24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

ટોપલીમાં બટાકા-ડુંગળીની સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય? શું તમે પણ કરતા આવી રહ્યા છો આટલી મોટી ભૂલ

મોટાભાગના લોકો ડુંગળી અને બટાકા એકસાથે રાખે છે પરંતુ શું આ રાખવું યોગ્ય છે? જાણો આ લેખમાં. બટાટા-ડુંગળીનો ઉપયોગ સામાન્ય રીતે રસોડામાં સૌથી વધુ થાય છે. ડુંગળી દરેક શાકમાં ઉમેરવામાં આવે છે, અને બટાટામાંથી બનેલી વાનગી બાળકોથી યુવાનો અને વૃદ્ધો દરેક વયના લોકોને પ્રિય હોય છે. તેથી મહિલાઓ બટાટા અને ડુંગળીનો સ્ટોક સંગ્રહ કરી રાખે છે. એવું જોવા મળે છે કે લોકો રસોડામાં અથવા ખુલ્લા વિસ્તારમાં બટાટા અને ડુંગળીને એક જ ટોપલીમાં રાખે છે. પરંતુ શું તે બંનેને એક સાથે રાખવા યોગ્ય છે? તો ચાલો આજે તમને જણાવીએ કે બટાટા ડુંગળીનો સંગ્રહ કેવી રીતે કરવો.

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે બટાટા-ડુંગળીને ક્યારેય રેફ્રિજરેટર (ફ્રિઝ) માં રાખવા જોઈએ નહિ. ડુંગળીને ફ્રિઝમાં રાખવાથી ફ્રિઝમાંથી દુર્ગંધ આવે છે, સાથે સાથે તે અન્ય શાકભાજીને પણ બગાડે છે. સાથે જ બટાટામાં મોટા પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ હોય છે, જે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો ખરાબ થવા છે.

આજકાલ બજારમાં એવી ટોપલીઓ મળવા લાગી છે, જેમાં બટાટા અને ડુંગળી એક સાથે રાખવામાં આવે છે. જો કે, આમ કરવું યોગ્ય નથી. બટાટા અને ડુંગળીને ક્યારેય સાથે રાખવા જોઈએ નહિ. જો બટાટા અને ડુંગળી એક સાથે મૂકવામાં આવે તો બટાટા ઝડપથી અંકુરિત થઈ શકે છે, અને તેનો સ્વાદ બગડી જાય છે. આ સિવાય તેને કેળા અને અન્ય ફળો સાથે પણ ન રાખવા જોઈએ.

બટાટામાં કેલ્શિયમ, પ્રોટીન, આયરન, વિટામિન બી 6, વિટામિન સી, ફોસ્ફરસ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઇબર, થાઇમિન વગેરે ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તેના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય. બટાટાનો યોગ્ય રીતે સંગ્રહિ ન કરવામાં આવે તો તે અંકુરિત થવા લાગે છે. કેટલીક વાર તે લીલા પણ થઈ જાય છે.

સામાન્ય રીતે મહિલાઓ બટાટાને બાસ્કેટમાં મૂકીને તેને રસોડા પર મૂકી દે છે. પરંતુ બટાટાને ક્યારે પણ ખુલ્લામાં સ્ટોર કરવા જોઇએ નહિ. તેમને ડ્રોઅરમાં, બાસ્કેટમાં, કાગળની થેલીમાં અથવા વાંસના શાકભાજી સ્ટીમરમાં રાખવા વધારે યોગ્ય રહે છે. ફક્ત એક વાત ધ્યાનમાં રાખો કે, તેમને એવી જગ્યાએ મૂકો જ્યાં અંધકાર હોય અને પવન આવતો રહે.

મોટે ભાગે લોકો ડુંગળીનો આખા વર્ષ માટે એક સાથે સંગ્રહ કરે છે. પરંતુ કેટલીક વાર ડુંગળી સ્ટોર કરવાથી અડધાથી વધુ બગડી જાય છે, અને ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે. આવું ના થાય એ માટે ડુંગળીને સારી રીતે સૂકવીને, તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ અને ભેજ ન હોય.

જ્યારે ડુંગળીનો ટોચનો ભાગ સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે તેને છુટો કરી દો. પછી તે ડુંગળીને એવી જગ્યાએ સ્ટોર કરો કે જ્યાં તાપમાન 4 થી 10 ડીગ્રી સેલ્સિયસ અથવા 40 થી 50 ડીગ્રી ફેરનહિટ હોય. ત્યારબાદ ડુંગળીને અંધારાવાળી જગ્યાએ ફેલાવી દો, જેથી તેમાં ભેજ ન લાગે. જો ડુંગળી સૂકી અને અંધારાવાળી જગ્યાએ રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી રહી શકે છે. તેને સમય સમય ઉપર ઉલટ પલટ કરતા રહો.

રોજ વપરાતી ડુંગળીને કાગળની થેલીમાં નાંખો અને તેના પર નાના કાણાં બનાવી દો. આ રીતે તમારી ડુંગળી તાજી રહેશે અને તેમાં સડો નહિ આવે કે તે બગડશે નહિ.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આજે આ રાશિના લોકો આર્થિક લાભ મેળવી શકે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય, કુંવારા માટે લગ્‍નનો યોગ છે.

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live

દશેરા પર આ વસ્તુઓ દેખાય તો ગણાય છે શુભ, ખુલી જાય છે નસીબના તાળા

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ભારતીય બજારમાં છે આ પાંચ સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત છે 5,000 રૂપિયાથી પણ ઓછી, જુઓ આખું લિસ્ટ

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

Jio એ લોન્ચ કર્યું. પોતાનું વેબ બ્રાઉઝર JioPages, મજબૂત ડેટા સિક્યોરિટીનો છે વાયદો

Amreli Live

ઘર્ષણ ઓછું થાય એ માટે સહમત થાય ચીની અને ભારતીય વિદેશમંત્રી, 40 થી વધુ ચીની સૈનિક ફૂંકાઈ ગયા.

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

આ રીતે કસરત કરશો, તો વધી શકે છે કોરોના વાયરસ સંક્રમણનો ભય.

Amreli Live

જો સંતાનો ની શિક્ષા, કરિયર કે લગ્નની હોય ચિંતા તો કરો આ ઉપાય.

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

સૂર્યદેવના તેજની જેમ આજે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

Amreli Live

આજે શનિવારના દિવસે આ રાશિઓનો થશે ભાગ્યોદય, મેળવશે અપાર ધનલાભ

Amreli Live

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

Amreli Live

વાસ્તુશાસ્ત્ર : ઘરની આગળ ન હોવો જોઈએ કંટાળો છોડ, મકાનથી ઉંચુ ઝાડ સમસ્યાનું કારણ થઇ શકે.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

ટાલિયા હોય તે લોકો માટે ઘાતક થઈ શકે છે કોરોના, સંશોધનમાં ખુલાસો.

Amreli Live