25.9 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

જાણો ક્યારથી શરુ થવા જઈ રહી છે શારદીય નવરાત્રી? કળશ સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ.

આ તારીખેથી શરુ થવાની છે શારદીય નવરાત્રી, પૂજા વિધિની સાથે જાણો કળશ સ્થાપનાના મુહૂર્ત વગેરે. નવદુર્ગાની ઉપાસનાનો સૌથી શુભ દિવસ નવરાત્રી માનવામાં આવે છે. શારદીય નવરાત્રી (શરદ નવરાત્રી) પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે આ પવિત્ર તહેવર શ્રાદ્ધ પુરા થતા જ શરુ થઇ જાય છે, પરંતુ આ વખતે એવું શક્ય નથી થઇ શક્યું. કારણ કે આ વખતે શ્રાદ્ધ પૂરો થતા જ અધિક માસ શરુ થઇ ગયો છે, જેના લીધે જ નવરાત્રીનો તહેવાર લગભગ 25 દિવસ પછી ઊજવવામાં આવવાનો છે.

જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ વખતે કળશ સ્થાપનાના દિવસે ઘણા વિશેષ સંયોગ ઉભા થઇ રહ્યા છે. આજે અમે તમને શારદીય નવરાત્રી કળશ સ્થાપનાના શુભ મુહુર્ત અને તેની પૂજા વિધિ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

જાણો ક્યારથી શરુ થશે શારદીય નવરાત્રી : ભક્તો નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવરાત્રીને માતાની પૂજા અર્ચના માટેના વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસોમાં માતા રાનીની ઉપાસના કરીને માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 17 ઓક્ટોબર 2020 થી શરુ થઇ રહ્યો છે, જે 25 ઓક્ટોબર 2020 સુધી ચાલશે. આ વખતે શ્રીહરિ નવમી 24 ઓક્ટોબરના રોજ ઊજવવામાં આવશે.

શારદીય નવરાત્રી કળશ સ્થાપના મુહુર્ત : હિંદુ પંચાંગ મુજબ જોવામાં આવે તો આસો માસના સુદ પખવાડીયાની એકમ તિથીના દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. તેના શુભ મુહુર્તનો સમય સવારે 6:27 વાગ્યાથી 12:29 વાગ્યા સુધી રહેવાનો છે.

jay ambe navratri
jay ambe navratri

શારદીય નવરાત્રીની પૂજા વિધિ :

તમે આસો માસના સુદ પખવાડીયાની એકમના રોજ બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન કરી અને ઘરના જ કોઈ પવિત્ર સ્થાન ઉપર માટીથી વેદી (યજ્ઞની વેદી) બનાવો.

તમે વેદીમાં જવ અને ઘઉં બંને ભેળવીને વાવી દો.

વેદી પાસે જ તમે ધરતી ઉપર પૂજા કરીને સોના, ચાંદી, તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરી શકો છો, ત્યારબાદ તમારે કળશમાં આંબાના પાંદડા, પંચામૃત, દુર્વા નાખીને તેના મોઢા ઉપર સૂત્ર બાંધવાનું રહેશે, ત્યારબાદ તમે ગણેશજીની પૂજા કરો અને દુર્ગા સપ્તશતીના પાઠ કરો.

દુર્ગા સપ્તશતીના પાઠ કર્યા પછી તમે દેવી દુર્ગાની આરતી કરીને પ્રસાદનું વિતરણ કરો.

તમે વ્રતમાં ફળાહાર ગ્રહણ કરો.

નોમના દિવસે તમે જવારાને કોઈ નદી કે તળાવમાં પધરાવી શકો છો. તમે નોમ પૂજાના દિવસે યથાશક્તિ મુજબ કન્યાઓને ભોજન કરાવો.

jay ambe navratri
jay ambe navratri

નવરાત્રીમાં શું કરવું, શું ન કરવું ?

જો તમે નવરાત્રીનું વ્રત કરી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, વ્રત દરમિયાન તમે જમીન ઉપર જ સુવો.

નવરાત્રીના દિવસોમાં વ્રત રાખવા વાળાએ બ્રહ્મચર્યનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

વ્રત દરમિયાન ફળાહાર જ કરવો જોઈએ.

વ્રત કરવા વાળા લોકોએ એ સંકલ્પ લેવો જોઈએ કે, તે હંમેશા ક્ષમા, દયા અને ઉદારતાના ભાવ રાખશે.

વ્રતમાં ક્રોધ, લોભ, મોહ, ખોટા વિચારનો ત્યાગ કરી દો.

નવરાત્રીમાં થાય છે માં દુર્ગાના નવ રૂપોની પૂજા : નવરાત્રીના નવ દિવસો સુધી માં દુર્ગાના નવ અલગ અલગ રૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રી, બીજા દિવસે માં બ્રહ્મચારીણી, ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા, ચોથા દિવસે માં કુષ્માંડા, પાંચમાં દિવસે માં સ્કંદમાતા, છઠ્ઠા દિવસે માં કાત્યાયની, સાતમાં દિવસે માં કાલરાત્રી, આઠમાં દિવસે મહાગૌરી અને નવમાં અને છેલ્લા દિવસે સિદ્ધીયાત્રીની પૂજા થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

Amreli Live

ચાર લાખમાં વેચાયો ચાર પાંદડા વાળો આ દુર્લભ છોડ, જાણો : તેની ખાસિયત

Amreli Live

મુકેશ અંબાણીથી લઈને સાવિત્રી જિંદલ સુધી, અરબપતિ જે નથી ગયા સ્કૂલ, અમુકે તો વચ્ચે જ છોડ્યું ભણતર.

Amreli Live

હવે એ દિવસ દૂર નથી કે માણસના મગજમાં ફિટ કરવામાં આવે આવી ચિપ, જે કરશે આ રીતે મદદ.

Amreli Live

શું તમે જાણો છો ઘરે ઘી બનાવવાની સૌથી સહેલી રીત.

Amreli Live

પરંપરા અનુસાર દિવાળીના 5 દિવસોમાં આ 5 વસ્તુ જરૂર ખાવી જોઈએ, માં લક્ષ્મી થશે પ્રસન્ન.

Amreli Live

આ 4 રાશિ વાળાઓને સફળતાની મળશે ઘણી બધી તકો, ભોલેબાબાની કૃપાથી દરેક દુઃખ થશે દૂર.

Amreli Live

અનિલ કપૂરે બનાવી આવી બોડી કે ફોટા જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

એપલનો નવો સ્ટોર હશે જોરદાર, પાણીમાં તરતા બોલ જેવો દેખાશે, સાથે સાથે રંગ બદલવાની ક્ષમતા પણ છે.

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

30 હજારનું કિલો ભાવમાં વેચાય છે ભારતનું આ શાકભાજી, વિદેશોમાં છે ભારે માંગ.

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

Amreli Live

ગરોળીને પાણી પીતી કેમ જોઈ શકાતી નથી? ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ પરંતુ જવાબ છે જ્ઞાનથી જોડાયેલ.

Amreli Live

આ 5 રાશિ વાળાઓનું નસીબ બદલશે સંકટ મોચન હનુમાન, સફળતાનાં ખુલશે રસ્તા, થશે ધન લાભ.

Amreli Live

સાત રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે આ અઠવાડિયુ, બીજા સામે ઉભા થશે પડકારો.

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

અધિક માસ પૂનમ ઉપર કરો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂર્ણ, માં લક્ષ્મી માટે જરૂર કરો આ એક કામ

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live