચ નથી કરી રહ્યો. જો હું મારી અંગત પોકેટમનીને યોગ્ય રીતે મેનેજ કરતા શીખી જાઉં, તો તે મારા પોકેટમની વધારી આપશે.

તેણે તરત પોતાની પોકેટમની યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ ખર્ચ કરવાનું નક્કી કર્યું. તેણે પૈસાને તેની ઈચ્છા પ્રમાણે નહિ, પરંતુ ત્યાં ખર્ચ કર્યા જ્યાં જરૂર હતી અને એટલો જ ખર્ચ કર્યો જેટલી જરૂર હતી. જેટલા પણ પૈસા (પોકેટમની) ખર્ચ થયા, બધાને તે એક ડાયરીમાં લખતો ગયો. હવે જયારે આવતા મહીનાના પોકેટમની મળવાનો સમય આવ્યો, તો સૌરભના આનંદનો પાર ન રહ્યો. તે આશ્ચર્યચકિત હતો હવે તેની પાસે ગયા મહિનાની પોકેટમની માંથી પણ પૈસા વધ્યા હતા અને આ મહીને સંપૂર્ણ પોકેટમની પણ તેના હાથમાં હતી.

તે તરત તેના પપ્પા પાસે આવ્યો અને કહ્યું, પપ્પાજી, પપ્પાજી, જુવો મેં મારી પોકેટમનીને મેં સંભાળતા શીખી લીધું છે.’ તેણે તેના ગયા મહિનાની બચત પણ દેખાડી અને આ વખતની પોકેટમની પણ દેખાડી. તેના પિતા પણ ઘણા ખુશ થયા અને તેમણે તેની પોકેટમની તરત વધારી દીધી અને કહ્યું, ‘જો તે યોગ્ય રીતે પોતાની પોકેટમનીને દર મહીને મેનેજ કરતો રહેશે, તો આવનારા મહિનામાં તેની પોકેટમનીમાં થોડા પૈસા જરૂર વધારતો રહેશે.’

સૌરભ હવે ઘણો ખુશ હતો. તેને સમજાઈ ગયું હતું કે જે વસ્તુને આપણે યોગ્ય રીતે મેનેજ કરતા શીખી લઈએ, તે વસ્તુ સમય સાથે વધતી જાય છે. થોડા મહિનામાં પોકેટમનીની બચતની રકમ એટલી વધી ગઈ કે હવે તે તેને ઘણી જગ્યાએ રોકાણ પણ કરવા લાગ્યો. આજે સૌરભ પોતાના શહેરનો એક સારો બિજનેસમેન છે. તે શ્રીમંત છે અને તેની શ્રીમંતાઈ સતત વધતી જાય છે. લોકો તેને એક successful person તરીકે પણ ઓળખે છે.

indian money
indian money

આ વાર્તા માંથી તમે શું શીખ્યા?

મિત્રો, સૌરભની આ વાર્તા કોઈ સામાન્ય વાર્તા નથી પરંતુ આપણા બધા માટે Life Management નો એક સારો સંદેશ કે શીખ પણ છે. આ કહાનીની મેઈન થીમ છે કે ‘જે વસ્તુને આપણે યોગ્ય રીતે સંભાળતા કે મેનેજ કરતા શીખી લઈએ છીએ, તે વસ્તુ સમય સાથે સતત વધતી જાય છે. હવે તે ભલે પૈસાને મેનેજ કરવાનું હોય કે સમયને મેનેજ કરવાનું હોય. પછી તે તમારા અંગત સંબંધો મેનેજ કરવાના હોય કે તમારા કુટુંબ માટે તમારો પ્રેમ હોય. કાંઈ પણ હોય, જો તમે વસ્તુને મેનેજ કરતા શીખી ગયા, તો સમજી લો તમને કોઈ સફળ થતા નથી રોકી શકતા.

