14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

જાહેર થયું શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ, પાકિસ્તાન નો આ નમ્બર અને ચીન 70 અને ભારતને મળ્યો આ રેંક

શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં ભારતને મળ્યો આ નંબર, જાણો અન્ય દેશોથી ભારતનો પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે. વર્ષ 2021 માટે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરી દેવામાં આવ્યું છે. શક્તિશાળી પાસપોર્ટ ધરાવનારને ઘણા દેશોમાં વિઝા વગર મુસાફરી કરવાની સુવિધા મળે છે.

Henley & Partners ની પાસપોર્ટ ઇંડેક્સ ગ્લોબલ રેન્કિંગ અનુસાર, દુનિયામાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો છે. તેમજ સુપરપાવર અમેરિકા સાતમા નંબર પર છે. બીજી તરફ આ યાદીમાં ભારત 85 માં નંબર પર છે. તે સિવાય ખરાબ સ્થિતિવાળું પાકિસ્તાન નીચેથી ચોથા નંબર પર છે, અને ચીન 70 માં નંબર પર છે.

કોઈ પણ દેશના પાસપોર્ટનું રેન્કિંગ એ વાત પર નક્કી કરવામાં આવે છે, જેના પાસપોર્ટ ધારકોને વિઝા વગર કેટલા દેશોમાં પ્રવેશની પરવાનગી મળે છે. તેનો અર્થ એ છે કે, કેટલા દેશ સંબંધિત દેશના નાગરિકોને પોતાને ત્યાં વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. રેન્કિંગ ઇન્ટરનેશનલ એયર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ડેટા પર આધારિત હોય છે, જે દુનિયાની સૌથી મોટી અને સૌથી ચોક્કસ યાત્રાની જાણકારીનો ડેટાબેઝ બનાવી રાખે છે. Henley & Partners રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ શોધ દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે.

પહેલા નંબર પર છે જાપાન : આ વખતે શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગમાં એશિયાઈ દેશોનો કબ્જો છે. આખી દુનિયાના 191 દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા સાથે જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. જાપાનને આ રેન્કિંગમાં પહેલું સ્થાન પ્રાપ્ત થયું છે. બીજા નંબર પર સિંગાપુર છે, જેના નાગરિકોને 190 દેશોમાં અને ત્રીજા નંબર પર દક્ષિણ કોરિયા અને જર્મની છે, જેના નાગરિકોને 189 દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. તેમજ ઇટલી, ફિનલેન્ડ, સ્પેન અને લક્ઝમબર્ગ ચોથા અને ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા 5 માં નંબર પર છે.

આ સ્થાન પર છે ભારત : દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં ભારતનું સ્થાન 85 મું છે. આ રીતે ભારતીય નાગરિકોને 58 દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે. ભારત સાથે તજાકિસ્તાન પણ આ સ્થાન પર છે.

ચીન અને પાકિસ્તાનની શું હાલત છે? પાસપોર્ટ રેન્કિંગમાં ચીનને 70 મું સ્થાન મળ્યું છે, આ રીતે ચીની નાગરિક 75 દેશોમાં વિઝા ઓન અરાઈવલ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. તેમજ, ખરાબ હાલતવાળા પાકિસ્તાનને આ યાદીમાં 107 મું સ્થાન મળ્યું છે, જે નીચેથી ચોથું છે. આ રીતે પાકિસ્તાની નાગરિકોને ફક્ત 32 દેશોમાં જ વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે.

આ માહિતી tv9 હિન્દી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

જો તમે કરશો આ કામ, તો તમારા પર પણ વરસશે ગુરુની કૃપા, જીવનમાં મળશે સુખ જ સુખ.

Amreli Live

કેમ દર 12 વર્ષે ભરાય છે કુંભ મેળો? જાણો તેની પાછળનું રહસ્ય.

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આજે નોકરીવર્ગને લાભ થાય, શુભ સમાચાર મળે.

Amreli Live

મજેદાર જોક્સ : પપ્પુ : અમે 45 ભાઈ-બહેન છીએ. મુન્ના : શું તમારે ત્યાં વસ્તી નિયંત્રણવાળા આવ્યા નહતા…

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

Samsung Galaxy M31 Prime સ્માર્ટફોન થયો લોન્ચ, ફોન સાથે મળશે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફત.

Amreli Live

ઘરથી પણ વધારે આલીશાન છે નીતા અંબાણીનું 230 કરોડનું પ્રાઇવેટ જેટ, જુઓ અંદરના ફોટા

Amreli Live

જન્મના વાર પરથી ખુલે છે તમારા ઘણા ઊંડા રહસ્ય, જાણો કેવી છે તમારી પર્સનાલિટી.

Amreli Live

ઝૂમ મિટિંગમાં સેક્રેટરી સાથે અધિકારીએ કર્યું એવું કામ કે તેમની સામે લેવાયા આ પગલાં

Amreli Live

સંગમના કિનારે કેમ સૂતા છે રામભક્ત હનુમાન? જાણો તેની પાછળનું રહસ્ય.

Amreli Live

કયા દેશમાં સોનાનું ATM છે? ખુબ વિચાર્યા પછી કેન્ડિડેટે આપ્યો મજેદાર જવાબ, જેનાથી દરેક હસી પડતા

Amreli Live

સરદાર પટેલ પુણ્યતિથિ : એ સરદાર જેમણે દેશને ‘એક’ કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું

Amreli Live

અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, તો પણ કેમ આત્મહત્યા કરે છે સેલિબ્રિટી?

Amreli Live

આયુર્વેદ અનુસાર એક સાથે આ વસ્તુઓ ખાવાથી નબળી થઇ શકે છે પાચન શક્તિ

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

અધિકારીએ પૂછ્યું : મોબાઈલ કિપેડના દરેક નંબરનો ગુણાકાર કરવા પર શું જવાબ આવશે? કેન્ડિડેટે ઝડપથી આપ્યો આ જવાબ.

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

આઝાદી પછી સૌ પ્રથમ વાર સેનાની વર્દીનું કાપડ બનશે સુરત શહેરમાં, અત્યાર સુધી અહીંથી મંગાવતા હતા.

Amreli Live

Mirzapur Season 2 : ટ્વીટર પર ટ્રેંડ થઇ રહ્યું છે ‘બાયકોટ મિરઝાપુર 2’, અલી ફઝલ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

Amreli Live

મુકેશ અંબાણીની જેમ જ તેમના વેવાઈ પણ છે ઘણા દાનવીર, એક વર્ષમાં દાન કર્યા આટલા કરોડ રૂપિયા

Amreli Live