25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

જૂન મહિનામાં દેશમાં 4 લાખથી વધારે કોરોના કેસ નોંધાયા, 12,000 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ભારતમાં મંગળવારે 17,000 કરતા વધારે કેસ નોંધાયા છે, જે આંકડો 17,412 છે. દેશમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. દુનિયામાં ભારતમાં જૂન મહિના દરમિયાન નોંધાયેલા કેસ મામલે દુનિયામાં ત્રીજા નંબર પર આવીએ છીએ આ પહેલા અમેરિકા અને બ્રાઝીલ આવે છે.

કોરોના વાયરસના જૂન મહિના દરમિયાન ભારતમાં નોંધાયેલા કેસનો આંકડો 4 લાખ પર પહોંચ્યો છે, જે દુનિયામાં ત્રીજા નંબરે સૌથી વધુ નોંધાયેલા કેસ છે. જ્યારે મૃત્યુઆંકમાં ભારત ચોથા નંબરે છે, આ પહેલા અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. ભારતમાં જૂન મહિના દરમિયાન 12,000 કરતા વધારે લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મંગળવારે નોંધાયેલા 17,000 કરતા વધુ કેસ સાથે નવા કેસનો આંકડો 17,412 થયો છે. આ સાથે દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 5,85,474 થયો છે. જૂન 16ના દિવસે નોંધાયેલા 2,003 કેસ બાદ મંગળવારે સૌથી વધુ એક દિવસમાં કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દિલ્હીમાં વધુ 2,199 કેસ સાથે કુલ કેસનો આંકડો 87,360 થયો છે જ્યારે 62નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 2,742 થયા છે. આસામમાં એક દિવસમાં સૌથી વધુ 613 કેસ નોંધાયા છે, જ્યારે કુલ કેસનો આંકડો 8,000ને પાર થઈ ગયો છે.

સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં 4,878 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો 1,74,761 થયો છે. જ્યારે વધુ 245ના મોત સાથે કુલ મૃત્યુઆંક 7855 થયો છે. જ્યારે ગોવામાં નવા 64 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1315 કેસ થયા છે જેમાંથી એક્ટિવ કેસ 716 છે અને 3નાં મોત થયા છે. 596 કોરોનાના દર્દીઓ રાજ્યમાં સાજા થઈ ગયા છે.

આ તરફ રાજસ્થાનમાં વધુ 354 કેસ અને 8નાં મોત નોંધાયા છે. જેની સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 18,914 થયો છે જેમાંથી 3381 એક્ટિવ કેસ છે, રાજ્યમાં 413 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં વધુ 260 કેસ નોંધાયા છે. જેમાંથી જમ્મુ ડિવિઝનના 32 અને કાશ્મીર ડિવિઝનના 228 કેસ છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 7497 છે જેમાંથી એક્ટિવ કેસ 2674 છે અને 4,722 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને રાજ્યમાં કુલ 101 લોકોના મોત થઈ ગયા છે.

ગુજરાતની વાત કરીએ તો વધુ 620 કેસ નોંધાયા છે જેની સાથે કુલ કેસનો આંકડો 32,446 થયો છે, જ્યારે વધુ 20 મોત સાથે કુલ મૃત્યુઆંક 1,848 થયો છે. પશ્ચિમ બંગાળમાં એક દિવસના સૌથી વધુ 652 કેસ નોંધાયા જેની સાથે કુલ કેસનો આંકડો 18,559 થયો છે.


Source: iamgujarat.com

Related posts

રતન ટાટાએ શું લખી લીધું કે થઈ રહ્યું છે વાયરલ

Amreli Live

Video: જ્યારે સુશાંત સિંહ રાજપૂતે ભારતીય સૈનિકોને પોતાના હાથે પીરસ્યું હતું ભોજન

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

કોરોનાનો ડર લોકોને માનસિક બીમાર કરી રહ્યો છે, હેલ્પલાઈન પર મળી રહી છે આવી ફરિયાદો

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 372 નવા કેસ અને 20 મોત, કુલ 15944 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

અમદાવાદ: પતિએ પત્નીના માથામાં એવો મોબાઈલ માર્યો કે ટાંકા લેવા પડ્યા

Amreli Live

કોરોના અંગે સમીક્ષા બેઠકમાં PM મોદીએ અમદાવાદ અને ધનવંતરી રથની કરી પ્રશંસા

Amreli Live

આ વીડિયો જોઈને તમારા શ્વાસ અટકી જશે

Amreli Live

ભારતમાં કોરોના નહીં પણ ટીબી જ હજુ સૌથી વધુ ઘાતક, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા પર સંયમ રાખવો પડશે, સરકારની નિંદા કરી તો થશે કાર્યવાહી

Amreli Live

મુંગળવારથી શરુ થાય છે શ્રાવણ મહિનો, આ રીતે ઘરમાં શિવ પૂજા કરવાથી દૂર થાય છે કષ્ટો

Amreli Live

અમદાવાદ: ગેરકાયદેસર દારુ વેચતા બુટલેગરોમાં આશરે 60% મહિલાઓ

Amreli Live

પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું- અમે કોરોનાના નામે કોઈ કિટ નથી બનાવી

Amreli Live

PM મોદીએ લોન્ચ કરેલી 50 હજાર કરોડની ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ યોજના શું છે?

Amreli Live

ભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના આપઘાતથી હચમચી ગયો શ્રીસંત, કહ્યું – હું તે જ સ્ટેજ પર હતો પણ…

Amreli Live