26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

ટ્રેનના કોચમાં પીળી અને સફેદ કલરની પટ્ટીઓ કેમ લગાવવામાં આવે છે?

મુસાફરી કરતી વખતે ઘણી વખત જોયું હશે ટ્રેનના કોચમાં પીળી અને સફેદ કલરની પટ્ટીઓ હોય છે, જાણો તેનું કારણ. ભારતીય રેલ્વે નેટવર્કને દુનિયાની સૌથી મોટી રેલ નેટવર્ક ગણવામાં આવે છે. 16 એપ્રિલ 1853ના રોજ ભારતીય રેલ્વેએ તેની સેવાઓ શરુ કરી હતી અને પહેલી ટ્રેન મુંબઈથી થાણે સુધી 33 કી.મિ. નું અંતર કાપ્યું હતું. ટ્રેનના કોચ ઉપર અલગ અલગ રંગની લાઈનો કેમ કરવામાં આવે છે અને ટ્રેનોના કોચનો પણ રંગ અલગ અલગ કેમ હોય છે. આવો આ લેખના માધ્યમથી અધ્યયન કરીએ.

રેલ્વે, મુશાફરીના આધુનિક સાધનો માંથી એક છે. 1951માં ભારતીય રેલ્વેને રાષ્ટ્રીયકૃત કરવામાં આવ્યું હતું અને તે આજે એશિયાનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક અને એક જ વ્યવસ્થાપનની દ્રષ્ટીએ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. વરાળ એન્જીનથી, ડીઝલ એન્જીન અને પછી વીજળીના એન્જીનો સુધીની સફર સારી રહી છે. એટલા માટે તો ભારતમાં રેલ્વે પ્રવાસને સૌથી સારો અને અવિસ્મરણીય માનવામાં આવે છે. તેના દ્વારા આરામથી અને સરળ રીતે ક્યાય પણ પહોચી શકાય છે.

અમે તમને જણાવીએ કે આશરે 164 વર્ષ પહેલા, 16 એપ્રિલ 1853ના રોજ ભારતીય રેલ્વેએ પોતાની સેવાઓ શરુ કરી હતી અને પહેલી ટ્રેન મુંબઈથી થાણે સુધી 33 કી.મિ.નું અંતર કાપ્યું હતું. તે દિવસને સાર્વજનિક અવકાશના રૂપમાં જાહેર કરવામાં આવ્યો હતો.

હંમેશા ટ્રેનમાં સફર કરતી વખતે તમે રંગીન કોચ સાથે કોઈ-કોઈ ટ્રેનોના કોચ ઉપર બનેલી અલગ અલગ રંગની લાઈનો પણ જોઈ હશે, જેવી કે પીળી કે સફેદ વગેરે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે રંગીન કોચ ઉપર બનેલી લાઈનો શું દર્શાવે છે? કેમ તે આ રીતે અમુક ટ્રેનના કોચ ઉપર બનાવામાં આવે છે? તેનો શું અર્થ થાય છે? સાથે જ આ લેખના માધ્યમથી અધ્યયન કરીશું કે ટ્રેનના કોચનો રંગ પણ અલગ-અલગ કેમ હોય છે?

ટ્રેનના કોચ ઉપર અલગ-અલગ રંગની લાઈનો કેમ કરવામાં આવે છે? આપણી ભારતીય રેલ્વેમાં ઘણી બધી વસ્તુ સમજવા માટે એક વિશેષ પ્રકારના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે ટ્રેકના છેડા ઉપર બનેલા નિશાન, પ્લેટફોર્મ ઉપર નિશાન, આ બધા નિશાનની જરૂર એટલા માટે પડી કે દરેક વ્યક્તિને તે બાબત વિષે જણાવવાની જરૂર ન રહે અને તે આ નિશાન જોઈને સરળતાથી સમજી જાય કે તે નિશાન શું દર્શાવી રહ્યું છે. તે વાતને ધ્યાનમાં રાખીને ટ્રેનના કોચમાં એક વિશેષ પ્રકારની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે.

બ્લુ (blue) ICF કોચ ઉપર કોચના છેડે બારી ઉપર પીળા કે સફેદ રંગની લાઈનો દોરવામાં આવે છે, જે ખરેખર તો તે કોચને બીજા કોચથી અલગ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે લાઈનો દ્વિતીય શ્રેણીના unreserved કોચને દર્શાવે છે. જયારે સ્ટેશન ઉપર ટ્રેન આવે છે, તો ઘણા બધા એવા લોકો છે, જેને તે વાતની મુંજવણ રહે છે કે જનરલ ડબ્બા ક્યા છે? તેવા લોકો આ પીળા રંગની લાઈન જોઇને સરળતાથી સમજી શકે કે તે જનરલ કોચ છે.

તેવી રીતે વાદળી-લાલ ઉપર બ્રાડ પીળા રંગની લાઈન વિકલાંગ અને બીમાર લોકોના કોચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે રીતે ગ્રે ઉપર લીલા રંગની લાઈનોથી સંકેત મળે છે કે કોચ માત્ર મહિલાઓ માટે છે. આ રંગ પેટર્નને મુંબઈ, પશ્ચિમ રેલ્વેમાં માત્ર નવા AutoDoor Closing EMU માટે સામેલ કરવામાં આવ્યા છે. ગ્રે (grey) રંગ ઉપર લાલ રંગની લાઈન ફર્સ્ટ ક્લાસના કોચને દર્શાવે છે. તો અલગ અલગ રંગોની લાઈનો ટ્રેનના કોચ ઉપર દર્શાવવાનો શું અર્થ થાય છે. ચાલો હવે અપણે ટ્રેનમાં અલગ અલગ કોચના રંગો વિષે અધ્યયન કરીએ.

