25.9 C
Amreli
11/08/2020
bhaskar-news

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…બોલિવૂડ સિંગર સોનુ નિગમે સોમવારે વધુ એક વીડિયો જારી કરીને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ વીડિયોમાં સોનુ ખુલ્લેઆમ ટી-સીરિઝ અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂકતા કહે છે કે, ‘ભૂષણ કુમાર, હવે તો તારું નામ મારે લેવું જ પડશે અને તુ એને જ લાયક છું. તેં ખોટા માણસ સાથે દુશ્મની વ્હોરી લીધી છે. ભૂલી ગયો એ સમય, જ્યારે તુ મારા ઘરે આવીને કહેતો હતો કે, ભાઈ મારું આલબમ કરી દે, ભાઈ ‘દીવાના’ કરી દે, ભાઈ મને સહારા શ્રી સાથે મુલાકાત કરાવી દે, સ્મિતા ઠાકરે સાથે મુલાકાત કરાવી દે, બાળ ઠાકરે સાથે મુલાકાત કરાવી દે, ભાઈ અબુ સાલેમથી બચાવી લે. હવે હું તને કહી રહ્યો છું કે, ભાઈ હવે મારી સાથે ના પંગો લેતો. મરીના કુંવર યાદ છે ને? તે કેમ બોલી અને કેમ બેક આઉટ થઈ? એ મને નથી ખબર, પરંતુ મીડિયા જાણે છે. તેનો વીડિયો મારી પાસે પડ્યો છે. હવે મારી સાથે પંગો લઈશ તો તેનો વીડિયો યુ ટ્યૂબ પર અપલોડ કરી દઈશ અને બહુ ધૂમધામ સાથે નાંખીશ. મારી સાથે મગજમારી ના કરતો…’

ભૂષણ કુમારને એક્સપોઝ કરવાની ધમકી
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવૂડમાં સગાવાદનો મામલો ગરમાયો છે, ત્યારે સોનુ નિગમે બોલિવૂડમાં ચાલતા સગાવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ બીજા વીડિયોમાં સોનુએ ભૂષણ કુમારનું નામ લઈને તેને એક્સપોઝ કરવાની ધમકી આપી છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘લાતો કે માફિયા બાતો સે નહીં માનતે.’

નવોદિતો સાથે પ્રેમથી વર્તોઃ સોનુ
આ પહેલાના વીડિયોમાં સોનુએ કોઈનું નામ નહોતું લીધું અને કહ્યું હતું કે, ‘તમે લોકો નવોદિતો સાથે પ્રેમથી વર્તો. આત્મહત્યા પછી રોવા કરતા એ સારું છે કે, અહીંનો માહોલ જ સુધારવામાં આવે, પરંતુ માફિયાઓ તો માફિયાની જેમ જ કામ કરશે. તેમણે તો છ મહાન લોકોને પણ કહ્યું છે કે, મારી વિરુદ્ધ ઈન્ટરવ્યૂ આપે. તેમાંથી કેટલાક તો મારી ખૂબ નજીક છે, પરંતુ હવે તેમને અલગ થઈને બોલવું પડી રહ્યું છે.’

ભૂષણકુમારની પત્ની દિવ્યાએ સોનુને ‘અહેસાનફરામોશ’ ગણાવ્યો
આ દરમિયાન ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાએ સોનુ પર જૂઠ્ઠું અભિયાન ચલાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, સોનુ અહેસાનફરામોશ છે. અમારી કંપની ટી સીરિઝે જ સોનુને બ્રેક આપ્યો હતો.

મરીના કુંવર: 2018માં ભૂષણ કુમાર મી-ટુનો આરોપ લગાવ્યો હતો
‘શપથ’, ‘સીઆઈડી’, અને ‘આહટ’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી મરીના કુંવર એક અભિનેત્રી અને મોડલ છે. તેણે 2018માં ભૂષણ કુમાર પર મી-ટુ દરમિયાન આરોપ મૂક્યા હતા.

સોનુ નિગમે શું કહ્યું?
સોનુ નિગમે કહ્યું હતું, ‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. મેં કોઈનું નામ નહોતું લીધું અને ઘણાં જ પ્રેમથી કહ્યું હતું કે તમે લોકો નવા લોકો સાથે પ્રેમથી રહો. સુસાઈડ થયા બાદ રડવું એના કરતાં પહેલાં જ માહોલ સુધારી લેવામાં આવે. જોકે, આ માફિયા છે અને તેઓ માફિયાની ચાલ જ ચાલશે. તેમની તો આ આદત છે. તેમણે છ મહાન લોકોને કહ્યું છે કે તેઓ મારા વિરુદ્ધ બોલે. મેં હજી સુધી કોઈનું નામ લીધું નથી પરંતુ મારું નામ લેવામાં આવી રહ્યું છે.’

