31.1 C
Amreli
08/08/2020
bhaskar-news

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયુંઆજે રવિવારનો દિવસ છે અને તારીખ 2,ઓગસ્ટ છે. ઈદના તહેવાર સાથે આ મહિનાની શરૂઆત થઈ છે તો આગામી 5મી ઓગસ્ટના રોજ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવશે. સોમવારે રક્ષાબંધન છે. આપણે આશા રાખીએ કે ઓગસ્ટ મહિનો આનંદ-ઉત્સવમાં પસાર થાય, કોરોના મહામારીમાંથી રાહત મળે અને માનવ જીવન પૂર્વવત બને. હવે આપણે આગળ વધશું અને જોશું કે કયાં સમાચાર છવાયેલા રહ્યા. એકબાજુ ટિકટોકને લઈ ચર્ચા અટકવાનું નામ નથી લેતી તો બીજી બાજુ રાજસ્થાનનું રાજકીય નાટક હવે જેસલમેર પહોંચ્યું છે. સુશાંતની બહેને પ્રધાનમંત્રી સમક્ષ ન્યાયની અપીલ કરી છે. દેશમાં હંમેશા ચર્ચામાં રહેનારા અમર સિંહનું દુખદ અવસાન થયું છે.
સૌથી પહેલા વાત કરીએ ટિકટોકની. અત્યારે તો એવું લાગે છે કે જાણે ટિકટોક હંમેશા વાગતુ રહેશે અને કોઈને કોઈ ધૂન ચાલતી જ રહેશે. હવે એક બાજુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોક પર પ્રતિબંધ મુકવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ માઈક્રોસોફ્ટ ટિકટોકનો US સ્થિત કારોબાર ખરીદવા માટે વાતચીત કરી રહી છે. જો બિલ ગેટ્સ ટિકટોકને ખરીદી લેશે તો ટિકટોક માટે આ સોદો ફાયદાનો રહે તેવી પૂરી શક્યતા છે. એટલુ જ નહીં તેને અન્ય દેશોમાં પણ કારોબાર કરવાની સરળતા રહેશે.
સુશાંતની બહેને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો
જો તમે રાજસ્થાનની રાજકીય ચર્ચાથી હવે કંટાળી ગયા હોય તો આજે આપણે આ રાજકીય ચર્ચાને અહીં વિરામ આપશું, પણ સુશાંત સિંહ રાજપૂતને લગતા સમાચારોથી તમે અપડેટ રહેવાનું ચોક્કસપણે પસંદ કરશો.
સુશાંતની બહેને પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો છે-હું સુશાંત સિંહની બહેન છું અને હું આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા વિનંતી કરું છું. અમે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવી છીએ અને કોઈ પણ કિંમતે ન્યાયની આશા રાખી છીએ.
અમર સિંહની ચીરવિદાય
હવે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરશુ કે જે કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહેતા હતા. શનિવારે તેમનું અવસાન થયું. આપણે અહીં અમર સિંહની વાત કરી રહ્યા છીએ,જે એક સમયે મુલાયમ સિંહના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. આશરે છ મહિનાથી સિંગાપોરમાં તેમની કિડનીનો ઈલાજ ચાલતો હતો. અમર સિંહ વર્ષ 2002 અને વર્ષ 2008માં પણ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. અમિતાભ વચ્ચન પરિવાર સાથે અમર સિંહના ઘનિષ્ઠ સંબંધ રહ્યા હતા.

ટેક.કંપનીઓનું પ્રભૂત્વ વધ્યું, ત્રિમાસિક પરિણામોમાં વિક્રમજનક નફો નોંધાવ્યો
કારોબાર જગતની વાત કરીએ તો કોરોનાના સમયમાં ટેક કંપનીઓનું પ્રભૂત્વ વધી રહ્યું છે. ગુરુવારે ત્રિમાસિક ગાળાના જે પરિણામો આવ્યા તેમા એપલ, ફેસબુક, ગૂગલ અને અમેઝોને વિક્રમજનક નફો નોંધાવ્યો હોવાની જાહેરાત કરી તો બીજી બાજુ શનિવારે એપલે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. સાઉદી અરામકોને પાછળ છોડી એપલ હવે વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. કેટલાક સમય અગાઉ સાઉદી અરામકો વિશ્વમાં સૌથી મોટુ પ્રારંભિક જાહેર ભરણુ (IPO) રજૂ કરનારી કંપની બની હતી. તેણે રિલાયન્સ સાથે પણ ડીલ કરી હતી.

