ફૌજી જવાનોને ફસાવવા માટે શેયર કરતી હતી ટિક્ટોક વિડીયો, મિત્ર બનાવ્યા પછી કરતી હતી આવું કામ. મેરઠના હની ટ્રેપ કેસમાં ફૌજી જવાનને ફસાવનારી એક યુવતી સહીત બે આરોપીઓને બુધવારે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પુછપરછ દરમિયાન યુવતીએ ઘણા રહસ્યો જણાવ્યા, પરંતુ હજી પણ ઘણા ફૌજી જવાનોના રહસ્યો તેના પાંચ મોબાઇલ ફોનમાં સંતાયેલા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, ફરિયાદી ફૌજી જવાન ટિક્ટોક દ્વારા યુવતીની જાળમાં ફસાયો હતો.
તેમજ યુવતીએ નકલી આઈડીની મદદથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણાં એકાઉન્ટ્સ પણ બનાવ્યા છે. પોલીસે યુવતીના મોબાઈલની સીડીઆર તપાસ સાથે આ નકલી આઈડી અને એકાઉન્ટની તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ પાસેથી સોનાની ચેન, ત્રણ પર્સ, પાંચ મોબાઈલ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. એક ફૌજી જવાનને હની ટ્રેપમાં ફસાવીને યુવતીએ સોનાની ચેન, એક મોબાઇલ અને રોકડ રકમ ઠગ્યા હતા. યુવતીએ તે ફૌજી જવાનને નૌચંદી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતી એક હોટલમાં બોલાવીને તેના કઢંગી વીડિયો અને ફોટા બનાવ્યા હતા.
એસપી સિટી ડો. અખિલેશ નારાયણે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી અંકુર (જગમોહનનો પુત્ર, રહેવાસી મયુર વિહાર) શાસ્ત્રીનગરમાં કમ્પ્યુટરની દુકાનની આડમાં આ ધંધો ચલાવતો હતો. અને મુઝફ્ફરનગરના જાનસઠ વિસ્તારની એક યુવતી ફૌજી જવાનને હનીટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરતી હતી.
ટિકટોક પર વીડિયોમાં ફસાઈ ગયો ફૌજી જવાન : પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવતી ટિક્ટોક અને અન્ય સાઇટ્સ પર વીડિયો બનાવીને તેને ફેમસ કરતી હતી. એક વર્ષ પહેલા યુવતીએ ટિકટોક પર પોતાના વીડિયોને લાઇક કરનાર ફૌજી જવાનનો સંપર્ક કર્યો હતો. ત્યારથી બંને ફોન પર એકબીજા સાથે વાતો કરતા હતા. આ યુવતી ટિકટોક પર વીડિયો બનાવતી અને તેને લાઇક કે શેયર કરનાર ફૌજી જવાનના નંબર શોધતી. યુવતીના ટિકટોક અને અન્ય સાઇટ્સ પર એક હજારથી વધુ વીડિયોઝ છે.
પોલીસે યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી તેમને જેલ મોકલી દીધા છે, જ્યારે અન્ય ત્રણની સતત શોધખોળ કરવામાં આવી રહી છે. સાયબર સેલ અને મેરઠ પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ડઝનથી વધુ બનાવોની કબૂલાત કરી છે. પોલીસને આરોપી યુવતી પાસેથી 12 નકલી આઈડી મળી છે. તે અલગ અલગ આઈડીથી ફૌજી જવાનો સાથે વાતચીત કરતી હતી. પૂછપરછ દરમ્યાન બહાર આવ્યું કે, આ યુવતી લગભગ એક વર્ષથી ફૌજી જવાનોને હની ટ્રેપની જાળમાં ફસાવી રહી હતી.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com