20.3 C
Amreli
24/01/2021
અજબ ગજબ

જાણો કુંભ મેળાનું જ્યોતિષીય મહત્વ, આ ગ્રહો બનાવે છે શુભ યોગ, મળે છે વિશેષ ફળ.

કુંભ મેળાનું ફક્ત ધાર્મિક જ નહિ પણ જ્યોતિષીય મહત્વ પણ છે, જાણો તેના વિષે વિસ્તારથી.

ભારતમાં કુંભ મેળાનું સામાજિક-સંસ્કૃતિક, પૌરાણીક અને આધાત્મિક મહત્વ તો છે જ સાથે જ જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ મેળો ઘણું મહત્વ ધરાવે છે. આમ તો આ મેળાનું નિર્ધારણ જ જ્યોતિષ ગણનાથી થાય છે. સૂર્ય, ચંદ્રમાં, શની અને બૃહસ્પતી એટલે ગુરુ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. કુંભ મેળામાં પણ આ ગ્રહોનું ઘણું મહત્વ હોય છે. તે ગ્રહોની સ્થિતિઓના આધારે કુંભ મેળાનું આયોજન થાય છે. આવો જાણીએ કુંભ મેળાનું જ્યોતિષિય મહત્વ.

કુંભ મેળાનો કાળ નિર્ધારણ

હવે એ પ્રશ્ન સ્વભાવિક જ છે કે સૂર્ય, ચંદ્રમાં, શની અને ગુરુનું એવું શું યોગદાન રહ્યું છે કે તેને કુંભ મેળાના કાળ નિર્ધારણનો આધાર બનાવવામાં આવ્યો છે તો અમે તમને જણાવીએ કે સ્કંદપુરાણમાં આ ગ્રહોના યોગદાનનો ઉલ્લેખ મળે છે. આમ તો જયારે સમુદ્ર મંથન પછી અમૃત કળશ એટલા સુધા કુંભની પ્રાપ્તિ થઇ તો દેવતાઓ અને દૈત્યોમાં તેને લઈને યુદ્ધ થઇ ગયું. 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં 12 સ્થળો ઉપર કુંભ માંથી અમૃતના ટીપા છલકાયા જેમાંથી ચાર હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જેન અને નાસિક ભારતવર્ષમાં છે બીજા સ્થાન સ્વર્ગલોકમાં માનવામાં આવે છે. તે દરમિયાન દૈત્યોથી અમૃતનું રક્ષણ કરવામાં સૂર્ય, ચંદ્રમાં, શની અને ગુરુનો ઘણું જ મહત્વનું યોગદાન રહ્યું. સ્કંદપુરાણમાં લખ્યું છે કે –

चन्द्रः प्रश्रवणाद्रक्षां सूर्यो विस्फोटनाद्दधौ।
दैत्येभ्यश्र गुरू रक्षां सौरिर्देवेन्द्रजाद् भयात्।।
सूर्येन्दुगुरूसंयोगस्य यद्राशौ यत्र वत्सरे।
सुधाकुम्भप्लवे भूमे कुम्भो भवति नान्यथा।।

એટલે ચંદ્રમાં અમૃત છલકાવાથી સૂર્યએ અમૃત કળશ તુટવાથી, બૃહસ્પતીએ દૈત્યોથી તથા શનીએ ઇન્દ્રના પુત્ર જયંતથી આ કળશને સુરક્ષિત રાખ્યો.

કુંભ મેળો ત્યારે ભરાય છે જયારે તે ગ્રહ વિશેષ સ્થાનમાં હોય છે. તેમાં દેવ ગુરુ બૃહસ્પતી વૃષભ રાશીમાં હોય છે. સૂર્ય અને ચંદ્રમાં મકર રાશિમાં હોય છે. માધ માસની અમાસ એટલે મૌની અમાસની સ્થિતિ જોઇને પણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. બધું મળીને ગ્રહ એવા યોગ બનાવે છે જે સ્નાન દાન અને માણસ માત્રના કલ્યાણ માટે ઘણું જ પુણ્ય ફળદાયક હોય છે.