PFમાંથી રૂપિયા એક લાખ ઉપાડવાની લાંબા ગાળે અસર
રોકાણ અને બચત જીવનનો એક અત્યંત મહત્વનો ભાગ છે. રોકાણ સંબંધિત માહિતી જાહેર કરવા 31 જુલાઈ અંતિમ તારીખ હતી. આશા છે કે આ કામ તમે પૂરું કરી લીધુ હશે. પણ આજે રવિવાર છે અને તમારી પાસે બચત અંગે વિચારવા થોડો વધારે સમય હશે. તો PFને લગતા આ સમાચાર ચોક્કસપણે વાંચશો. જો તમારે નિવૃત્ત થવામાં 30 વર્ષનો સમય બાકી હોય અને અત્યારે તમે PF Account માંથી એક લાખ રૂપિયા ઉપાડો છો તો આ પગલાથી તમારા રિટાયરમેન્ટ ફંડ પર 11.55 લાખની અસર થશે. ખૂબ જ જરૂરી હોય તો જ PF Account માંથી પૈસા ઉપાડો.

હવે ગ્રાઉન્ડ રિપોર્ટ અંગે વાત કરીએ, જ્યાં બાળકોને શીખવા અને અભ્યાસ માટે તેમની સમર્પણની ભાવનાએ કોરોનાને હરાવ્યો છે. કાશ્મીરમાં મોટાભાગના બાળકો પાસે મોબાઈલ નથી તેમ જ ઘર સુધી નેટવર્કની પહોંચ પણ નથી. મોટાભાગના માતાપિતા મોબાઈલ ખરીદવા સક્ષમ નથી પણ આ પ્રતિકૂળ પરિસ્થિતિ બાળકોની શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન સર્જે તે માટે ઓપન એર કમ્યુનિટી સ્કૂલ શરૂ કરી. બડગામમાં આ પ્રકારની શાળાઓમાં આશરે 8,000 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
આજે રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે
રવિવાર 2 ઓગસ્ટનો મૂળાંક 2, ભાગ્યાંક 5, દિવસ અંક 1, 4, માસાંક 8 અને ચલિત અંક 1,4 છે. ન્યૂમેરોલોજીસ્ટ ડો.કુમાર ગણેશના મતે અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ છે અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ બની છે. અંક 2ના અંક 1,4 સાથે પ્રબળ મિત્ર યુતિ તેમ જ અંક 5ની અંક 1,4 સાથે મિત્ર યુતિ બની છે.વેપારીઓને લાભ થવાના યોગ છે. રવિવાર 2 ઓગસ્ટ 2020ના રોજ ટેરો રાશિફળ પ્રમાણે 12 પૈકી 8 રાશિઓ માટે દિવસ અનેક બાબતોમાં મોટી સિદ્ધિ આપનારો બની રહેશે. કેટલાક લોકોને પોતાના કાર્યોની બાબતમાં સૌથી આગળ રહેવાનો આ ઉત્તમ સમય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Tiktok controversy in US, Apple becomes largest company behind Saudi Aramco; Amar Singh dies

Related posts

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પોઝિટિવ, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે ડિસ્ચાર્જ થશે

Amreli Live

અત્યારસુધી 35 લાખ સંક્રમિત: બ્રિટનમાં 24 કલાકમાં 315 લોકોના મોત થયા, અહીં એક જૂનથી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવી શકે છે

Amreli Live

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશે

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

સરકારનો નિર્ણય – 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોનું DA દોઢ વર્ષ સુધી નહીં વધે

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોનો આંક 20 લાખ નજીક, મૃત્યુઆંક 1.23 લાખ થયો, ન્યૂ યોર્કના ગવર્નરે કહ્યું- ટ્રમ્પ રાજા નથી પણ રાષ્ટ્રપતિ છે, તેમના કહેવાથી અમે પ્રતિબંધ હટાવી શકીએ નહીં

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live