આની આગળના લેખમાં અમે તમને એલોન મસ્કના આપણી દુનિયાને બદલી શકે એવા પ્રોજેક્ટ જેમ કે ટેસ્લા, હાઇપર લુપ, સ્પેસ એક્સ, સ્ટાર લિંક નામના પ્રોજેક્ટ વિષે વિસ્તારથી જાણ્યું. જો તમે તે લેખ નથી વાંચ્યો, તો અમારા પેજ પર જઈને વાંચી શકો છો. આવો હવે તેમના અન્ય દમદાર પ્રોજેક્ટ વિષે પણ જણાવી દઈએ.
(5) બોરિંગ કંપની : બોરિંગ કંપની એલોન મસ્કની એક ફંડ કંપની છે. જેની સ્થાપના 2016 માં કરવામાં આવી છે. આ કંપનીને શરૂ કરવાનો વિચાર એલોન મસ્કને લોસ એન્જેલસના ટ્રાફિક અને આપણી 2D પરિવહનની ખામીઓ અને સીમાઓને જોઈને આવ્યો હતો. આ કંપની મુખ્યત્વે બાંધકામની કામગીરી કરતી અને ટનલ બનાવતી કંપની છે. આ કંપનીનો મુખ્ય હેતુ, પરિવહન વ્યવસ્થાને મોટી ટનલની મદદથી અન્ડરગ્રાઉન્ડ પરિવહન વિકસાવવાનો છે. જેથી ટ્રાફિકની સમસ્યાને સુધારી શકાય.
વર્તમાન સમયમાં આવી મોટી ટનલ બનાવવા ઘણો સમય અને પૈસાનો ખર્ચ થાય તેમ છે, તેથી બોરિંગ કંપની એવા મશીન બનાવી રહી છે. જેનાથી ઘણા ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ટનલ બનાવી શકાય. એલોન મસ્કનો દાવો છે કે તેઓ થોડા જ સમયમાં પોતાની પહેલી અન્ડરગ્રાઉન્ડ ટનલ સિસ્ટમને લોન્ચ કરવાના છે, જેનાથી લોકો શહેરની ભીડભાળ, સ્પીડ લિમિટની ચિંતા કર્યા વિના એક શહેર માંથી બીજા શહેરની મુસાફરી કરી શકશે.
આ અન્ડર ગ્રાઉન્ડ ટનલ સિસ્ટમ ઇલેકટ્રોનિક કાર અને સ્વયં સંચાલિત કાર માટે જ વાપરવામાં આવશે. જેના પ્રવેશ દ્વાર અને સ્ટેશન ખૂબ જ ઓછી જગ્યા રોકશે. જેના કારણે આ ટનલને શહેરના દરેક ભાગ સાથે સરળતાથી જોડવામાં આવશે. આ ટનલ મલ્ટી ડાયમેશનલ હશે. જે ભવિષ્યમાં માર્ગ પરિવહનની પરિભાષા બદલી નાખશે. એવું કહેવાય છે કે બોરિંગ કંપનીનું આ ટનલ બનાવતું મશીન ભવિષ્યમાં મંગળ ગ્રહ પર પણ ઉપયોગી બનશે.
(6) સોલાર સીટી : સોલાર સિટીની સ્થાપના ટેસ્લા કંપની એ 2016 માં કરી હતી. જે એક સોલાર પેનલ અને સોલાર રુફ ટાઇલ બનાવતી કંપની છે. આ કંપનીની મદદથી એલોન મસ્ક પોતાના કાર્બન ન્યુટ્રલ અર્થના સપનાને સાકાર કરવા માટે લાગ્યા છે. એલોન મસ્કનું માનવું છે કે, સોલાર એનર્જીને ક્ષેત્રમાં એડવાન્સ ટેકનોલોજીની મદદથી આપણે આપણી પૃથ્વીને કાર્બન મુક્ત બનાવી શકીએ છીએ. પોતાના આ વિચારને અમલમાં મૂકવા તેમણે એક ખોટમાં પડેલી સોલાર કંપનીને ખરીદી લીધી અને તેમાં ઘણા પૈસાનું રોકાણ કરી આ કંપનીની પ્રોડક્ટ્સને વધારી.
