30.8 C
Amreli
08/08/2020
અજબ ગજબ

જો આ લક્ષણ જોવા મળે તો તરત પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરાવો, જાણી લો જેથી સમય રહેતા ઈલાજ કરી જીવ બચાવી શકાય

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પર મળે છે આવા સંકેત, તેને ઓળખી લો નહિ તો પોતાનો અથવા પરિવારના સભ્યનો જીવ જોખમમાં રહેશે.

હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ કે હાયપરકોલેસ્ટેરોલિયા એક એવી સમસ્યા છે જેણે આજે આખી દુનિયાને પ્રભાવિત કરી રાખી છે. મનુષ્યોમાં ફેલાતી આ સૌથી ઝડપી બીમારી માનવામાં આવે છે. કારણ કે કોલેસ્ટ્રોલ વિષે લોકોને જાણકારી નથી હોતી, અને શરીરમાં ધીરે ધીરે વધી રહેલા કોલેસ્ટ્રોલના લક્ષણને તેઓ સતત અવગણી રહ્યા હોય છે. એવામાં થઈ શકે છે કે તમારા શરીરમાં પણ કોલેસ્ટ્રોલ વધેલું હોય અને તમે તેનાથી સંપૂર્ણ રીતે અજાણ હોવ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક સ્ટડી અનુસાર, એવા 10 કારણ જેના લીધે આખી દુનિયામાં દર વર્ષે સૌથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવે છે, તે લિસ્ટમાં સૌથી ઉપર ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ છે. આ બીમારીમાં લોહી અને ઓક્સિજન હૃદય સુધી પૂરતી માત્રામાં નથી પહોંચી શકતું, અને કોઈ પણ સમયે હાર્ટ અટેક આવવાનો ભય રહે છે. આ પ્રકારની બીમારીઓ પાછળ વધેલો કોલેસ્ટ્રોલ જ મુખ્ય કારણ હોય છે.

ફક્ત ભારતમાં જ દર વર્ષે 12 લાખ કરતા વધારે લોકોનું હૃદયની બીમારીને કારણે મોત થાય છે, જેમાં 19 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકો શામેલ છે. તો આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, કોલેસ્ટ્રોલ શું હોય છે? તે આપણા શરીરમાં કઈ રીતે વધે છે? અને ઘરે બેઠા જ કઈ રીતે જાણી શકાય કે, આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધ્યું છે કે નહિ.

તો મિત્રો, કોલેસ્ટ્રોલ પીળા રંગનો મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે, જે આપણા શરીર માટે લોહી જેટલો જ જરૂરી છે. કારણ કે કોલેસ્ટ્રોલથી લીવરમાં બાઈલ એસિડનું નિર્માણ થાય છે, જેથી ભોજનને પચાવવામાં સરળતા રહે છે. તે તડકામાંથી વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે, અને તેનાથી શરીરમાં સેક્સ હોર્મોન પણ યોગ્ય રીતે બને છે. એટલે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે અત્યંત જરૂરી છે. અને 70 % કોલેસ્ટ્રોલ આપણા લીવર દ્વારા જ બનાવવામાં આવે છે. અને 30% આપણને ભોજનમાંથી મળે છે.

કોલેસ્ટ્રોલ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, HDL (high density lipoprotein) અને LDL (low density lipoprotein). તેમાં એચડીએલને સારું કોલેસ્ટ્રોલ અને એલડીએલને ખરાબ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. એલડીએલ આપણી ધમનીઓમાં જામવા લાગે છે.

જે ખાદ્ય પદાર્થોમાં એલડીએલની માત્રા વધારે હોય તેનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે. ડીપ ફ્રાય કરેલી વસ્તુઓ અને માંસમાં એલડીએલ વધારે હોય છે. તે સિવાય મેંદો, ઘી, માખણ, ડાલડા, કેક, પેસ્ટ્રી, મીઠાઈ, તળેલો નાસ્તો, ઈંડા, સિગરેટ, દારૂ વગેરેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે.

