25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

પાકિસ્તાન સરકારના નાકમાં આંગળી કરનાર બલુચિસ્તાન લિબરેશન આર્મી કોણ છે તે જાણો

પાકિસ્તાનના સુબા બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી એક સક્રિય ભાગલાવાદી હુમલાખોર સંગઠન છે. તે બલુચિસ્તાનને અલગ દેશ બનાવવાની ઝુંબેશ ઉપર કામ કરી રહ્યા છે.

પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેંજ ઉપર સોમવારે થયેલા હુમલાને લઈને બલુચિસ્તાન લિબરેશન આર્મીને દોષી ઠેરવવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર આ હુમલો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મીના મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેના સાથેની અથડામણમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીના ચાર આતંકવાદીઓ સહિત કુલ 11 લોકો માર્યા ગયા છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ હુમલાના થોડા દિવસ અગાઉ કરાચી, ઘોટકી અને લરકાનામાં ત્રણ હુમલા થઇ ચુક્યા છે, જેમાં બે રેંજરો સહિત ચાર લોકો માર્યા ગયા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા છે.

કરાચીમાં આ પહેલા નવેમ્બર 2018માં ચીની વાણીજ્ય દુતાવાસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. ચાલો બલુચિસ્તાન લિબરેશન આર્મી વિશે જાણીએ.

શું છે બલુચિસ્તાન લિબરેશન આર્મી

પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં બલુચિસ્તાન રાજ્યમાં એક બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) એક સક્રિય ભાગલાવાદી હુમલાખોર સંગઠન છે. તે બલુચિસ્તાનને અલગ દેશ બનાવવાની ઝુંબેશ ઉપર કામ કરી રહ્યું છે. બલુચિસ્તાનમાં ગેસ લાઇનો, પાવર લાઇનો ઉડાડવા, સૈન્ય અને પોલીસ ઉપર હુમલા બિન સ્થાનિક લોકોની હત્યામાં આ સંગઠન જોડાયેલું રહ્યું છે. મીર બલુચ મારી તેનો પહેલો કમાન્ડર હતો. જે 2008 માં અફઘાનિસ્તાનમાં ગઠબંધન હવાઈ દળના હુમલામાં શહીદ થઈ ગયો હતો.

1944 થી કરી રહ્યા છે આઝાદીની માંગણી

બલુચિસ્તાનના લોકો 1944 થી જ તેમની આઝાદીની માંગણી કરી રહ્યા છે. બલુચિસ્તાનને 1947 માં બળજબરીથી પાકિસ્તાનમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યું, ત્યારથી બલુચ લોકોનો પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સૈન્ય સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાન સરકાર અને ત્યાની સેના આ વિરોધને કચડતી રહી. તેના પ્રતિકારમાં, બલુચિસ્તાન 70 ના દાયકામાં લિબરેશન આર્મીની રચના થઈ હતી.

જયારે ત્યાં લશ્કરી સરમુખત્યાર ઝિયાઉલ હક સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે બલૂચ નેતાઓ સાથે વાતચીત કરી આ સંગઠન સાથે અનિશ્ચિત સંઘર્ષનો અંત લાવી દીધો અને બલુચ લોકોનો બળવો ઘણે અંશે શાંત પડી ગયો. આ સંગઠનમાં મુખ્યત્વે પાકિસ્તાનની બે જનજાતિઓ મીરી અને બુગતિ લડવૈયાઓ સામેલ છે.

બલુચિસ્તાનમાં શું છે વિવાદ

પાકિસ્તાનમાં બલુચિસ્તાન કુદરતી રીતે ઘણો સમૃદ્ધ વિસ્તાર છે. અહિયાં ખનિજ સંપત્તિ મોટા પ્રમાણમાં છે. અહિયાં તેલ, ગેસ, તાંબુ અને સોના જેવી કુદરતી સંપત્તિ મોટા પ્રમાણમાં છે. પાકિસ્તાન અહીંયાની ખનિજ સંપત્તિનું શોષણ કરે છે, પરંતુ બલુચિસ્તાનના વિકાસ તરફ ક્યારેય ધ્યાન આપ્યું નથી. અહીંયાના લોકો હજી પણ ખુબ જ ગરીબીમાં જીવી રહ્યા છે. બલુચ લોકો સામાજિક અને સાંસ્કૃતિક રીતે પાકિસ્તાનના બાકીના વિસ્તારથી તદ્દન અલગ છે. પાકિસ્તાનની સૈન્ય ત્યાના લોકો ઉપર નિશાન સાધે છે, જેનો બલુચ વિરોધ કરે છે.

