24.4 C
Amreli
27/09/2020
સ્વાસ્થ્ય

જો કેળાની છાલ ફેંકી દેતા હોય તો કરી રહ્યા છો મોટી ભૂલ, છાલમાં પણ છુપાયેલા છે જોરદાર ફાયદા

કેળું એ એક એવું ફળ છે જે ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. એના બે કારણ છે એક તો એ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજો એ કે આ ફળને ખાવામાં વધારે મહેનત નથી લાગતી. છાલ ઉતારો અને ફટાક કરતુ હોય એ ખાઈ લો. કેળાનો ઉપયોગ લોકો સ્વાસ્થ્ય માટે કરતા હોય છે. જો વજન વધારવું હોય તો દૂધ અને કેળાં ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. સાથે જ કેળાને હેપ્પી ફ્રૂટ કહેવાય છે એટલે કે જો મૂડ ખરાબ હોય તો એક કેળું ખાઈ લેવું મૂડ જાતે જ સારો થઇ જશે. એમ તો કેળાં વિષે આ વાતો તો તમે જાણતા જ હશો માટે આજે અમે તમને કેળાં વિષે નહીં પણ કેળાનાં છાલ વિષે જણાવીશું. જી હા, જે છાલને તમે કચરો સમજીને ફેંકી દો છો એ હકીકતે તો કામની વસ્તુ છે. તો ચાલો તમને જણાવીએ કે એની છાલ તમને કઈ રીતે કામ આવી શકે છે.

દાંત કરે સાફ

તમે દાંતની સફાઈ તો રોજ કરતા હશો અને એને સફેદ પણ બનાવી રાખવા ઇચ્છતા હશો પણ હંમેશા એવું નથી થતું. રોજ ચા, કોફી અને ઘણા પીણાંથી દાંતનો રંગ પીળો પડવા લાગે છે જે ઘણી મહેનત પછી પણ સાફ નથી થતા. એવામાં તમે કેળાની છાલનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો. કેળાના છાલના અંદરના ભાગને પોતાના દાંત પર કેટલીક મિનિટો સુધી રગડો અને પછી દાંતોને ધોઈ લો. એવું અઠવાડિયામાં એક વાર કરવું અને તમારા દાંતની ચમક પાછી આવશે.

ત્વચા બનાવે મુલાયમ

તમે ભલે ગમે તેટલી મોંઘી વસ્તુઓ ચહેરા પર વાપરી લો તમારી ઈચ્છા પ્રમાણે કોમળતા નથી મળતી. સાથે જ મેકઅપ પ્રોડક્ટમાં ઘણા બધા કેમિકલ ઉમેરેલા હોય છે જે તમારા ચહેરા માટે જરાય સારા નથી હોતા. એવામાં જયારે પણ કેળાં ખાઓ તો એની છાલ ફેંકી ના દેવી પણ પોતાના ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરી લેવી. એ પછી ચહેરો ધોઈ લેવો. તમારો ચહેરો એકદમ મખમલી થઇ જશે. કેળાની છાલ ખૂનને સાફ કરે છે અને સાથે જ કબજિયાત પણ દૂર કરે છે. એ સાથે જ ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બનાવે છે.

વાળ બને નરમ અને મજબૂત

જો કેળાની છાલ તમારા ચહેરા પર નિખાર અને કોમળતા લાવી શકે છે તો પછી એ તમારા વાળ માટે પણ ખુબ જ સારું છે. કેળાની છાલને તમે હેર માસ્કની જેમ જ ઉપયોગ કરી શકો છો. કેળાંની છાલ વાળને નરમ બનાવે છે અને સાથે જ ચમક પણ આપે છે.

માઇગ્રેનમાં મદદ

માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા એકદમ સામાન્ય થઇ ગઈ છે. એવામાં વારંવાર દવા ખાવી પણ યોગ્ય નથી. જો તમને માઈગ્રેન હોય કે પછી માથાના દુઃખાવો હોય તો કેળાની છાલનો ઉપયોગ કરો. કેળાંની છાલને માથે અને ગરદન પર રગડો. એમાં પોટેશિયમ હોય છે જે માથાને આરામ આપે છે અને દિમાગને ઠંડુ કરે છે. એના ઉપયોગથી તમે દવા ખાધા વગર પણ માથાના દુખાવા કે માઇગ્રેનથી છુટકારો મેળવી શકો છો

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

The post જો કેળાની છાલ ફેંકી દેતા હોય તો કરી રહ્યા છો મોટી ભૂલ, છાલમાં પણ છુપાયેલા છે જોરદાર ફાયદા appeared first on Gujju Panchat | ગુજ્જુ પંચાત.


Source: gujaratilekh.com

Related posts

કરોડો રૂપિયા ના ઓફર આપવા છત્તા બિગ બોસ માં ન આવ્યા આ 9 સ્ટાર્સ, જાણો શું હતું કારણ

Amreli Live

ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારી છે ગોળ, પેટની બીમારીથી લઈને ખૂનની ઉણપમાં છે ફાયદાકારક

Amreli Live

બ્રેડ હોય કે ડુંગળી બંને થઇ શકે છે, ભૂલમાં પણ ફ્રિજમાં ના રાખો આ 5 વસ્તુઓ

Amreli Live

2020 ના પહેલા અઠવાડિયા થી આ 5 રાશિઓ ની મુશ્કેલીઓ નું થશે સમાધાન, ગણેશ-લક્ષ્મી ની રહેશે કૃપા

Amreli Live

માત્ર ૨ ટીપા આંખોમાં નાખો…70 વર્ષ સુધી આંખમાં નહીં થાય કોઈ સમસ્યા…

Amreli Live

આ છે દેશ ના સૌથી ઓછી ઉંમર ના IPS અધિકારી, ક્યારેક ભૂખ્યા રહી ને ઊંઘવા પર હતા મજબુર

Amreli Live

રોજ માથે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે હોય છે લાભકારી, જાણો એની ખાસિયત

Amreli Live

ચા પીધા પછી ક્યારેય ના કરતા આ ભૂલો, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી,

Amreli Live