આ વધેલું કોલેસ્ટ્રોલ શરીરમાં લોહી લઇ જતી ધમનીઓમાં જમા થવા લાગે છે, જેથી સમયની સાથે સાથે તેમાં પ્રેશર અને બ્લોકેજ થવા લાગે છે. સૌથી વધારે કોલેસ્ટ્રોલ આપણા હૃદયમાં લોહી પહોંચાડતી કોરોનરી ધમની અને અને મગજની કેરોટીડ ધમનીમાં જામે છે. અને આ કારણે કોઈ પણ સમયે અચાનક હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોક આવવાનો ભય વધી જાય છે.

ઘણીવાર માણસ સ્વસ્થ દેખાય છે પણ તેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે તેને હાર્ટ અટેક આવી શકે છે. તેના મુખ્ત બે કારણ છે, એક તો આપણી જીવનશૈલી જેમાં કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ સામેલ નથી, અને બીજું આપણું ભોજન જે સરળતાથી પચતું નથી અને વજન પણ વધારે છે. એવા ઘણા લક્ષણ છે જેનાથી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારી વિષે જાણી શકાય છે. આજે આપણે એવા લક્ષણો વિષે જાણીશું, જેથી સમય રહેતા તેના પર નિયંત્રણ મેળવી શકાય અને પોતાનો તેમજ પરિવારના સભ્યોનો જીવ બચાવી શકાય.

હાથ પગ સુન્ન થઈ જવા :

કોલેસ્ટ્રોલ વધવાથી આપણા શરીરના અંગો સુધી લોહી પહોંચાડતી ધમની સંકોચાવા લાગે છે. આથી આપણા બોડી મસલ્સમાં લોહીનો પ્રભાવ ઓછો થવા લાગે છે, ખાસ કરીને પગમાં. એવામાં હાથ અને પગ વારંવાર સુન્ન થવા લાગે છે, ઘણીવાર પગમાં ખેંચાણ, બેઠા બેઠા કે સુતા સમયે નસ ચડી જવી અને પગમાં ખાલી ચડી જવી વગેરે સમસ્યા થાય છે. તેના સિવાય જો તમારા હાથ પગ ઠંડા રહેતા હોય, તો એવું થઇ શકે છે કે કોલેસ્ટ્રોલ વધવાને કારણે તેમાં લોહીનો પ્રભાવ સારી રીતે ન થઈ શકતો હોય.

ઘણો વધારે થાક અને નબળાઈ :

કોલેસ્ટ્રોલ વધવાને કારણે આપણું શરીર ભોજનમાંથી પોષક તત્વોને સંપૂર્ણ રીતે ગ્રહણ નથી કરી શકતું, જેથી ધીરે ધીરે શરીરમાં ન્યુટ્રીશનનો ઘટાડો થવા લાગે છે. અને સાથે જ હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલ હૃદયમાં લોહી પહોંચાડતી નસોમાં પ્લાક જમા કરે છે, જેથી લોહીનો પ્રવાહ નબળો થઈ જાય છે. એવામાં જલ્દી થાકી જવું, વધારે પરસેવો આવવો અને થોડું કામ કરવામાં જ હાંફી જવું જેવા લક્ષણ જોવા મળે છે. જે લોકોને રોજરોજ અથવા વધારે થાક અનુભવાય છે, અને જેને આળસ અને સુસ્તી લાગે છે તેમણે એકવાર પોતાનું કોલેસ્ટ્રોલ જરૂર તપાસી લેવું જોઈએ.

વજન વધવું :

જો શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે એચડીએલની માત્રા વધારે છે, તો તે શરીરમાં ચરબીને વધવાથી અટકાવે છે, અને ચરબી ઓગાળવાનું કામ પણ કરે છે. તો ખરાબ કોલેસ્ટ્રોલ વધવા પર તે શરીરનું વજન ઝડપથી વધારવા લાગે છે. એટલે હંમેશા વધારે વજન ધરાવતા લોકોમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે. અને તેમને હૃદય અને મગજની બીમારી થવાનો ભય પણ વધારે રહે છે.

છાતીમાં દુઃખાવો :

જો કે એવી ઘણી સમસ્યાઓ હોય છે જેમાં શરીરમાં દુઃખાવો થાય છે. પણ શરીરમાં વધેલું વજન પણ ઘણીવાર છાતીમાં દુઃખાવો અને એન્જાઈનાનું કારણ બની શકે છે.

