29.7 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

જાણો નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

નવરાત્રી દરમિયાન શુભ કાર્યો કરવાની સાથે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામો. નવરાત્રી સુદ પખવાડિયાની એકમ તિથીથી શરુ થાય છે. ચૈત્ર નવરાત્રી હોય કે શરદ નવરાત્રી નવ દિવસ સુધી માં ભગવતીની પૂજાનો ઉત્સવ ચાલે છે. લોકો માં પાસે મનોકામનાઓ પૂરી કરવાની આશાએ ઉપવાસ રાખે છે. રાત આખી માતાના જાગરણ કરે છે. નવરાત્રી પર્વની ધૂમ દેશના દરેક ભાગમાં અલગ અલગ રીતે જોવા મળે છે.

ઉત્તર ભારતમાં મંદિરોમાં માં ભગવતીની પુરા શણગાર સાથે પૂજા કરવામાં આવે છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તો બંગાળમાં મનાવવામાં આવતો દુર્ગાત્સ્વ અલગ જ છાપ ઉભી કરે છે. માં ના મંદિરો ખાસ કરીને જમ્મુના કતરા આવેલા માતા વેશ્નોદેવીમાં તો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓની ભીડ જમતી હોય છે. પરંતુ જાણે અજાણ્યે અમુક એવી ભૂલો થઇ જાય છે, જેનાથી બચવું જોઈએ. આવો જણાવીએ તમને નવરાત્રીના દિવસોમાં શું સાવચેતીઓ રાખવી જોઈએ.

નવરાત્રીમાં શું કરવું? નવરાત્રીમાં ક્યા કાર્યો કરવાના છે પંડિતજી નીચે થોડી વિશેષ વાતોને ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે.

1. દરરોજ મંદિરે જવું : નવરાત્રીમાં દરરોજ વ્યક્તિએ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું ધ્યાન ધરવું જોઈએ અને પોતાના કુટુંબની સુખની પ્રાર્થના માતાજી પાસે કરવી જોઈએ.

2. દેવીને જળ ચડાવવું જોઈએ : શાસ્ત્ર જણાવે છે કે જો દરરોજ સ્વચ્છ જળ, નવરાત્રીમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

3. ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો : જો તમે ઘરે જ છો અને બહાર નથી જતા તો તમારે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ. સાથે જ સ્વચ્છ અને પવિત્ર કપડાનો જ ઉપયોગ વ્યક્તિએ કરવો જોઈએ.

4. નવ દિવસ સુધી વ્રત રાખવું : આજે એ વાત વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે કે વ્યક્તિ જો ઉપવાસ કરે છે તો તે કાર્યથી શરીરની સફાઈ થઇ જાય છે. બીજી તરફ ભક્તિની દ્રષ્ટિએ પણ ઉપવાસનું ઘણું મહત્વ દર્શાવવામાં આવે છે. આજે કલયુગમાં ઉપવાસ એક પ્રકારની તપસ્યા જ છે.

5. નવ દિવસો સુધી દેવીનો વિશેષ શૃંગાર કરવો : નવરાત્રીમાં વ્યક્તિએ નવ દિવસ સુધી દેવી માતાજીનો વિશેષ શૃંગાર કરવો જોઈએ. શૃંગારમાં માતાજીને ચોલા, ફૂલની માળા, હાર અને નવા નવા કપડાથી માતાજીનો શૃંગાર કરવામાં આવે છે.

6. આઠમ ઉપર વિશેષ પૂજા અને કન્યા ભોજન કરાવવું : માતાજીને આઠમાં દિવસે, માતાજીની વિશેષ પૂજાનું આયોજન કરવું, શુભ માનવામાં આવે છે. આ પૂજા માટે જો કોઈ બ્રાહ્મણની મદદ લેવામાં આવે તો ઉત્તમ ગણવામાં આવે છે અને જો બ્રાહ્મણ ન હોય તો પોતે માતા સ્ત્રોત વાચવા અને ધ્યાન પાઠ કરવા જોઈએ.