સોનુએ આગળ કહ્યું હતું, ‘આમાંથી કેટલાંક તો એવા છે, જે મારા નિકટના છે અને છેલ્લાં ઘણાં વર્ષોથી મને આ વાત કરતાં આવ્યા છે. જોકે, હવે તેમણે કંઈક અલગ જ વાત કરવી પડે છે, આમાંથી એક તો સગો ભાઈ છે, જેણે દોઢ વર્ષ પહેલાં ટ્વિટર પર કહ્યું હતું કે જો મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં એકતા હોત તો સીન કંઈક અલગ જ હોત, કારણ કે દેશના દરેક મ્યૂઝિશિયનને હેરાન કરવામાં આવે છે, કારણ કે તેમને એ નથી કરવા દેવામાં આવતું, જે તેઓ કરવા ઈચ્છે છે. આ તેની ભાષા છે. આજથી થોડાં સમય પહેલાંની. ખરી રીતે, અહીંયા જ માણસ માર ખાય છે, કારણ કે ખોટો વ્યક્તિ ખોટી ચાલ ચાલે છે.’

ભૂષણ કુમારને લઈ સોનુ નિગમે આ વાત કહી
સોનુવીડિયોમાં છેલ્લે ભૂષણ કુમાર અંગે વાત કરે છે. સોનુ નિગમે કહ્યું હતું, ‘ભૂષણ કુમાર, હવે તો તારું નામ લેવું જ પડશે અને હવે તું ‘તું’ને જ લાયક છો. તે ખોટા માણસ સાથે પંગો લીધો છે. સમજ્યો. તું એ ટાઈમ ભૂલી ગયો, જ્યારે તું મારા ઘરે આવીને ‘ભાઈ, મારા આલ્બમમાં કામ કરી દો, ભાઈ ‘દીવાના’ કરી દો. ભાઈ મને સહારાશ્રી સાથે મુલાકાત કરાવો, સ્મિતા ઠાકરે સાથે મળાવો, ભાઈ બાળ ઠાકરે સાથે મુલાકાત કરાવ…ભાઈ અબુ સાલેમથી બચાવી લો..યાદ છે ને? અબુ સાલેમથી બચાવી લો….ભાઈ, અબુ સાલેમગાળો આપી રહ્યો છે. યાદ છે ને આ બધી વાતો કે નહીં? હું તને કહી રહ્યો છું કે હવે તું મારું મોં ના ખોલાવીશ…બસ..તે ખોટા વ્યક્તિ સાથે બાથ ભીડી છે..’

સોનુએ અંતમાં કહ્યું હતું, ‘મરીના કુંવર યાદ છે કે નહીં, મરીના કુંવર? તે શું બોલી હતી અને કેમ બેકઆઉટ થઈ? મને નથી ખબર પરંતુ મીડિયાને બધો જ ખ્યાલ છે. માફિયા આ રીતે ફંક્શન કરે છે. તેનો વીડિયો મારી પાસે પડ્યો છે. જો હવે તે મારી સાથે પંગો લીધો તો તેનો વીડિયો હું મારી યુ ટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરીશ અને ધૂમધામથી નાખીશ. મારું મોઢું ના ખોલાવીશ. બસ.. હવે.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જ્યારે ભારતમાં MeToo મૂવમેન્ટ ચાલી હતી ત્યારે મરીનાએ ભૂષણ કુમાર તથા ડિરેક્ટર સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. મરીના ટીવી એક્ટ્રેસ તથા મોડલ છે. તેણે આજ તક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભૂષણ કુમારે વીડિયોમાં કામ અપાવવાના બહાને ઘરે બોલાવી હતી અને તેની સાથે ખોટું કામ કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sonu Nigam Warns t series owner Bhushan Kumar

Related posts

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

Amreli Live

પ્રથમવાર એક દિવસમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર, પરંતુ સારા સમાચાર એ છે કે 24 કલાકમાં રેકોર્ડ 37,125 દર્દી સાજા પણ થયા

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

15 દિવસમાં મોતનો આંકડો બમણો થયો: 10 એપ્રિલ સુધી 1 લાખના મોત થયા હતા, હવે મરનારાઓની સંખ્યા 2 લાખ થઇ ગઇ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live