25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ મંગળવારે સોશિયલ મીડિયા પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે અને હિંમત નથી બચી. તેણે આત્મહત્યા કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બધી જ બાબત માટે રાની ચેટર્જીએ ધનંજય સિંહ નામના એક વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ફેસબુક પર ઠાલવી વ્યથા
રાની ચેટર્જીએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે,’ડિપ્રેશનમાં હું સૌથી વધારે ડિસ્ટર્બ થઈ ચૂકી છું. વારંવાર હું મજબૂત બનવાની અને પોઝિટિવ રહેવાની વાત કરું છું પરંતુ હવે સહન નથી થતું. આ વ્યક્તિ અનેક વર્ષોથી મારા વિશે ગંદી ગંદી વાતો ફેસબુક પર લખી રહ્યો છે. મેં ખૂબ જ અવગણવાની કોશિશ કરી મેં અનેક લોકોને વાત કરી પરંતુ લોકોએ કહ્યું ધ્યાનમાં ન લે. હું પણ આખરે માણસ છું. હું જાડી છું, હું વૃદ્ધ છું અથવા હું કોઈ જ કામ કરું છું તો આ ભદ્દી ભદ્દી વાતો લખે છે, લોકો મને આ બધું મોકલે છે અને કહે છે કે ઈગ્નોર કરો.’

‘પોસ્ટ પર ગંદી ગાળો આપીને મારા વિશે લખે છે’
ભોજપુરી એક્ટ્રેસે આગળ લખ્યું કે,’હું અનેક વર્ષોથી આ વાતને લઈને પરેશાન થઈ ગઈ છું. માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છું. કદાચ આ એવું ઈચ્છે છે કે હું મારો જીવ દઈ દઉં. આના કારણે જ મારી જિંદગીમાં ખૂબ જ તણાવ છે. મુંબઈ પોલીસ આ મારી વિનંતી છે કે જો હું કશું પણ કરું તો તેનો જવાબદાર ધનંજય સિંહ હશે. મેં સાઈબર સેલમાં પણ આ બાબતે ફરિયાદ કરી હતી પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે મારુ નામ નથી લખ્યું પરંતુ હું જાણું છું કે આ માત્ર મારા માટે જ લખે છે. તેની આવી પોસ્ટ પર લોકો મારુ નામ લખીને ગંદી ગંદી ગાળો આપે છે અને આ વ્યક્તિ મજા લે છે. હું હતાશ થઈ ગઈ છું. હવે હિંમત બચી નથી, કાં તો હું આત્મહત્યા કરી લઉં કારણકે હું ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છું. આના કારણે જ વર્ષોથી. હવે વધુ સહન નથી થતું.’

300થી વધારે ફિલ્મ્સમાં કર્યું છે કામ
જો વાત કરવામાં આવે કામની તો રાની ચેટર્જી પોતાની નવી ભોજપુરી ફિલ્મ ‘પાંચાલી’ સાથે દર્શકોને એન્ટરટેઈન કરવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ પોતાની આ ફિલ્મનું નવું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે. નોંધનીય છે કે એક્ટ્રેસ રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ્સની પહેલી એવી એક્ટ્રેસ છે, જેણે 300થી વધારે ફિલ્મ્સમાં કામ કર્યું છે.


Source: iamgujarat.com

Related posts

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live

રાજકોટઃ લોકડાઉનના કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા ફેક્ટરી માલિકે જીવન ટૂંકાવ્યું

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

18 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ઉત્તમ ફળ આપનારું વર્ષ, વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી લાભ

Amreli Live

અમદાવાદઃ કોરોનાના ભયથી હવે ડોક્ટર્સ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરી રહ્યા છે બંધ

Amreli Live

ચીન સાથેના સરહદ વિવાદના લીધે વડાપ્રધાન મોદી ‘સારા મૂડ’માં નથીઃ ટ્રમ્પ

Amreli Live

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

Amreli Live

રાજ્ય સરકારે આદિવાસી યુવતીની પરીક્ષા માટે સ્પેશિયલ બસ ચલાવી, બોર્ડમાં 95% લાવી

Amreli Live

કોરોનાના સંક્રમણથી બચવા વીંટી-મંગળસૂત્ર જેવી રોજ પહેરાતી જ્વેલરીની આ રીતે કરો સફાઈ

Amreli Live

શાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’

Amreli Live

ભારતની સૌથી સેફ 7 કાર્સમાં 6 ‘મેડ ઈન ઈન્ડિયા’, આ કંપનીએ માર્યું મેદાન

Amreli Live

ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ, દેશ-દુનિયા પર પડશે આ અસર

Amreli Live

દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું શરું કરી દીધું

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

Amreli Live

સાપ્તાહિક રાશિફળ 22જૂનથી 28 જૂનઃ સિંહ રાશિ માટે ખૂબ જ ખાસ છે આ સપ્તાહ

Amreli Live

કેમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કોરોના?

Amreli Live

રાજકોટ: લોકડાઉનમાં ત્રણ મહિનાનું ભાડું ચઢી જતાં સલૂન ચલાવતા યુવકનો આપઘાત

Amreli Live

ભારતીય સશસ્ત્ર દળોને ચીનની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવાની છૂટ

Amreli Live

જિયોના પેટ્રોલ પંપ પર મળશે આ કંપનીનું લુબ્રિકેંટ, કંપની ખોલશે નવા 3500 પંપ

Amreli Live