14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક આ રીતે બદલી દેશે આપણી દુનિયા, પાર્ટ 1.

તમે ક્યારેક તો એલોન મસ્કનું નામ સાંભળ્યું જ હશે. તે એક અમીરીકી બિલિયોનેર છે. જે સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી બિલિયન ડોલર કંપનીના સિઇઓ છે. તેમજ દુનિયાના પાંચમા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. એલોન મસ્ક અને તેમની કંપનીઓ એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જે આપણા આવનાર ભવિષ્યને સંપૂર્ણપણે બદલી નાંખશે.

તેઓ હાલમાં આપણા સંચારની પદ્ધતિ, પાવર સપ્લાય તેમજ માર્ગ પરિવહનને સંપૂર્ણ રીતે બદલવા માટે મંડી પડ્યા છે. આજે અમે તમને એલોન મસ્ક દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીઓ તેમજ તેમણે શરૂ કરેલા પ્રોજેકટની માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે આપણા ભવિષ્યને બદલી નાંખશે.

(1) ટેસ્લા : ટેસ્લા એક કાર બનાવતી કંપની છે, જેણે હાલમાં જ ટોયોટા કંપનીને પણ પાછળ પાડીને સૌથી મોટી ઓટો મોબાઈલ કંપનીનો દરજ્જો પોતાના નામે કરી દીધો છે. આ કંપનીની શરૂવાત 2003 માં કરવામાં આવી હતી. આ કંપનીએ દુનિયામાં ઇલેકટ્રોનિક કારની વ્યાખ્યાને બદલી નાંખી છે. એલોન મસ્ક પોતાનો મોટાભાગનો સમય આ કંપનીને આપે છે. આ કંપનીએ માત્ર 17 વર્ષમાં દુનિયાની બધી જ કાર બનાવતી કંપનીઓને હંફાવી દીધી છે.

આ કંપની ઇલેકટ્રોનિક કાર સિવાય, સોલાર એનર્જી, સેમિ-હાયબ્રિડ ટ્રક, બેટરી તેમજ સ્વયં સંચાલિત કાર બનાવવા માટે કામ કરી રહી છે. ટેસ્લા કંપની સસ્તી ઇલેકટ્રોનિક કાર બનાવી આપણા ભવિષ્યને બદલવા સાથે જ એવી સ્વયં સંચાલિત કાર બનાવવા માટે કામ કરી રહી છે. જે આવનારા ભવિષ્યમાં દરેક કારમાં જોવા મળશે. જે માણસો કરતા વધારે સારી રીતે ગાડી ચલાવી શકશે. આવનારા ભવિષ્યમાં આ કંપની દુનિયાના બીજા દેશોમાં પણ પોતાનો વિસ્તાર કરવા માટે કામ કરી રહી છે.

(2) હાઇપર લુપ : એલોન મસ્કનું સપનું જમીન પર થતા માર્ગ પરિવહનની ઊંચે આકાશમાં લઇ જવાને બદલે ધરતીની નીચે લઈ જવાનું છે. એલોન મસ્કનો હાઇપર લુપ પ્રોજેક્ટ એક ખૂબ જ ઝડપી પરિવહન વ્યવસ્થા છે, તેના અંતર્ગત એક હાઇપર ટ્રેન લો પ્રેશર ટ્યુબ માંથી પસાર થશે, જ્યાં તેને ચુંબકીય શક્તિ દ્વારા ઉર્જા મળશે. લો પ્રેશરના લીધે હાઇપર લુપ ટ્રેન એક ખાલી અવકાશમાં ચાલશે ,જ્યાં કોઈ જાતનો અવરોધ હશે નહીં. આના કારણે હાઇપર લુપ 900 થી 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકશે. એટલે કે આ ઝડપે આપણે દિલ્હીથી મુંબઇ સુધીનો 20 કલાકનો રસ્તો માત્ર 2 કલાકમાં કાપી શકીશું.

