26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્પ નક્ષત્રનું મહત્વ, લાભ અને પ્રભાવ.

પુષ્પ નક્ષત્રથી જોડાયેલ દરેક વાતો તમારે જરૂર જાણવી જોઈએ, જાણો તેના લાભ અને પ્રભાવ. ‘સર્વસિદ્ધીકર પુષ્ય:’ જ્યોતિષ શાસ્ત્રમાં સાચી અને સચોટ ભવિષ્યવાણી કરવા માટે નક્ષત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. નક્ષત્ર દ્વારા કોઈ માણસના સમજવા-વિચારવાની શક્તિ, અંતર્દ્રષ્ટિ અને તેની વિશેષતાઓનું વિશ્લેષણ ખુબ જ સરળતાથી કરી શકાય છે. માત્ર એટલું જ નહિ, પરંતુ નક્ષત્ર તમારી દશાના સમયગાળાની ગણતરી કરવામાં પણ મદદ કરે છે.

જ્યોતિષ વિશ્લેષણથી લઈને સચોટ ભવિષ્યવાણીઓ સુધી નક્ષત્રની અવધારણાનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કુલ 27 નક્ષત્ર ગણાવવામાં આવ્યા છે, અને તેમાંથી એક નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર, જેનું મહત્વ, લાભ અને અસર વિષે અમે આ લેખમાં વાત કરીશું. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથો મુજબ પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા અને મંગળકર્તા કહેવામાં આવે છે. તે ઉપરાંત તે સમૃદ્ધીદાયક, સર્વશ્રેષ્ઠ સર્વોપરી શુભ ફળ પ્રદાન કરવાવાળું નક્ષત્ર માનવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર કહેવામાં આવે છે કે, સંસ્કૃતિમાં સંતુષ્ટિ અને પુષ્ટિદાયક પુષ્ય નક્ષત્રનો વારોમાં શ્રેષ્ઠ ગુરુવાર સાથે યોગ થવાથી તે અતિ દુર્લભ ‘ગુરુપુષ્યામૃત યોગ’ કહેવાય છે. ગ્રંથો મુજબ પુષ્ય નક્ષત્ર સર્વસિદ્ધીકર છે. પુષ્યને પુષ્પનું બગડેલું રૂપ માનવામાં આવે છે.

પુષ્યનું પ્રાચીન નામ તિષ્ય શુભ, સુંદર અને સુખ સંપત્તિ આપનારું છે. વિદ્વાનો આ નક્ષત્રને ઘણો શુભ અને કલ્યાણકારી માને છે. પંચાંગના અંગમાં નક્ષત્રનું સ્થાન બીજું છે. સર્વાધિક ગતિથી ગમન કરવાવાળા ચંદ્રમાંની સ્થિતિના સ્થાનને સૂચવે છે, જે મન અને ધનના અઢીષ્ઠાતા છે. દરેક નક્ષત્રમાં તેની ઉપસ્થિતિ વિભિન્ન પ્રકારના કાર્યોની પ્રકૃતિ અને ક્ષેત્રનું નિર્ધારણ કરે છે.

તે મુજબ કરવામાં આવેલા કાર્યોમાં સફળતાનું પ્રમાણ વધુ હોવાને કારણે તેને મુહુર્તના નામથી ઓળખવામાં આવે છે. શુભ માંગલિક કર્મોના સંપાદનાર્થ ગુરુપુષ્યામૃત યોગ વરદાન સિદ્ધ હોય છે. ધંધાકીય કાર્યો માટે તો તે વિશેષ ફળદાયક માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલા જાપ, દાન, પુણ્ય મહાફળદાયક હોય છે.