પૈસા વિષે હું તમારી સફળતા તે વાત ઉપર નિર્ભર કરુ છું કે તમે તમારા પૈસા કેવી રીતે મેનેજ કરો છો એટલે કેવી રીતે તમે money earn કરો છો, કેવી રીતે પૈસાની બચત કરો છો અને કેવી રીતે પૈસાનું રોકાણ કરો છો. જો તેને તમે મેનેજ કરી લીધા, તો તમને Millionaire બનવાથી કોઈ રોકી શકતું નથી. તે વાત સમય ઉપર પણ લાગુ પડે છે. દુનિયામાં બધાને એક દિવસમાં 24 કલાક જ મળે છે. સફળ તે થાય છે, જે ટાઈમ મેનેજમેન્ટ દ્વારા સમયને યોગ્ય રીતે મેનેજ કરતા શીખી જાય છે.

અહિયાં જરૂરી વાત એ પણ છે કે આપણે જે પણ વસ્તુને મેનેજ કરતા શીખીએ તેને મેનેજ કરવાની રીત આપણે પોતે વિચારીએ અને તેને પ્રેક્ટીકલી આપણા જીવનમાં અમલ કરીએ, તો તે વસ્તુને આપણે વધુ સારી રીતે શીખી શકીએ છીએ. સૌરભના પપ્પા તેને સીધી રીતે પણ Money Management વિષે સમજાવી શકતા હતા, પરંતુ ત્યારે સૌરભને તે વાત એટલી સારી રીતે સમજાઈ ન હોત અને સાથે સાથે સૌરભની માં એ તેને થોડા સંકેતો પણ આપ્યા જેથી તે વાતને જલ્દી અને જાતે સમજી શકે.

જો આપણે પોતાને સૌરભ માનીએ અને ભગવાનને આપણા પિતા સમજીએ તો સીધી જ વાત એ છે કે ભગવાન આપણેને એટલું જ આપે છે, જેટલું આપણે મેનેજ કરવાનું જાણીએ છીએ અને જો મેનેજ કરતા આપણે શીખી લઈએ તો ‘જીવનની પરિસ્થિતિઓ’ એક માં તરીકે આપણેને સંકેત પણ આપે છે, જેથી આપણે વાતને જલ્દી સમજી શકીએ.

મિત્રો, આજથી અને અત્યારથી જ આવો. આપણે બધા સંકલ્પ કરીએ કે આપણી દરેક વસ્તુને આપણે મેનેજ કરતા શીખી લઈશું. જેથી સફળતાના દ્વાર આપણા માટે ખુલી જાય.


Source: 4masti.com

Related posts

વાંચો આ મજેદાર જોક્સ – મહિલાએ પોલીસને જણાવી પતિની એવી નિશાની, કે સાંભળીને બધા ચોંકી ગયા

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

11 કરોડનું દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક, 18 કેરેટ સોનાથી બનેલ માસ્કમાં 3600 હીરા લાગ્યા અને વાયરસથી બચાવવા માટે N-99 ફિલ્ટર લાગેલ

Amreli Live

2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

Amreli Live

કિડનીને મજામાં રાખવા માટે આ 5 વસ્તુઓથી રહો દૂર, જાણો શું છે એક્સપેટની સલાહ.

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

આ રીક્ષા હરતું-ફરતું ઘર છે, બેડરૂમ-રસોડાથી લઈને બધું, ખર્ચ ફક્ત આટલા રૂપિયા

Amreli Live

દુર્ભાગ્ય દૂર કરવા માટે અધિક માસમાં ભગવાન વિષ્ણુને ચડાવો આ 5 વસ્તુઓ.

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

બાઈક હોય કે કાર, પંચરના ડરથી છુટકારો મેળવવા માટે રાખો આ કીટ, 5 મિનિટમાં પંચર રિપેર થઇ જશે.

Amreli Live

મેષ, કર્ક અને સિંહ રાશિના લોકો જીવનસાથી સાથે પસાર કરશે ખાસ ક્ષણ, જાણો પોતાનું ભવિષ્યફળ

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

પતિનું સ્વાસ્થ્ય સારું રહે, લાંબી ઉંમર મળે અને દરેક કામમાં સફળતા મળે, એટલા માટે ભૂખી રહીને મહિલાઓ કરે છે કેવડા ત્રીજ વ્રત

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

Amreli Live