26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

ટિકટોક વિડીયો બનાવતા લપસ્યો પગ, ગળેફાંસો આવી જતા સગીરનું મોત

દૌસાઃ રાજસ્થાનના દૌસા શહેરમાં ટિકટોક વિડીયો બનાવવો એક સગીરને ભારે પડી ગયો હતો. ટિકટોક વિડીયો બનાવવાની કિંમત તેણે પોતાનો જીવ ગુમાવીને આપી હતી. દૌસા શહેરમાં વિક્રમ મહાવર નામનો સગીર ટિકટોક વિડીયો બનાવવા માટે અનેક રીતના સ્ટંટ કરતો હતો. પરિવારના જણાવ્યાનુસાર ગુરુવારે રાતે પણ તે પોતાના રુમમાં કપડું બાંધીને ફાંસી લગાવવાનો ટિકટોક વિડીયો બનાવવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસ્યો અને ફાંસો ગળામાં આવી ગયો હતો. જેના કારણે તેનું મોત થઈ ગયુ હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ટિકટોક બનાવવાનો શોખીન હતો સગીર
આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. ગુરુવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. પરિવારજનોના રિપોર્ટના આધારે સગીર બાળકને ટિકટોક બનાવવાનો શોખ હતો અને ટિકટોક બનાવતા સમયે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે, પોલીસ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચોઃટિકટોક વિડીયો બનાવવાના ચક્કરમાં ડેવિડ વોર્નરના તૂટ્યા દાંત! જુઓ મજેદાર વિડીયો

સ્ટંટ કરીને બનાવતો ટિકટોક વિડીયો
દૌસા કોતવાલી ચોકીના ઈન્ચાર્જ રાજેશ મીણાએ જણાવ્યું કે પોલીસને સૂચના મળી હતી કે દરવાજા પાડા વિસ્તારમાં એક સગીર બાળકે ફાંસો ખાઈને જીવ આપ્યો છે. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાંથી મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે બાળકને મૃત ઘોષિત કર્યો હતો. જ્યારે પરિવારની પૂછપરછ કરવામાં આવી ત્યારે કારણ સામે આવ્યું કે સગીર ટિકટોક વિડીયો બનાવવાનો શોખીન હતો અને સ્ટંટ કરીને જ વિડીયો બનાવતો હતો. ગત રાતે પણ તે રુમમાં વિડીયો બનાવતો હતો. આ દરમિયાન દુર્ઘટના થઈ. જોકે, પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.


Source: iamgujarat.com

Related posts

શ્રાવણના સોમવારનું છે ખાસ મહત્વ, જો ઉપવાસ કરવાના હો તો આ ખાવાનું ટાળજો

Amreli Live

અજાણ્યા વાયરસથી થઈ શકે છે પાછો એટેક, કોરોના ‘નાનો કેસ’ – ચીની વિશેષજ્ઞ

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

‘કચ્છમાં ફરી એકવાર આવી શકે છે મોટો ભૂકંપ, સૌરાષ્ટ્ર- અમદાવાદ સુધી થશે અસર’

Amreli Live

લોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં મોટું રોકાણ કરી શકે છે ગૂગલ, વાતચીત છેલ્લા તબક્કામાં

Amreli Live

કતરના પ્રિન્સની ‘ફિલ્મી’ લાઈફસ્ટાઈલ વિશે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

Amreli Live

કંપની લોન્ચ કરી રહી છે રેનૉ ડસ્ટર SUVનું સૌથી પાવરફુલ મોડલ, જાણો સ્પેસિફિકેશન્સ

Amreli Live

કોરોનાઃ સુરતમાં Tocilizumab ઈન્જેક્શન ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ, 7 સામે ગુનો નોંધાયો

Amreli Live

કોરોના વધુ ઘાતક બન્યો: ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 10000ને પાર

Amreli Live

PM મોદીએ લોન્ચ કરેલી 50 હજાર કરોડની ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ યોજના શું છે?

Amreli Live

ગેલેક્સીને પ્રેમ કરતો સુશાંત ખરેખર એક ‘તારો’ બની ગયો, ફેને આપી અનોખી શ્રદ્ધાંજલિ

Amreli Live

કોરોના વાયરસ: AMC હદની બહાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 201 કેસ, 11 મોત

Amreli Live

માસ્ક પહેર્યા વગર ફરનારને ફ્રીમાં માસ્ક આપી રહી છે અમદાવાદ પોલીસ

Amreli Live

અ’વાદઃ 63 વર્ષના રાજાભાઈ 52 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો

Amreli Live

1 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ કેસ 35 લાખ થઈ જશેઃ સ્ટડી

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં નોંધાયા 100થી વધુ કેસ

Amreli Live

EngvsWI બીજી ટેસ્ટ : ઈંગ્લેન્ડના ખેલાડીએ કરી ભૂલ, બૉલને કરવો પડ્યો સેનિટાઈઝ

Amreli Live

સુરત: મંત્રીના પુત્ર સાથે વિવાદથી ચર્ચામાં આવેલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનું ચોંકાવનારું વર્તન

Amreli Live

‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસની માતાને કોરોના, પપ્પામાં પણ જોવા મળ્યા લક્ષણ

Amreli Live

પતંજલિની કોરોનાની દવા પર રોક, આચાર્ય બાલકૃષ્ણએ આયુષ મંત્રાલયને આપ્યો આ જવાબ

Amreli Live