પુષ્ય નક્ષત્રનું મહત્વ : આમ તો દરેક શુભ કાર્ય માટે અલગ-અલગ મુહુર્ત હોય છે, પરંતુ અમુક મુહુર્ત દરેક કાર્ય માટે વિશેષ હોય છે. તેમાંથી એક છે પુષ્ય નક્ષત્ર જેને ખરીદીથી લઈને બીજા શુભ કામો સુધી મુહુર્તનું સ્થાન પ્રાપ્ત છે. મુહુર્તના જ્યોતિષ શાસ્ત્રમાં સ્થાન અને જન સમાજમાં તેનું વિશેષ મહત્વ છે. કારતક અમાસનું પર્વ આવતા પહેલા પુષ્ય નક્ષત્રને શુભ માનવામાં આવે છે.

જયારે તે નક્ષત્ર સોમવાર, ગુરુવાર કે રવિવારે આવે છે, તો એક વિશેષ વાર નક્ષત્ર યોગ ઉભા થાય છે. જેના સંધીકાળમાં તમામ પ્રકારના શુભફળ નક્કી થઇ જાય છે. ગુરુવારના રોજ આ નક્ષત્ર આવવાથી ગુરુ પુષ્ય નામના યોગનું સર્જન થાય છે. આ ક્ષણ વર્ષમાં ક્યારેક ક્યારેક આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર માનવામાં આવે છે. તેમાં 8 માં સ્થાન ઉપર પુષ્ય નક્ષત્ર આવે છે. તે ખુબ જ શુભ નક્ષત્ર માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો મુજબ આમ તો આ નક્ષત્ર સ્થાયી હોય છે અને એટલા માટે આ નક્ષત્રમાં ખરીદેલી કોઈ પણ વસ્તુ કાયમી રીતે સુખ સમૃદ્ધી આપે છે.

પુષ્ય નક્ષત્રના જન્મેલા વ્યક્તિ : પુષ્ય નક્ષત્રના સ્વામી અને દિશા પ્રતિનિધિ શનિ ગ્રહને માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના દેવ બૃહસ્પતી, શુભતા, બુદ્ધીમત્તા અને જ્ઞાનના પ્રતિક છે, અને શનિ સ્થાયિત્વના. એટલા માટે આ બંનેના યોગ મળીને પુષ્ય નક્ષત્રને શુભ અને ચીર સ્થાયી બનાવી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને ખુબ જ શુભ માનવામાં આવે છે. વાર અને પુષ્ય નક્ષત્રના સંયોગથી રવી-પુષ્ય જેવા શુભ યોગનું નિર્માણ થાય છે.

shanidev suryaputra

આ નક્ષત્રમાં જેનો જન્મ થાય છે તે બીજાનું ભલું કરવા માટે હંમેશા તત્પર રહે છે. ઓછી ઉંમરમાં જ વિભિન્ન તકલીફો અને મુશ્કેલીઓમાંથી પસાર થવાને કારણે યુવાવસ્થામાં પ્રવેશ કરતા-કરતા તેઓ પરિપક્વ બની જાય છે. આ નક્ષત્રના લોકો મહેનત અને પરિશ્રમથી ક્યારે પણ પાછા નથી પડતા, અને પોતાના કામમાં ધગશ પૂર્વક લાગી રહે છે. તે આધ્યાત્મમાં ઘણો ઊંડો રસ ધરાવે છે અને ભગવાનના ભક્ત હોય છે.

તેમના સ્વભાવની એક મોટી વિશેષતા એ છે કે તે ચંચળ મનના હોય છે. તે પોતાનાથી વિપરીત લિંગવાળા વ્યક્તિ પ્રત્યે ઘણો સ્નેહ અને પ્રેમ ધરાવે છે. તે પ્રવાસ અને ભ્રમણના શોખીન હોય છે. તે પોતાની મહેનતથી જીવનમાં ધીમે ધીમે પ્રગતી કરતા જાય છે, સાથે જ પોતાના જીવનમાં સત્ય અને ન્યાયને મહત્વનું સ્થાન આપે છે. તે કોઈ પણ દશામાં સત્યથી પાછા પડવા નથી માગતા. જો કોઈ કારણસર તેને સત્યથી પાછું પડવું પડે છે, તો તે ઉદાસ અને દુઃખી રહે છે. તે આળસને પોતાની ઉપર આવવા નથી દેતા, અને એક સ્થાન ઉપર ટકી રહેવાનું પસંદ નથી કરતા.