માથામાં દુઃખાવો અને ચક્કર આવવા :

શરીરમાં વધેલું કોલેસ્ટ્રોલ મગજમાં લોહી પહોંચાડતી નસોને પણ અસર કરે છે. જેથી માથાના પાછળના ભાગ અને માથાના અડધા ભાગમાં અચાનક દુઃખાવો થવા લાગે છે. ઘણી સ્થિતિઓમાં શરીરમાં વધારે ટ્રાઇગ્લાઇસેરાઇડને કારણે માઈગ્રેનની સમસ્યા પણ થાય છે અને ચક્કર આવવા તેમજ ગભરામણ જેવી સમસ્યા પણ થાય છે.

શ્વાસ ફુલાવો અને વધારે પરસેવો આવવો :

વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને કારણે હૃદય અને ફેફસામાં લોહીનું સંચારણ ઓછું થાય છે. એવામાં થોડું કામ કરવા પર પણ વ્યક્તિ જલ્દી હાંફી જાય છે અને થાક અનુભવે છે, અને તેના શ્વાસ નાના થઈ જાય છે. ઘણી સ્થિતિમાં શ્વાસ લેવાની તકલીફની સાથે સાથે વધારે કોલેસ્ટ્રોલને કારણે વધારે પરસેવો આવવો અને શ્વાસમાંથી દુર્ગંધ આવવા જેવી સમસ્યા પણ થાય છે.

અપચો અને ગેસ :

લોહીમાં વધેલા એલડીએલની આપણી પાચન ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. લીવરમાં કોલેસ્ટ્રોલ વધી જવાથી આપણું પાચન નબળું થઈ જાય છે, અને જયારે પણ આપણે બહારનો ખોરાક અથવા વધારે ચરબી પેદા કરતી વસ્તુ ખાઈએ છીએ, તો આપણું પેટ ફૂલવા લાગે છે, ખાવાનું સારી રીતે નથી પચતું અને વારંવાર પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થવા લાગે છે. તે સિવાય વારંવાર પાતળું મળ નીકળવું પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ માનવામાં આવે છે.

આંખોની આસપાસ દાણા :

જયારે શરીરમાં એલડીએલની માત્રા વધે છે, તો તે આંખોની આસપાસ હલકા પીળા રંગના દાણાના રૂપમાં જોવા મળે છે. શરૂઆતમાં તે ઘણા નાના હોય છે પણ ધીરે ધીરે તે આંખોની આસપાસ ફેલાયને મોટા થવા લાગે છે. જો સમય સર તેના પર ધ્યાન નહિ આપવામાં આવે તો તે વધારે ફેલાવા લાગે છે, અને તેમાં દુઃખાવો પણ શરૂ થઈ જાય છે. આ પ્રકારની સમસ્યાને xanthelasma કહેવામાં આવે છે.

તો આ હતા શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના કેટલાક મુખ્ય લક્ષણ. જો તમારા અથવા તમારા પરિવારના સભ્યોના શરીરમાં આવા લક્ષણ જોવા મળે તો ચેતી જવું અને ડોક્ટર પાસે જઈ સલાહ લેવી, જેથી સમય રહેતા તેને નિયંત્રિત કરી શકાય.

વિડીયો :


Source: gujaratilekh.com

Related posts

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

બબીતાજીને એક યુઝરે પૂછી હતી એક રાતની કિંમત, તેના પર ભડકી ગઈ બબીતાજી અને આપ્યો આવો જવાબ

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

ભારત-ચીન યુદ્ધના કારણે હજુ સુધી કુંવારા છે 82 વર્ષના રતન ટાટા, લગ્ન થતા થતા રહી ગયા હતા.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મહાદેવની કૃપા, વાહનસુખ પ્રાપ્‍ત થાય, નોકરીમાં બઢતીના યોગ છે.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

સંધિવા એટલે શું? અને તેના માટે આયુર્વેદમાં કયો સરળ અને રામબાણ ઈલાજ આપ્યો છે જાણો.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

કરોડો રૂપિયા કમાય છે કપૂર પરિવાની દીકરી કરિશ્મા, તો પણ પહેરે છે આટલી સસ્તી ટી-શર્ટ, જાણો કિંમત.

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live