આ હાઇપર લુપનો મેઈન્ટેનન્સ ખર્ચો અન્ય બુલેટ ટ્રેન કરતા પણ ખૂબ ઓછો આવશે. તેમજ ટીકીટની કિંમત પણ ઓછી હશે. પણ , હાલમાં આ પ્રોજેકટને સાકાર કરવા અન્ય ટેકનોલોજીને વિકસાવવાની ખૂબ જરૂર છે. હાલમાં આ પ્રોજેક્ટમાં તેનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો એક મોટી પડકાર રૂપ સમસ્યા છે. કેમ કે હાઇપર લુપની ટ્યૂબ બનાવવાનો ખર્ચો ખૂબ જ વધારે થાય છે. જેને ઓછો કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

(3) સ્પેસ એક્સ : સ્પેસ એક્સ એક એરોસ્પેસ કંપની છે. જેની શરૂવાત 2002 માં થઈ હતી. આ કંપની બનાવવા પાછળ એલોન મસ્કનો મુખ્ય હેતુ, સ્પેસમાં વપરાયેલ રોકેટનો ફરી ઉપયોગ કરી અવકાશ પરિવહનના ખર્ચને ઓછો કરવાનો અને સાથે જ ભવિષ્યમાં મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવાનો છે. હમણાં સુધી સ્પેસ એક્સ કંપની પોતાના કામમાં ઘણી સફળ રહી છે, જે હાલમાં દુનિયાની સૌથી મોટી એરોસ્પેસ કંપની બની ગઈ છે. મેં, 2020 માં સ્પેસ એક્સ કંપની અમેરિકી અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસશટલ સુધી લઈ જનારી પહેલી પ્રાઇવેટ સ્પેસ કંપની બની ગઈ છે.

આ કંપની સ્ટારશિપ રોકેટ વિકસાવવા માં લાગી છે. જે હમણાં સુધીનું સહુથી શક્તિશાળી રોકેટ હશે, જે અવકાશયાત્રીઓને ચંદ્ર તેમજ મંગળ ગ્રહ પર લઈ જવા સક્ષમ હશે. આ રોકેટની ખાસ વાત એ છે કે તેનો ફરી ઉપયોગ કરી શકાશે. એટલે કે તેનું અંતરિક્ષમાં કામ પતિ જાય પછી આ રોકેટ ફરી ધરતી પર આવશે અને તેનો ફરી ઉપયોગ કરી શકાશે. સ્પેસ એક્સ 2023 માં જાપાનના અમુક ધનિકો તેમજ આર્ટિસ્ટને ચંદ્રની સફર પર લઈ જવાની યોજના બનાવી રહ્યું છે. આ સ્પેસ એક્સ કંપની પોતાના સબ ઓરબીટલ રોકેટ વિકસાવવામાં લાગી છે. જે સુપર ફાસ્ટ ફ્લાઇટ હશે. તેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરીનો સમય ઘણો ઓછો થઈ જશે.

(4) સ્ટાર લિંક : એલોન મસ્કની સ્ટાર એક્સ કંપનીએ પોતાના સપના પુરા કરવા જરૂરી પૈસા ઉભા કરવા માટે સ્ટાર લિંક કંપનીની શરૂઆત કરી. સ્ટાર લિંક એક સેટેલાઇટ ઈન્ટરનેટ વ્યવસ્થા છે. જેનું નિર્માણ સ્પેસ એક્સ દ્વારા જ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટની શરૂઆત 2015 માં કરવામાં આવી હતી. તેના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2018 માં તેના 2 ટેસ્ટ સેટેલાઇટને ડ્રાઇવ કરવામાં આવ્યા હતા, જે સફળ રહ્યા હતા. મે 2019 માં પહેલી વખત આશરે 60 ઓપરેશનલ સેટેલાઇટને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં તરતા મુકવામાં આવ્યા અને સ્ટાર લિંક પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું.

