25.3 C
Amreli
13/08/2020
અજબ ગજબ

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

અચંભિત કરી દેનાર ઘટના : લગ્ન પ્રસંગમાં 95 મહેમાન કોરોના પોઝિટિવ સહીત વરરાજાનું મૃત્યુ

બિહારમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. તાજો બનાવ પટનાના પાલીગંજ વિસ્તાર સાથે જોડાયેલો છે, જ્યાં કોરોના બૉમ્બ ફાટ્યો છે. પાલીગંજમાં દિલ્લીથી આવેલા એક યુવકે લગ્ન કર્યા અને સુહાગરાતના બીજા દિવસે તેનું મૃત્યુ થઈ ગયું. પછી ખબર પડી કે તે કોરોના પોઝિટિવ હતો. ત્યારબાદ આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો.

જયારે તેના લગ્નમાં શામેલ 125 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા, ત્યારે પહેલા તો 15 લોકો પોઝિટિવ નીકળ્યા હતા. પછી સોમવારે આવેલા કોરોનાની તપાસના રિપોર્ટમાં 79 જાનૈયા કોરોના પોઝિટિવ મળ્યા છે. તે દરેક પાલીગંજના ડીહપાલી ગામમાં 16 જૂને લગ્નના જમણવારમાં ભરપેટ ખાવા ગયા હતા. પાલીગંજમાં થયેલા આ લગ્ન પછી હવે આ કેસ સામુદાયિક સંક્રમણનું રૂપ લેતો દેખાઈ રહ્યો છે.

લગ્નના જમણવારમાં પેટભરી ખાધું, હવે છે કરોનાનો ભય :

જેના લગ્નમાં દરેક વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે, તે વરરાજાનું લગ્ન પછી એટલે કે સુહાગરાતના બીજા દિવસે 17 જૂને ઈલાજ દરમિયાન મોત નીપજ્યું. વરરાજાના મૃત્યુ પછી તેના માં-બાપ સહીત 125 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે જ જ્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા તે દરેક મહોલ્લાને સીલ કરી દેવામાં આવ્યા હતા. દરેક પોઝિટિવ દર્દીઓને ઈલાજ માટે મસૌઢીમાં આવેલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાલીગંજ બજારમાં એક સાથે આટલી સંખ્યામાં કોરોના દર્દી મળવાથી વિસ્તારમાં ડરનો માહોલ છે. બીડીઓ ચિરંજીવી પાંડેયએ જણાવ્યું કે, સંક્રમિત દર્દી મળી આવેલા ગામ અને મહોલ્લાને ચિહ્નિત કરીને સીલ કરી દેવામાં આવ્યા છે.

પટનાના પાલીગંજમાંથી મળ્યા 79 સંક્રમિત :

સોમવારે ફક્ત પટના જિલ્લામાંથી 109 સંક્રમિત લોકો મળ્યા છે. તેમાંથી 79 તો એકલા પાલીગંજમાંથી છે. પાલીગંજમાં મળેલા દરેક સંક્રમિત એક લગ્ન પ્રસંગમાં શામેલ થયા હતા. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર લગ્ન સમારોહમાં શામેલ થવાવાળા મોટાભાગના લોકોના રિપોર્ટ આવ્યા છે, જે પોઝિટિવ છે. પટનાથી 109 નવા સંક્રમિત મળ્યા પછી આ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 696 થઈ ગઈ. તેમાંથી અત્યાર સુધી 321 સાજા થયા છે. 6 ના મૃત્યુ થયા છે. અહીં એક્ટિવ કેસ 369 છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

દક્ષિણી દિલ્હીના આ પરિવારે ઘરે રહીને આપી કોરોનાને હાર, જાણો કેવી રીતે

Amreli Live

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

WHO એ પણ માન્યું હવે હવામાં ફેલાઈ રહ્યો છે કોરોના, જાણો કેટલો ખતરનાક?

Amreli Live

મનોરંજનની દુનિયામાં ભૂકંપના ઝટકા હજી બંધ થવાનું નામ નથી લેતા, વધુ એક સફળ હીરોની આત્મહત્યા.

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

મારી જેમ તમે પણ કરી શકો છો 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું, ફોલો કરો GM ડાયટ પ્લાન.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

RO નું પાણી પીવા વાળા લોકો માટે જરૂરી ખબર, વર્ષના અંત સુધી અહીં Purifier પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live