અન્ય સોલાર કંપની સાથે સ્પર્ધામાં ટકી રહેવા સોલાર સીટી એ ખૂબ જ સસ્તા ભાવે સોલાર રુફ ટાઇલ લોન્ચ કરવાનું નક્કી કર્યું. સોલાર સીટી દ્વારા બનતી સોલાર પેનલ અન્ય કંપની કરતા ઘણી ઓછી કિંમતની અને ઓછા સમયમાં લાગી જતી સોલાર ટાઇલ છે. આ ટાઇલને ટેસ્લા પાવર બેટરી સાથે જોડીને પાવરને બચાવી કે વેચીને પૈસા કમાઈ શકો છો, કે પછી તમારી ઇલેકટ્રોનિક કારની બેટરી પણ ચાર્જ કરી શકો છો. સોલાર સિટીની યોજના આવનારા વર્ષોમાં પોતાની પ્રોડક્ટ્સ આખા અમેરિકામાં પહોંચાડવાની છે.
(7) ઓપન એઆઈ : એલોન મસ્ક એવા ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છે. જેનો પ્રભાવ આપણા ભવિષ્યમાં પડવાનો છે. જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. દુનિયાભરના વૈજ્ઞાનિકો હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે રોબોટ બનાવવા મહેનત કરી રહ્યા છે. તે દિવસ હવે દૂર નથી જયારે રોબોટ્સ દરેક ક્ષેત્રમાં માણસો કરતા આગળ નીકળી જશે. ઓપન એઆઈ એલોન મસ્કની એક નોન પ્રોફિટ કંપની છે. જેનો ઉદેશયે છે કે આ રોબોટ્સ માણસો માટે ખતરારૂપ ના બને અને તેનો યોગ્ય ઉપયોગ થાય.
એલોન મસ્ક ઘણી વખત એવું વ્યક્ત કરી ચુક્યા છે કે , ભવિષ્યમાં રોબોટ્સ માણસો કરતા ઘણા આગળ નીકળી જશે. જે માણસો માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. આવામાં આ રોબોટ્સનો યોગ્ય ઉપયોગ થાય અને તેનાથી નુકશાન ના થાય તેં બાબતનું ધ્યાન રાખવા માટે એલોન મસ્કે આ ફાયદા વગરની કંપની ઓપન એઆઈની શરૂવાત કરી. આ કંપની રોબોટ્સમાં કોઈ નવી શોધ નથી કરતી. પરંતુ જે કંપની રોબોટ્સની શોધ કરે છે, એના પર નજર રાખવાનું કામ કરે છે. જેથી ભવિષ્યમાં મનુષ્ય જાતિને તેનાથી કોઈ હાનિ ના થાય.
(8) ન્યુરા લિંક : ન્યુરા લિંક એ એલોન મસ્કનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં તે માણસો અને રોબોટ્સને એકબીજા સાથે જોડવાની સંભાવના પર કામ કરી રહ્યા છે. હાલના સમયમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસો કરતા ઘણા આગળ વધી ગયા છે, જે ઘણા અઘરા કામ ઓછા સમયમાં કરવા સક્ષમ થઈ ચૂકી છે. આવામાં આ રોબોટ્સ ભવિષ્યમાં માણસોને દરેક ક્ષેત્રમાં પાછળ કરી દેશે, જે ઘણી ચિંતાનો વિષય છે. પણ, એલોન મસ્કનું માનવું છે કે જો આ રોબોટ્સનો યોગ્ય ઉપયોગ થાય, તો તે માણસો માટે ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એલોન મસ્કનું માનવું છે કે જો આપણે કોઈક રીતે માણસોની બુદ્ધિને રોબોટ્સના ઈન્ટેલિજન્સ સાથે જોડી દઈએ તો આપણે મશીનરૂપ માણસનું નિર્માણ કરી શકીશું. ન્યુરા લિંક આજ પ્રોજેકટ પર કામ કરી રહી છે. ન્યુરા લિંક એવા કમ્પ્યુટર ચિપ્સના નિર્માણમાં લાગી છે, જેને અપંગ લોકોના મગજમાં નાંખીને તેમને નવું અંગ આપી મદદ કરશે. અને જેમ જેમ નવી શોધ થશે, તેમ આ ચિપ્સને અપગ્રેડ પણ કરવામાં આવશે.
એલોન મસ્કનું માનવું છે કે આ નાની નાની ચિપ્સ માણસોના વિચાર વાંચવામાં મદદરૂપ થશે. એટલે કે તમારે કોઈ વસ્તુ શોધવા માટે બ્રાઉઝરમાં લખવાની જરૂર નહીં પડે, તમે માત્ર તેના વિશે વિચારો અને તે તેની જાતે જ શોધી લેશે. જો આ સંશોધન કામ યોગ્ય રીતે ચાલ્યું તો થોડા જ સમયમાં ન્યુરા લિંક તેની પહેલી ચિપ્સને ટેસ્ટ પણ કરી લેશે.
Source: gujaratilekh.com