26.4 C
Amreli
22/09/2020
મસ્તીની મોજ

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

કંપનીએ શરુ કરી એક્સચેન્જ ઓફર, જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર. ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા કંપની એમ્પીયર વ્હીકલ્સ (Ampere Vehicles) એ ગ્રાહકો માટે નવો પ્રોગ્રામ શરુ કર્યો છે, જેમાં ગ્રાહકો પોતાની જૂની બાઈક અથવા સ્કૂટરના બદલામાં એમ્પીયર સ્કૂટર (મોપેડ) ઘરે લાવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ એક્સચેન્જ ઓફર શરૂ કરી છે, જેનો હેતુ વેચાણ વધારવાનો છે, અને તેના માટે કંપનીએ ક્રેડ આર સાથે ભાગીદારી કરી છે.

આ એક્સચેન્જ ઓફરનો ફાયદો વધારેમાં વધારે લોકોને મળી શકે એટલા માટે કંપની ફક્ત ઇલેક્ટ્રિક વાહનના બદલામાં ઇલેક્ટ્રિક વાહન જ નહિ, પણ પેટ્રોલ મોપેડ અને બાઈકના બદલામાં પણ ગ્રાહકોને એમ્પીયર ઇલેક્ટ્રિક સ્કૂટર ઘરે લઇ જવાની તક આપી રહી છે. આ પ્રોગ્રામનો ફાયદો ગ્રાહકોને મળવાની સાથે જ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પણ પ્રોત્સાહન મળશે.

એમ્પીયર વ્હીકલ્સે આ વર્ષે જૂન મહિનામાં મૈગ્નસ પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર (મોપેડ) લોન્ચ કર્યું હતું, તે કંપનીની લાઇનઅપમાં પ્રમુખ મોડલ છે. તેની સાથે એમ્પીયર પાસે હવે દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની વધુ એક વિસ્તૃત શૃંખલા છે, જેમાં લીડ એસિડ બેટરી મોડલથી લઈને લિથિયમ આયર્ન ઈ સ્કૂટર શામેલ છે. પણ વેચાણ વધારવા માટે ઈવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) નિર્માતાએ હવે એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવા માટે ક્રેડ આર સાથે ભાગીદારી કરી છે.

જો તમારી પાસે પણ કોઈ પેટ્રોલ મોપેડ અથવા બાઈક છે, જેના બદલામાં તમે એમ્પીયર ઇલેક્ટ્રિક મોપેડ ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારે પોતાના નજીકના એમ્પીયર ડીલર પાસે જવું પડશે. ત્યારબાદ અમુક પ્રોફેશનલ્સ તમારી જૂની બાઈક અથવા મોપેડની કંડિશન ચેક કરશે. ત્યારબાદ તમારા વાહનના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવશે. વેરિફિકેશન પ્રક્રિયા પુરી થયા પછી તમે તમારું મનપસંદ ઇલેક્ટ્રિક મોપેડ પસંદ કરી શકો છો, અને જુના વાહનના ભાવને નવા વાહનના ભાવમાંથી ઘટાડી દેવામાં આવશે.

આ ઓફરને કારણે તમે ન ફક્ત નવી એમ્પીયર મોપેડ ખરીદી શકો છો, પણ તેનાથી જુના વાહનોને પણ રસ્તા પરથી હટાવી શકાશે જે વધતા પ્રદુષણ માટે જવાબદાર છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

Amreli Live

લક્ષ્મીજીના આ મંદિરમાં સાચા મનથી આવનારા લોકોને મળે છે માતાની કૃપા, મનોકામના થાય છે પૂરી

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

શું હોય છે અધિકમાસ? ભગવાન રામના નામ પર કેમ પડ્યું તેનું નામ પુરુષોત્તમ માસ

Amreli Live

Cooking Tips : કરકરા ‘જીરા આલુ’ બનાવવા માટે 5 સરળ ટિપ્સ

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

આધાર નંબર લોક કરી, આ એક ખાસ કામ કરી લો, ઘણા અઢળક છે ફાયદા.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

તંદુરસ્ત રહેવું છે, તો તેની માટે સોફી ચૌધરીની આ 4 સરળ કસરત ઘરે જ કરી શકો છો.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

સોલર એનર્જીથી ચાલશે કાર, આ છે મોદી સરકારનો નવો પ્લાન

Amreli Live

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

નવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.

Amreli Live

નવું ઘર ખરીદવા માંગતા હો, તો આ સરકારી યોજનાઓનું રાખો ધ્યાન, થશે લાખોનો ફાયદો.

Amreli Live

મફત ગેસ સિલેન્ડર મેળવવાની છેલ્લી તક, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો

Amreli Live