32.3 C
Amreli
25/10/2020
અજબ ગજબ

જાણો પૂજનથી લઈને ભોજન સુધી ઉપયોગ થનારા નારિયળથી જોડાયેલ ખાસ વાતો

નારિયળના ઝાડથી લઈને તેનો દરેક ભાગ હોય છે ઘણો ઉપયોગી, જાણો નારિયળથી જોડાયેલી આ ખાસ વાતો.

નારિયેળના ઝાડથી લઈને તેના દરેક ભાગ બહુઉપયોગી હોય છે. વિશ્વ નારીયેલ દિવસ (2 સપ્ટેમ્બર) ઉપર જાણો ઔષધીય ગુણોથી ભરપુર સદીઓથી સ્વાદ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ ફળ વિષે.

નારીયેલ એક બહુઉપયોગી ઝાડ છે. ખાસ કરીને : તેના ફળ ખાવા અને એક ખાદ્ય પદાર્થોના રૂપમાં ઉપયોગ થાય છે. તેના રેશા, પાંદડા માંથી સાવરણી, ચટાઈ, ઝુપડાના છાપરા, સોફા, ખુરશી, બ્રશ વગેરે બનાવવામાં આવે છે. તેના ફળને આપણી સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા-પાઠથી લઈને સન્માન, અભિનંદનમાં શ્રીફળ ભેંટ કરવાની પરંપરા તો વૈદિક કાળથી ચાલતી આવે છે. તેને સંસ્કુતમાં શ્રીફળ, ગુજરાતીમાં નારિયેળ, બંગાળીમાં નારીકેલ, મરાઠીમાં નારલ અને કાશ્મીરીમાં ખુપ્ર પણ કહે છે. પુરાણોમાં છે વર્ણન.

પૌરાણીક કથા મુજબ, દેવોથી નારાજ થઈને રાજશ્રી માંથી બ્રહ્મર્ષિ બનેલા વિશ્વામિત્રએ સ્વયં સૃષ્ટિનું સર્જનનું પ્રારંભ કરી દીધું હતું. તેમનું બનાવેલું માથું જ નારીયેલ છે. બ્રહ્માની સૃષ્ટિમાં માણસોને બે આંખો હોય છે, જયારે વિશ્વામિત્રએ પોતાની maમાનવ રચનામાં ત્રણ આંખો બનાવી હતી એટલા માટે નારિયેળમાં આંખોના આકારના ત્રણ પ્રતિક જોવા મળે છે. તે કારણ છે કે નારિયેળને ત્રિનેત્ર પણ કહેવામાં આવે છે.

ઘણા લોકો માને છે કે તે બહુવર્ષી અને એકબીજપત્રી છોડ ઉત્પતી રૂપે ન્યુઝીલેન્ડના દરિયા કાંઠાનું ઝાડ છે, જે પાછળથી ભારત સહીત બીજા દેશોમાં પહોચ્યું. તે ઉષ્ણ કટીબંધીય હવામાનમાં સરળતાથી ઉગે છે. ભારતમાં તે કેરલ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉડીસા, બંગાળ અને અંડમાન-નીકોબાર વગેરે સ્થળોમાં મળી આવે છે. ભારતમાં કેરલ રાજ્ય નારિયેળના ઉત્પાદનમાં સૌથી આગળ છે.

પૂજાથી લઈને ભોજન સુધીમાં ઉપયોગ

નારિયેળનું ફળ બહારના ભાગથી મોટું અને રેશાદર હોય છે, જે એક કડક આવરણથી ઢંકાયેલુ રહે છે. નારિયેળના કાચા (લીલા) ફળને ‘ડાભ’ કહે છે. કાપવાથી તે મીઠું લાગે છે, જે ઘણું ગુણકારી હોય છે. તેનો કાચો ગરબ પણ ખાવામાં આવે છે. પાકા નારિયેળની અંદર રહેલો ગરબ હવન-પૂજાથી લઈને પંચ મેવામાં મહત્વનું સ્થાન ધરાવે છે.

ગરબનું તેલ માથાને ઠંડક આપે છે અને વાળને સુકાપણાના સંક્રમણથી બચાવે છે. તેનું તેલ વનસ્પતિ તેલની જેમ જુદા જુદા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે. મીઠાઈ, ચોકલેટ, પુડિંગ, કઢી, ચટણી કેક, પેસ્ટ્રી વગેરે બનાવવામાં પણ કામ આવે છે.