આ પ્રોજેકટનો મુખ્ય હેતુ દુનિયાના દરેક ખૂણામાં સસ્તું અને વધારે સ્પીડવાળું ઈન્ટરનેટ પહોંચાડવાનો છે. હાલમાં લગભગ 700 જેટલા સ્પેસલિંક સેટેલાઇટ અંતરિક્ષમાં હાજર છે, આવનારા થોડા સમયમાં કંપની અમેરિકાના અમુક શહેરોમાં પોતાની ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટના લીધે આપણે સસ્તા વધારે સ્પીડવાળા ઈન્ટરનેટનો આનંદ માણી શકીશું. એક અનુમાન મુજબ સ્પેસ એક્સ કંપની પોતાના સ્ટાર લીક પ્રોજેકટની મદદથી લગભગ દર વર્ષે 30 મિલિયન ડૉલરથી વધારે કમાણી કરશે.

એલોન મસ્કના અન્ય પ્રોજેક્ટ વિષે આપણે બીજા અંકમાં જાણીશું.


Source: gujaratilekh.com

Related posts

મહિલાએ પૂછ્યું ‘મારા ઘરની બહાર ઉતારાનું લીંબુ કોણે મુક્યું’ પછી પાડોશી સાથે જે થયું તે કોઈએ વિચાર્યું ન પણ હતું.

Amreli Live

શનિ મહારાજના આશીર્વાદથી આજનો દિવસ આવકમાં વૃદ્ઘિ અને લાભ સૂચવી જાય, ભાગ્‍યવૃદ્ઘિનો દિવસ છે.

Amreli Live

તે શું છે જે પુરૂષોનું વધે છે અને મહિલાઓનું નહિ? કોયડા જેવા આ વિચિત્ર IAS ઇન્ટરવ્યૂના સવાલનો જવાબ છે ખતરનાક.

Amreli Live

મજેદાર જોક્સ : પત્ની : ડાર્લિંગ સાંભળો છો, મારી ઉંમર 48 હોવા છતાં પણ તમારો એક મિત્ર મારી “સુંદરતાની પ્રશંસા” કરે છે….

Amreli Live

લગ્ન વગર માં બની ચુકી છે બોલીવુડની આ 10 અભિનેત્રીઓ, એકની પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને લાગ્યો હતો ઝટકો.

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

પગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, નોકરીમાં હોદ્દો વધે તેવી શક્યતા છે.

Amreli Live

જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો હોય છે ઘણા મહેનતી, જાણો તેમના કેટલાક રહસ્ય અને અન્ય ખાસિયત

Amreli Live

12 વર્ષમાં કંગાળ થઇ ગયા નાના ભાઈ, મોટા ભાઈની નારાજગીથી શરુ થઇ ગયો હતો અંત.

Amreli Live

આ રાશિની છોકરીઓ પોતાના પસંદના વરરાજા સાથે જ કરે છે લગ્ન, લવ મેરેજમાં કરે છે ભરોસો.

Amreli Live

જાણો કોણ છે મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા ‘શબનમ’, અસલ જીવનમાં દેખાય છે આવી.

Amreli Live

આજે આ 6 રાશિઓ પર રહેશે લક્ષ્મી માતાની કૃપા, આર્થિક લાભ મળશે, વેપારનું વિસ્‍તરણ કરી શકશો.

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

મોટી બહેનની જેમ ભજન ગાઈને બનાવ્યું નામ, પછી બદલી નાખ્યો રસ્તો, જાણો હાલમાં ક્યાં છે જયા કિશોરીની નાની બહેન.

Amreli Live

હરિયાણાના જસમેરે ઉંમરને આપી હાર : 62 વર્ષના થયા તો કરી અનોખી ઉજવણી

Amreli Live

ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

Amreli Live

ત્રિધા ચૌધરીએ ‘આશ્રમ’ માં આપ્યા હતા બોલ્ડ સીન, હવે બાથરૂમમાં આ કામ કરીને મચાવી ધમાલ.

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live

પતિ-પત્નીનું થયું એવું મૃત્યુ કે લોકો પણ બોલ્યા ભગવાન આવું મોત દુશ્મનને પણ ન આપે

Amreli Live

Google Pixel 4a પંચ-હોલ ડિસ્પ્લે સાથે ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત.

Amreli Live