ભારતમાં સુપરહિટ રહી આ આઠ ફિલ્મો, પરંતુ વિદેશોમાં આ કારણે કરી દેવામાં આવી બેન. બોલીવુડ ફિલ્મોને લઈને વિવાદ થવો કોઈ નવી વાત નથી. ભારતમાં દર વર્ષે ન જાણે કેટલીય ફિલ્મોને લઈને બબાલ થઇ જાય છે. બબાલ છતાં પણ તે ફિલ્મો કાપકૂપ કર્યા પછી રીલીઝ થઇ જાય છે. તેમાંથી ઘણી ફિલ્મો તો એવી હોય છે, જેને પાછળથી લોકો ઘણી પસંદ પણ કરે છે. આજે તમને એવી જ થોડી ફિલ્મો વિષે જણાવીશું, જે ભારતમાં તો હીટ થઇ ગઈ પરંતુ બીજા દેશોએ તેની ઉપર પ્રતિબંધ લગાવી દીધો.
તેરે બિન લાદેન : અલ-કાયદાના સંસ્થાપક અને ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેન ઉપર બનેલી કોમેડી ફિલ્મ ‘તેરે બિન લાદેન’ ને ભારતમાં લોકોએ ઘણી પસંદ કરી હતી. પરંતુ આ ફિલ્મ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પાકિસ્તાની કલાકાર અલી ઝફરે ભજવી હતી.
બોમ્બે : વર્ષ 1995 માં રીલીઝ થયેલી ફિલ્મ ‘બોમ્બે’ માં ડીસેમ્બર 1992 થી જાન્યુઆરી 1993 ના સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ દેખાડવામાં આવી હતી. ખાસ કરીને બાબરી મસ્જીદને લઈને થયેલા વિવાદને આ ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સિંગાપુર સરકારે તેને પ્રતિબંધિત કરી દીધી હતી.
પેડમેન : વર્ષ 2018 માં રીલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’ ને ભારતમાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મને લઈને પાકિસ્તાને વાંધો રજુ કરતા તેની ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ઓહ માય ગોડ : અક્ષય કુમાર, પરેશ રાવલ અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ઓહ માય ગોડ’ ને લઈને ભારતમાં ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. આમ તો તેને પસંદ કરવાવાળાની સંખ્યા પણ ઓછી ન હતી. તેને લઈને થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ ફિલ્મ ઉપર પતિબંધ લગાવી દીધો હતો.
ધ ડર્ટી પિક્ચર : અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન ઉપર બનેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ માં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મને લઈને તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા હતા. આમ તો ધ ડર્ટી પિક્ચરમાં ઘણા બોલ્ડ સીન હતા જેને લઈને તેને કુવૈતમાં પ્રતિબંધિત કરી દીધી હતી.
દેલી બેલી : વર્ષ 2011 માં રીલીઝ થયેલી ફિલ્મ ડેલી બેલીને લોકોએ ઘણી પસંદ કરી હતી. ખાસ કરીને યુવાનોમાં આ ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ હતી. ફિલ્મમાં ગાળો હોવાને કારણે તેને એડલ્ટ સર્ટીફીકેટ મળ્યું હતું. આ ફિલ્મને નેપાળમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.
રાંઝણા : સોનમ કપૂર, અભય દેઓલ અને ધનુષની ફિલ્મ ‘રાંઝણા’ ને ભારતમાં ઘણી પસંદ કરવામાં આવી. વર્ષ 2013 માં રીલીઝ થયેલી આ ફિલ્મની આજે પણ પ્રશંસા થાય છે. પરંતુ આ ફિલ્મથી પાકિસ્તાનને ઘણી તકલીફ પડી. સોનમ કપૂરે આ ફિલ્મમાં એક મુસ્લિમ છોકરીનું પાત્ર ભજવ્યું હતું. કહેવામાં આવે છે કે, મુસ્લિમ હોવા છતાં પણ સોનમે ફિલ્મમાં બે હિંદુ છોકરાઓ સાથે પ્રેમ કર્યો તે ખોટું છે.
ઉડતા પંજાબ : વિવાદિત ફિલ્મ ‘ઉડતા પંજાબ’ ને લઈને ભારતમાં પણ ઘણી બબાલ થઇ હતી. ફિલ્મમાં ડ્રગ્સના ફેલાયેલી જાળને દેખાડવામાં આવ્યું. તેમાં ઘણી ભૂલો પણ હતી, જેના કારણે તેને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com