31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

ટાઈટેનિક જેવી જ ગોઝારી દુર્ઘટના સોરઠના દરિયામાં પણ સર્જાઈ હતી, જેના પરથી લખાયું છે પ્રખ્યાત ગુજરાતી લોકગીત.

તમે બધાએ ટાઈટેનિક ફિલ્મ જોઈ હશે. તેમાં એક જહાજ મધદરિયે ડૂબી જાય છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકોના જીવ ગયા હતા. અને આવી જ એક ગોઝારી દરિયાઈ દુર્ઘટના સોરઠના દરિયામાં પણ સર્જાઈ હતી. તારીખ હતી 8 નવેમ્બર 1888. આ દિવસે માંગરોળ પાસેના દરિયામાં ‘વીજળી’ નામનું એક જહાજ ડૂબી ગયું હતું. આ દુઃખદ ઘટનાને 132 વર્ષ પુરા થઇ ગયા છે. અને આજે પણ લોકો જયારે આ દુર્ઘટનાને યાદ કરે છે, ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠે છે.

132 વર્ષ પહેલા 8 નવેમ્બરે સોમનાથ અને પોરબંદરની વચ્ચે માંગરોળ પાસેના દરિયામાં વૈતરણા નામનું જહાજ પ્રવાસીઓ સાથે ડૂબી ગયું હતું. આ જહાજનું હુલામણું નામ ‘વીજળી’ હતું. આ જહાજને લોકો ગુજરાતનું ટાઈટેનિક કહીને યાદ કરે છે. મુંબઈની કંપની એ.જે. શેફર્ડ એન્ડ કું. ની માલિકીનું વૈતરણા નામનું આ જહાજ, એટલે કે વીજળી જહાજ 170 ફૂટ લાબું અને 26 ફૂટ પહોળું હતું. મળતી જાણકારી અનુસાર તેને બનાવવામાં 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ જહાજ વરાળથી ચાલતું હતું.

આ વીજળી જહાજ મુસાફરો તથા માલ સામાન લઈને માંડવી અને મુંબઈ વચ્ચે ચલાવવામાં આવતું હતું. 8 નવેમ્બરે તે માંડવીથી મુંબઈ જવા નિકળ્યું હતું. જહાજના કેપ્ટ્ન હતા હાજી કાસમ. તે દિવસે વીજળી જહાજ માંડવીથી નીકળીને દ્વારકા ગયું, પછી ત્યાંથી મુસાફરો લઈને પોરબંદર ગયું, અને ત્યાંથી પછી મુંબઈ જવા નિકળ્યું હતું.

રાત્રે લગભગ દોઢ એક વાગ્યાની આસપાસ માંગરોળ નજીકના દરિયામાં વાવાઝોડાને લીધે ઉંચા – ઉંચા મોજા ઉછળવા હતા. અને તેની થપાટ ખાઈને આ વીજળી જહાજ ડુબી ગયું. એવું કહેવામાં આવે છે કે, આ જહાજમાં રહેલા લગભગ 1300 મુસાફરો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ જહાજમાં મુસાફરોની સાથે 13 જાનના જાનૈયાઓ હતા, અને મુંબઈ યુનિવર્સીટીમાં મેટ્રકની પરીક્ષા આપવા જતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પણ હતાં. પણ કુદરતે ભયંકર સ્વરૂપ ધારણ કરતા તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

ગુજરાતમાં આ દુઃખદ દરિયાઈ દુર્ઘટના ઉપરથી અનેક દરિયાઈ દંતકથાઓ અને લોકગીતો રચાયા છે. તેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલું ‘હાજી કાસમ, તારી વીજળી રે મદદરિયે વેરણ થઈ’ લોકગીત ઘણું પ્રખ્યાત છે. આ ગીત આજે પણ ગામડાના પાદરોમાં ગવાય છે. તેમજ લેખક ગુણવંતરાય આચાર્ય દ્વારા લખવામાં આવેલું ‘હાજી કાસમ તારી વીજળી’ નામનું પુસ્તક ઘણું પ્રખ્યાત છે. તો મિત્રો, આ હતી વીજળી જહાજની દુઃખદ ઘટના સાથે જોડાયેલી સ્ટોરી. આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.


Source: gujaratilekh.com

Related posts

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

કયા ખતરનાક પ્રાણીના શરીરમાં એકપણ હાડકું નથી હોતું? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ છે ઉખાણા, જાણો તેના સાચા જવાબ.

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

80 વર્ષીય વૃદ્ધના ચહેરા પર પાછું આવ્યું હાસ્ય, ‘બાબા કા ઢાબા’ પર ઉમટી પડી ભારે ભીડ.

Amreli Live

જાણો કેમ આજતક, ઝી ન્યૂઝ, ઈન્ડિયા ટીવી, ન્યૂઝ 24 જેવી ન્યુઝ ચેનલોને જાહેર માં માફી માંગવી પડે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

5 હજાર રૂપિયાના મોંઘા પ્રોટીન પાઉડરને ફેલ કરી દેશે આ ડ્રિંક, ઘરે બનાવીને પીવો ને બનાવો બોડી

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ઘરમાં માટીનો ઘડો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ થાય છે દૂર.

Amreli Live

અમદાવાદમાં દેહ વ્યાપાર કરતી મહિલાના ઘરે પહોંચી 4 યુવતીઓ, તેમણે જે માંગણી કરી તે જાણીને દંગ થઇ જશો.

Amreli Live

આ અઠવાડિયે આ 5 રાશિના લોકોને લાભ અને સફળતા મળશે, પણ આ રાશિના લોકોના જીવનમાં પડકારો આવી શકે છે.

Amreli Live

આ 7 નવા નિયમો 1 નવેમ્બરથી આખા દેશમાં લાગુ થઈ ગયા છે, જાણી લો નહીં તો મુશ્કેલી થશે.

Amreli Live

આજે આ 9 રાશિઓના ખુલ્યા ભાગ્ય, દરેક જગ્યાથી સારા સમાચાર મળવાની સાથે થશે ધનલાભ

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

કુંડળીમાં કયા કયા ગ્રહ હોય છે, તે જીવન પર કેવો પ્રભાવ પાડે છે.

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

દરેક વર્ષે એજેન્ડાના વચનને પૂર્ણ કરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે PM નરેન્દ્ર મોદી

Amreli Live

ઘરના દાદરનું વાસ્તુ સાથે શું કનેક્શન છે? શું તેનાથી ઉભી થઈ શકે છે રાહુ કેતુની મુશ્કેલી? જાણો.

Amreli Live

દૂધની ફેક્ટરીમાંથી સામે આવ્યો ઘૃણાસ્પદ વિડીયો, દૂધમાં સ્નાન કરીને તેને જ કરી દેતા હતા પ્લાસ્ટિકની થૈલીમાં પેક.

Amreli Live