7. માતાની અખંડ જ્યોત પ્રગટાવવી : નવરાત્રીમાં માતાજીની અખંડ જ્યોત જો દેશી ગાયના ઘી માંથી પ્રગટાવવામાં આવે તો તે માતાજીને ખુબ ગમતું કાર્ય હોય છે. પરંતુ જો ગાયનુ ઘી ન હોય તો બીજા ઘી માંથી માતાની અખંડ જ્યોત પૂજા સ્થાન ઉપર જરૂર પ્રગટાવવી જોઈએ.

8. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો : નવરાત્રીમાં એક વાતનું વિશેષ ધ્યાન બધાએ રાખવું જોઈએ કે જો તમે વ્રત કરી રહ્યા છો કે નથી કરી રહ્યા પરંતુ તે નવ દિવસમાં દરેક વ્યક્તિએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

નવરાત્રીના દિવસોમાં શું ન કરવું? નવરાત્રીમાં કોઈ કાર્યો કરવાથી બચવું છે જ્યોતિષાચાર્ય નીચે થોડી વિશેષ વાતો ધ્યાનમાં રાખવાની વાત કરી રહ્યા છે.

1. વઘાર ન કરવો : ઘરમાં કોઈ વ્યક્તિ વ્રત નથી પણ કરી રહ્યા તો પણ તેના માટે બનનારુ ભોજન સાત્વિક હોય. નવ દિવસ સુધી ઘરમાં વઘારનો ઉપયોગ ન કરવો જોઈએ.

2. લસણ-ડુંગળીનો ઉપયોગ ન કરો : નવરાત્રીમાં ઘરની અંદર લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ.

3. દાઢી, નખ અને વાળ કાપવા નવ દિવસ બંધ રાખો : નવરાત્રીમાં વ્યક્તિએ દાઢી, નખ અને વાળ ન કાપવા જોઈએ. શાસ્ત્રોએ આ કાર્યને નવરાત્રીમાં સ્પષ્ટ મનાઈ કરી છે.

4. માંસ અને દારુનો ઉપયોગ ન કરો : માતાના નવ દિવસોની ભક્તિ વાળા દિવસોમાં, માણસે માંસ અને દારુનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live

જાણો 3 ઓક્ટોબર 2020 નું પંચાંગ, શુભ મુહૂર્ત, રાહુકાળ અને સૂર્ય-ચંદ્રની સ્થિતિ.

Amreli Live

હવે ફક્ત ફોન પર LPG સિલેન્ડર બુક કરાવી લેવાથી મળશે નહિ સિલેન્ડર, 1 નવેંબરથી કરવું પડશે આ કામ

Amreli Live

શનિવારે આ 4 રાશિના લોકોના માર્ગમાં આવશે અડચણો, સતર્ક રહેવું, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત, વિસર્જનનું મહત્વ અને પૂજા વિધિ.

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

કહાની માતા રાણીની : અહંકારથી ચૂર થઇ ગયા હતા દેવતા, માં દુર્ગાએ આવી રીતે તોડ્યો બધા નો ઘમંડ

Amreli Live

ઓક્ટોબરમાં ચાર ગ્રહોમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કઈ રાશીઓ માટે રહેશે શુભ સમય.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

Amreli Live

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

આ ત્રણ પ્રશ્નો એવા છે જેનો જવાબ અપાવો ઘણો કઠણ છે, એકવાર તમે પણ પ્રયત્ન કરી જુઓ.

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

લીનિંગ ટાવર ઓફ પીસા કરતા વધારે નમેલું છે બનારસનું આ મંદિર, તેના વિષે જાણીને ચકિત થઈ જશો

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

Amreli Live

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

આ ચમત્કારી ઉપાય કરવાથી તમને મળશે દેવાથી મુક્તિ, થશે ધન લાભ.

Amreli Live

રાહુ 23 સપ્ટેમ્બરે કરશે રાશિ પરિવર્તન, જાણો કોને મળશે ખુશીઓ, કોને મળશે દુઃખ.

Amreli Live

Digital Village થી 20 લાખ લોકોને મળશે રોજગાર, કેંદ્ર સરકારની આ યોજના વિષે જાણો બધું જ.

Amreli Live

શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિવાળાઓ ને ફાયદો, કોનો સમય રહશે કઠણ.

Amreli Live