26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC



સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓ સાથે સારવારમાં બેદરકારી અને મૃતદેહો સાથે થઈ રહેલા વર્તન અંગે શુક્રવારે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, જો મૃતદેહ કચરાના ઢગમાં મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન થઈ રહ્યુ છે. આ મામલે હવે ગુરુવારે એટલે કે 17 જૂને સુનાવણી કરવામાં આવશે.
દર્દીઓ, મૃતદેહથી માંડી કોરોના સામે લડવા માટેની પદ્ધતિઓ સુધી સુપ્રીમ કોર્ટના 7 સખત વાતો..

1. મૃતદેહ સાથે આવું વર્તન કેમ?
જસ્ટિસ MR શાહે કહ્યું કે, મૃતદેહને કેવી રીતે રાખવામાં આવી રહ્યો છે? આ શું થઈ રહ્યું છે? મૃતદેહ સાથે આવું વર્તન થઈ રહ્યું છે, લાશ કચરાના ઢગમાંથી મળી રહી છે તો આ માણસો સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન છે.

2. દિલ્હીમાં સ્થિતિ ગભરાવી દે તેવી છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરાતું નથી. દિલ્હીમાં તો ગભરાવી દે તેવી સ્થિતિ છે. પરિસ્થિતિ એવી થઈ છે કે દુઃખ થાય છે. દેશની રાજધાનીમાં જે રીતે કોરોના સામે લડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેમાં ખામીઓ છે.

3. દર્દીઓના મોત પછી પરિવારને જાણ કરાતી નથી
બેંચે કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલમાં મૃતદેહોનું ધ્યાન નથી રખાતું. આટલું જ નહીં દર્દીના મોત વિશે તેના પરિવારના લોકોને જાણ પણ નથી કરાતી. ઘણા એવા કેસ છે જેમાં તો પરિવારના લોકોને અંતિમ સંસ્કારમાં પણ સામેલ થવા દેતા નથી.

4. દિલ્હીમાં આટલું ઓછું ટેસ્ટિંગ કેમ?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં ચેન્નાઈ અને મુંબઈની સરખામણીએ ઓછો ટેસ્ટ થઈ રહ્યા છે. મેની તુલનામાં ટેસ્ટિંગ ઓછું થયું છે. જ્યારે કોરોનાના દર્દી વધી રહ્યા છે, ત્યારે ટેસ્ટિંગ ઘટી રહ્યું છે. દિલ્હીમાં આટલા ઓછા ટેસ્ટ કેમ થઈ રહ્યા છે?

5. ટેસ્ટિંગ રાજ્યની જવાબદારી
બેંચે કહ્યું કે, ટેકનીકલ કારણોથી કોઈને પણ તમે ટેસ્ટિંગથી દૂર ન રાખી શકો. તમે પદ્ધતિને સરળ કરો જેથી વધારેમાં વધારે લોકો કોરોનાના ટેસ્ટ કરાવી શકે. ટેસ્ટિંગ કરાવવું રાજ્યની જવાબદારી છે જેથી વધારેમાં વધારે લોકોને તેમના હેલ્થ સ્ટેટસની ખબર પડી શકે.

6. કેન્દ્ર સરકારે શું કર્યું?
જ્યારે કેન્દ્ર સરકારથી રજુ થયેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, દિલ્હીમાં એક કેસ એવો પણ સામે આવ્યો, જ્યારે મૃતદેહોને કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દી પાસે જ રાખી દેવામાં આવી હતી. આ અંગે જસ્ટિસ એમઆર શાહે સોલિસીટર જનરલને પૂછ્યું કે પછી તમે શું કર્યું?

7. લોકો સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે
બેચે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી છે, જ્યારે કોરોનાના દર્દી હોસ્પિટલમાં દાખલ થવા માટે ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે.

કોર્ટે કેન્દ્ર અને રાજ્ય પાસે રિપોર્ટ માંગ્યો
સુપ્રીમ કોર્ટે રાજ્યોના ચીફ સેક્રેટરીઝને કહ્યું કે, તેઓ પેશન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા કરે અને તેનો રિપોર્ટ આપે. બેંચે દિલ્હીની LNJP હોસ્પિટલને પણ નોટિસ આપીને જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મામલાને જાતે નોટિસમાં લીધો હતો
ઘણા મીડિયા રિપોર્ટ્સ અને પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારે લખેલા એક પત્ર પર સુપ્રીમ કોર્ટે આ કેસને જાતે નોટિસમાં લીધો હતો. શુક્રવારે જ્યારે આ અંગે સુનાવણી કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ અને તમિલનાડુને નોટિસ આપી હતી.

અશ્વિની કુમારે ચીફ જસ્ટિસ એસએ બોબડેને પત્ર લખીને નોટિસ લેવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે પત્રમાં મધ્યપ્રદેશમાં એક દર્દીના મૃતદેહને સાંકળ વડે બાંધીને રાખવા અને ઘણી જગ્યાએ હોસ્પિટલમાં દર્દીઓના મૃતદેહને એકબીજા ઉપર રાખવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં સન્માન પૂર્વક અંતિમ સંસ્કારના નાગરિક અધિકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચીફ જસ્ટિસે આ કેસ જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વ વાળી બેંચને મોકલ્યો છે. જેમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમઆર શાહ પણ સામેલ છે.

મજૂરોના મામલામાં પણ નોટિસ લીધી હતી
આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના મામલામાં પણ નોટિસ લીધી હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 15 દિવસમાં મજૂરોને તેમના ઘરે મોકલી દેવાનો આદેશ કર્યો હતો.

ચેન્નાઈના શેલ્ટર હોમમાં સંક્રમણના કેસમાં પણ નોટિસ લીધી હતી
સુપ્રીમ કોર્ટે તમિલનાડુના એક શેલ્ટર હોમમાં 35 બાળકોના કોરોના સંક્રમિત હોવા અંગે પણ નોટિસ લીધી છે અને રાજ્ય સરકારને પુછ્યું છે કે તેઓ બાળકોની સુરક્ષા માટે કેવા પગલા લઈ રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Related posts

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

આજે 234 નવા કેસ સાથે કુલ 2777 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 9 લોકોના મોત થતા મૃત્યુઆંક 137 એ પહોંચ્યો

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

મુંબઇની તાજ હોટેલના 6 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો , ધારાવીમાં 15 નવા કેસ

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

શાળા-કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે, 15 જુલાઈથી સરકારી તાલીમ સંસ્થા ખોલી શકાશે

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live