પુષ્ય નક્ષત્રમાં કરો આ કામ તો મળશે પૂર્ણ ફળ :

ઋગ્વેદમાં પુષ્યને મંગળ કરતા, વૃદ્ધી કરતા અને સુખ સમૃદ્ધી દાતા કહેવામાં આવે છે.

1. આ યોગ કોઈ નવા કાર્યની શરુઆત કરવા માટે ઉપયુક્ત માનવામાં આવે છે.

2. પ્રવાસની શરુઆત કરવી.

3. વિદ્યા ગ્રહણ કરવી, કે કોઈ નવા શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેવો.

4. ગુરુ પાસેથી મંત્ર શિક્ષણ મેળવવું અને આધ્યાત્મિક પ્રગતી માટે સમય અનુકુળ હોય છે.

5. ધાર્મિક અનુષ્ઠાનો માટે પણ આ યોગની પસંદગી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

6. સાથે જ રાજકીય કાર્યોમાં સફળતા અપાવવામાં મદદરૂપ બને છે, નેતૃત્વની સંભાવના વધારે છે. પરંતુ એ પણ ધ્યાન આપવું જોઈએ કે, પુષ્ય નક્ષત્ર પણ અશુભ યોગોથી પીડિત અને અભીશાપિત હોય છે. શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલા કાર્ય સર્વથા અસફળ જ નહિ, ઉત્પાતકારી પણ હોય છે. એટલે કે પુષ્ય નક્ષત્રમાં શુક્રવારના દિવસને તો સર્વથા ત્યાગ જ આપો. બુધવારે પણ પુષ્ય નક્ષત્ર નપુંસક હોય છે. એટલે કે તેમાં કરવામાં આવેલા કાર્ય પણ નિષ્ફળતા આપે છે. પરંતુ પુષ્ય નક્ષત્ર શુક્ર અને બુધ ઉપરાંત સામાન્ય રીતે શ્રેષ્ઠ હોય છે. રવિ અને ગુરુપુષ્ય નક્ષત્ર સર્વથા પ્રતિબંધિત અને અભીશાપિત છે, એટલે કે પુષ્ય નક્ષત્રમાં લગ્ન ક્યારે પણ ન કરવા જોઈએ.

આગામી આવનારા પુષ્ય નક્ષત્રની તિથી :

11 ઓક્ટોબર 2020, રવિવાર.

08 નવેમ્બર 2020, રવિવાર.

31 ડીસેમ્બર 2020, ગુરુવાર.

આ માહિતી એસ્ટ્રો સેગા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

શ્રીરામ આ 4 રાશિઓના બધા પ્રકારના દુઃખ કરશે દૂર, કામ બાબતમાં થશે વખાણ

Amreli Live

ઓક્ટોબરમાં ચાર ગ્રહોમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કઈ રાશીઓ માટે રહેશે શુભ સમય.

Amreli Live

મકર અને કુંભ સહીત 5 રાશિઓ માટે સોમવારનો દિવસ રહેશે શાનદાર, વાંચો રાશિફળ.

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

આ રીક્ષા હરતું-ફરતું ઘર છે, બેડરૂમ-રસોડાથી લઈને બધું, ખર્ચ ફક્ત આટલા રૂપિયા

Amreli Live

નાગાર્જુન અક્કીનેની લવ લાઈફ : એક્ટરે પણ કર્યા હતા બે લગ્ન, તબ્બુ સાથે પણ હતું અફેયર, આવી છે તેમની સ્ટોરી.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

Dairy Milk અને મોંઘી Silk જેવી ચોકલેટ આ તહેવારોમાં ઘરે એકદમ સરળ રીતે બનાવો, જાણો સ્પેશિયલ રેસિપી

Amreli Live

1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

Amreli Live

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

પતિ અને પત્ની વચ્ચે નહીં થાય ચકમક, જાણો શું કહે છે ચાણક્ય નીતિ, દરેક વ્યક્તિએ વાંચવા જેવો આર્ટિકલ.

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live