ભારતીય રેલ્વેમાં મોટાભાગે ત્રણ પ્રકારના કોચ હોય છે.

આઈસીએફ (ICF)

એલએચબી (LHB)

હાઈબ્રીડ એલએચબી (Hybrid LHB)

કોચની વચ્ચેનો આ તફાવત તેમની બનાવટ, ડબ્બો વગેરેને કારણે હોય છે. સૌથી પહેલા વધુ જોવા મળતો કોચ સામાન્ય ICF કોચ (general ICF coach) વાદળી રંગના હોય છે, જે તમામ ICF પ્રવાસી, મેલ એક્સપ્રેસ કે સુપરફાસ્ટ ટ્રેનો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ICF એસી ટ્રેનમાં લાલ રંગના કોચનો ઉપયોગ થાય છે. ગરીબરથ ટ્રેનમાં લીલા રંગના કોચનો ઉપયોગ થાય છે. મીટર ગેજની ટ્રેનમાં ભૂરા રંગના કોચનો ઉપયોગ થાય છે. બીલીમોરા વાધઈ પ્રવાસી, એક નેનો ગેજ ટ્રેનમાં આછા લીલા રંગના કોચનો ઉપયોગ થાય છે, એટલા માટે તેમાં બ્રાઉન રંગીન કોચનો પણ ઉપયોગ થાય છે.

તે ઉપરાંત અમુક રેલ્વે ઝોને પોતાની રીતના રંગોનો પણ ઉપયોગ કર્યો છે, જેવા કે કેન્દ્રીય રેલ્વેની અમુક ટ્રેનો સફેદ-લાલ-વાદળી રંગનો ઉપયોગ કરે છે. LHB કોચમાં એક ડીફોલ્ટ લાલ રંગ હોય છે, જે રાજધાનીનો રંગ પણ હોય છે. પરંતુ તેમાં વધારાની પીળી પટ્ટી હોય છે. ગતિમાન એક્પેસ એક શતાબ્દી ટ્રેન જેવી દેખાય છે. પરંતુ તેમાં વધારાની પીળી પટ્ટી હોય છે. વગેરે

અમે તમને જણાવી આપીએ કે ભારતીય રેલ્વે ટ્રેન કોચના રંગોમાં ફેરફાર કરશે. હવે ICF કોચ ઘાટા વાદળી રંગને બદલે ગ્રે (grey) અને આછા વાદળી રંગ શતાબ્દી જેવો હશે, તેને એક નવું રૂપ આપવા માટે આમ કરવામાં આવશે.

રેલ્વે બોર્ડે તમામ 55,000 ઈંટીગ્રલ કોચ ફેક્ટ્રી (ICF) કોચોને પુનઃસ્થાપિત કરવા માટે આદેશ આપ્યો છે. નવા રંગો વાળા મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના કોચોનો પહેલો સેટ આ વર્ષથી શરુ થવાની આશા છે. તે રીતે સમય સાથે બીજા બાકીના કોચોના રંગોને પણ બદલવામાં આવશે. શું તમે જાણો છો કે દશકો સુધી ઉપયોગમાં આવનારા ઈંટ જેવા લાલ રંગના કોચોને બદલવા માટે રેલ્વે દ્વારા 90ના દશકના અંતમાં ઘાટા વાદળી કોચ બહાર પાડવામાં આવ્યા છે. તો હવે તમે જાણી ગયા હશો કે ટ્રેનના કોચ ઉપર અલગ-અલગ લાઈનો કેમ લગાવવામાં આવે છે અને ટ્રેનોના કોચોનો રંગ પણ અગલ-અલગ કેમ હોય છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, અત્યારથી કરી લો સંપૂર્ણ પ્લાનિંગ.

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

અંબાણીના ઘરના લગ્ન પણ થયા આ કપલ આંગણ ફિક્કા, ઓડી-લેન્ડ રોવર-લેમ્બોર્ગિનીમાં બેસીને મહેમાનોએ જોયા 7 ફેરા

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

મેષ રાશિની ખાસ વાતો શું છે? જાણો આ રાશિના લોકો કેવી રીતે બનાવે છે પોતાનું જીવન શ્રેષ્ઠ.

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

લક્ષ્મીજીના આ મંદિરમાં સાચા મનથી આવનારા લોકોને મળે છે માતાની કૃપા, મનોકામના થાય છે પૂરી

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

તમારા જીવનમાં ઢગલાબંધ સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો અમારી પાસે છે એની ચાવી.

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

શ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો થશે દૂર.

Amreli Live

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની ‘અંજલિ ભાભી’ એ સોશિયલ મીડિયા પર લખી ‘થેંક યૂ નોટ’.

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

ઓક્ટોબરમાં ચાર ગ્રહોમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કઈ રાશીઓ માટે રહેશે શુભ સમય.

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

113 વર્ષ જુના ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટ માંથી આજે પણ ઉત્પન્ન થાય છે વીજળી, જાણો કેટલાક અન્ય રસપ્રદ તથ્યો.

Amreli Live

રિલાયન્સ Jio એ ક્રિકેટ પેક રિચાર્જ પ્લાન રજૂ કર્યો, તમે દરેક ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.

Amreli Live