રોગ પતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ

આયુર્વેદિક ડોક્ટર અર્પિતા સી. રાજ જણાવે છે કે નારિયેળમાં રેડીયમ અને કોબાલ્ટ મળી આવે છે, તેથી કેન્સરના દર્દીઓને ગરબ કે નારીયેલ પાણીને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત તે હ્રદય, યકૃત કીડની, મોઢાના ચાંદા વગેરે રોગોમાં ઘણું ફાયદાકારક હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઘણું મદદરૂપ છે. તેમાં પાણી, પ્રોટીન, ચરબ, ખનીજ તત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન,પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે.

કાંઠાના વિસ્તારોમાં વર્ષોથી નારીયેલનો ઉપયોગ ખાવાપીવા અને સોંદર્ય સુધારવા માટે કરવામાં આવે છે. નારિયેળનો દરેક ભાગ કોઈને કોઈ રીતે ફાયદાકારક જ હોય છે, પરંતુ નારીયેલના પાણીમાં કંઈક એવા તત્વ હોય છે, જેની શરીરને સૌથી વધુ જરૂર રહે છે. એક નારિયલમાં લગભગ 200 મિલીલીટર પાણી હોય છે.

સ્વાદમાં તે મીઠું અને તાજગીભરેલું હોય છે. તેના પાણીમાં ઘણી ઓછી કેલેરી હોવા સાથે જ એંટીઓક્સીડેંટસ, અમીનો-એસીડ, એંજાઈમ્સ, બી-કોમ્પલેક્ષ, વિટામીન-સી અને મુખ્ય લવણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. શરીરમાં પાણીની ઉણપ થઇ જાય કે લોહીમાં તૈલી પદાર્થની ઉણપ થઇ જાય તો કાંઠાના વિસ્તારના લોકો નારીયેલ પાણીને ઘરગથ્થુ ઔષધી તરીકે અપનાવે છે. ડાયરિયા, ઉલટી કે ઝાડા ઉપર ડોક્ટર પણ ઓઆરએસનો ઉકાળો કે નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે.

ચમત્કારી છે ઘરેલું ઉપચાર

સુકા નારિયેળ માંથી નીકળતા તેલનું ઔષધીય મહત્વ વધુ રહે છે. તેનું માલીસ ત્વચાને તાજી બનાવે છે અને વાળમાં તેના ઉપયોગથી સુકાપણું અને ખોડાની સમસ્યા માંથી છુટકારો મળે છે. તાવને કારણે વારંવાર લાગતી તરસમાં સામાન્ય પાણી પીવાની મનાઈ કરવામાં આવે છે. તેવામાં નારિયેળની ચોટીને સળગાવીને ગરમ પાણીમાં નાખીને રાખી દો. જયારે પાણી ઠંડું પડી જાય તો ગાળીને દર્દીને પિવરાવો. તાવમાં નુકશાન નથી કરતું અને તરસ પણ છીપાવે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

આસ્થા ઉપર હુમલો : 80 વર્ષ જૂનું હનુમાન મંદિર તોડ્યું, 20 હિન્દુઓના ઘરો પણ જમીનદોષ કર્યા, કેમ આવું.

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

રેપર બાદશાહ પછી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા ઉપર મુંબઈ પોલીસે કર્યો ઘડાકો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ગણપતિ બપ્પા મોરિયા, સંકટમાં ન તો ઓછી થઇ આસ્થા અને ન તો ડગ્યો વિશ્વાસ, સંકટ હરશે ગજાનન

Amreli Live

શું છે શિવ પંચાક્ષર મંત્ર અને શિવ પંચાક્ષર સ્ત્રોત? શિવ પૂજાના સમયે કરો તેનો જાપ

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

સાઢા ત્રણ લાખમાં કર્યા લગ્ન, અને પાંચ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહીં જ ભોલેનાથે આપ્યો હતો બ્રહ્માને શ્રાપ.

Amreli Live

બે બાળકનો પિતા કુંવારી યુવતીના એકતરફી પ્રેમમાં થયો પાગલ, યુવતીને ધમકીઓ ઉપર આપી ધમકીઓ પછી તો…

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live