મુશર્રફના શાસનકાળમાં બલોચનો ગુસ્સો ફાટી નીકળ્યો

લાંબા સમય સુધી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ કોઈ મોટી ઘટના પાર પાડી ન હતી. જ્યારે જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં સત્તા ઉથલાવીને સત્તા સંભાળી, ત્યારે વર્ષ 2000 આસપાસ બલુચિસ્તાન હાઇકોર્ટના ન્યાયાધીશ નવાબ મીરીની હત્યા કરવામાં આવી હતી, પાકિસ્તાની સેનાએ આ કેસમાં બલુચ નેતા ખૈર બક્ષ મિરીની ધરપકડ કરી હતી. ત્યારથી બલુચ લિબરેશન આર્મીએ એક પછી એક કાર્યક્રમો પાર પાડવાનું શરૂ કર્યું.

પાકિસ્તાને 2006 માં જાહેર કર્યું આતંકી સંગઠન

ત્યાર પછી બલુચિસ્તાનના વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય અને પોલીસ ઉપરના હુમલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. 2006 માં પાકિસ્તાન સરકારે બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. પાકિસ્તાની સરકારે કહ્યું હતું કે આ સંગઠન અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે અને તેના નેતા નવાબઝાદા બલુચ મીરીના આદેશ ઉપર આ હુમલાઓ કરે છે.

ત્યાર પછી, અમેરિકાએ પણ બીએલએને પ્રતિબંધિત આતંકી સંગઠન તરીકે જાહેર કરી દીધું. 2007 માં નવાબઝાદા બાલુચ મીરીના અવસાન પછી, તેમના ભાઇ હીરબયાર મીરીને બીએલએની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, બ્રિટનમાં રહેતા હિરબયર મીરીએ ક્યારે પણ આ સંસ્થાના વડા હોવાના દાવાને સ્વીકાર્યો નથી, ત્યાર બાદ અસલમ બલુચ આ સંગઠનના વડા બન્યા.

સીપીઇસીની વિરુદ્ધમાં કર્યા ઘણા હુમલા

બીએલએ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ કર્યો છે. ઘણી વખત આ સંગઠન ઉપર ચિની નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 2018 માં આ સંગઠન ઉપર કરાચીમાં ચીનના વાણિજ્યિક દુતાવાસ ઉપર હુમલો કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. એવા આરોપો છે કે પાકિસ્તાને બલુચ નેતાઓની સલાહ લીધા વિના સીપીઇસી સંબંધિત નિર્ણય લઇ લીધો હતો. સંગઠનના વડા અસલમ બલોચે ચીન અને પાકિસ્તાન બંને ઉપર બલુચિસ્તાન ઉપર અત્યાચાર કરવા અને ત્યાના કુદરતી સંસાધનોને લૂંટવાનો આરોપ લગાવ્યો હતો.

પરવેઝ મુશર્રફના કહેવાથી બલુચ નેતા નવાબ બુગતીની હત્યા

2006 માં પાકિસ્તાની સેનાએ પરવેઝ મુશર્રફના કહેવાથી બલુચિસ્તાનના પ્રભાવશાળી નેતા નવાબ અકબર બુગતીની હત્યા કરાવી દીધી હતી. મુશર્રફની તેની હત્યા બદલ 2013 માં પણ ધરપકડ કરવામાં આવી હતી. મુશર્રફે તે સમયે પોતાના બચાવમાં કહ્યું હતું કે આ નેતા તેલ અને ખનિજ ઉત્પાદનમાં થતી આવકમાં ભાગની માંગણી કરી રહ્યો હતો.

તાજેતરમાં, બીએલના કમાન્ડર અસલમ બલુચે કહ્યું હતું કે દરરોજ અમારા લોકો ગુમ થઈ રહ્યા છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે, મકાનો લૂંટી લેવામાં આવી રહ્યા છે, સળગાવવામાં આવી રહ્યા છે. એકંદરે બલુચિસ્તાન રાજ્યની સ્થિતિ ચિંતાજનક છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીના મોટાભાગના નેતાઓ દેશનિકાલનું જીવન જીવી રહ્યા છે. તેના તમામ નેતા પાકિસ્તાન સરકારના નિશાન ઉપર છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

દરરોજ આ 5 ને કરો પ્રણામ, નસીબ હંમેશા આપશે સાથ, લક્ષ્મીની કૃપાથી ક્યારેય નહિ થાય ધન-ધાન્યની અછત.

Amreli Live

લક્ષણ વગરના લોકોથી કોરોના ચેપનો વધી રહ્યો છે ભય, આવી રીતે રહો સતર્ક.

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

તેણે હાર ના કબુલી, ઓક્સિજનના બાટલા સાથે બોર્ડની પરીક્ષા આપી અને પહેલો નંબર પણ લાવી, પ્રેરણા છે સફિયા

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

આજે આ રાશિઓ માટે ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે, આર્થિક દૃષ્ટિએ લાભ થશે.

Amreli Live

શું છે ડિપ્રેશન અને તેના લક્ષણ, કેમ આવે છે આત્મહત્યાના વિચાર?

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live