જે જે સ્થાનોમાં કુંભ મેળાનું આયોજન થાય છે તે સ્થાનો ઉપર આ યોગ સામાન્ય રીતે 12માં વર્ષમાં બને છે. ક્યારે ક્યારે 11માં વર્ષે પણ એવા યોગ ઉભા થઇ જાય છે. સૂર્ય અને ચંદ્રમાંની સ્થિતિ તો દરેક સ્થાન ઉપર દર વર્ષે બને છે. એટલા માટે દર વર્ષે વાર્ષિક કુંભ મેળાનું પણ આયોજન થાય છે. ઉજ્જેન અને નાસિકમાં જ્યાં તે સિંહસ્થના નામથી ઓળખવામાં આવે છે અને હરિદ્વાર અને પ્રયાગરાજમાં કુંભ કહેવામાં આવે છે. ચારે સ્થાનો ઉપર મેળાનું આયોજન જુદી જુદી તિથી ઉપર થાય છે.

કુંભના સમયે ગ્રહ જણાવે છે શુભ યોગ

પ્રયાગરાજમાં જયારે પૂર્ણ કુંભ મેળો ભરાય છે, તે સમયે ગુરુ વૃષભ રાશીમાં હોય છે જે શુક્ર રાશી છે. શુક્ર દૈત્યોના ગુરુના હતા જેને જ્યોતિષશાસ્ત્રમાં એશ્વર્ય ભોગ અને પ્રેમમાં વૃદ્ધી કરવા વાળા ગ્રહ માનવામાં આવે છે. તેની રાશીમાં બૃહસ્પતીના આવવાથી માણસના વિચાર સાત્વિક બની જાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ માણસની પ્રવુત્તિ તમોગુણી, રજોગુણી અને સતોગુણી માનવામાં આવે છે, રજ અને તમ રાજસી અને તામસી પ્રવુત્તિના પ્રતિક છે. જે માણસ માત્રના આધ્યાત્મિક વિકાસમાં અડચણ માનવામાં આવે છે. જયારે માણસની પ્રવુત્તિ સાત્વિક હોય છે ત્યારે તે તેનો આધ્યાત્મિક વિકાસ કરી શકે છે. વૃષભ રાશીમાં ગુરુ એવું કરવામાં મદદરૂપ થાય છે. અને સૂર્ય અને ચંદ્રમાં પણ મકર રાશિમાં હોવાથી જ્ઞાન અને ભક્તિની ભાવનાનો વિકાસ કરે છે. ગંગા, યમુના, ગોદાવરી, શિપ્રા વગેરે પવિત્ર નદીઓ નજીક રહીને તો વ્યક્તિની આસ્થા ઘણી વધી જાય છે. તેથી પોતાના અલ્પ પ્રયત્નોથી જ શ્રદ્ધાળુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને સહજ જ પ્રાપ્ત કરી શકે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શનિદેવની દ્રષ્ટિ પડવાથી ગણપતિનું માથું હવામાં વિલીન થઇ ગયું હતું, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

આ કેદી મહિલાનો ડાન્સ એવો કે તેની મજા માણી રહ્યા હતા જેલર અધિકારી પછી…

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

ઘરવાળાએ જબરજસ્તી કરાવ્યા હતા દારા સિંહના લગ્ન, કંઈક આવી હતી પહેલવાનમાંથી અભિનેતા બનવાની સફર.

Amreli Live

આ રાશિના લોકોને શુભ સમાચાર મળી શકે છે, તેમજ વ્‍યાવસાયિક અને આર્થિક લાભના પણ યોગ છે.

Amreli Live

હ્યુન્ડાઇએ પહેલીવાર દેખાડી નેક્સ્ટ જનરેશન i20 ની ઝલક, જાણો કેટલા એન્જીન ઓપશન અને ફીચર્સ સાથે થશે લોન્ચ.

Amreli Live

આજે માતા કાત્યાયનીની કૃપાથી આ રાશિના લોકો માટે ધન લાભના યોગ છે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય.

Amreli Live

તમારા શરીરમાં આ 5 ખનિજોની ઉણપ ક્યારેય ન થવા દો, તો જ તમે હંમેશા રહેશો સ્વસ્થ.

Amreli Live

જો તમે પણ પ્રેમમાં છો, તો ભૂલથી પણ આ ભૂલ ના કરતા.

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

ફેમિલી ટાઈમને વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ.

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

રણવીર-દીપિકા હોય કે વિરાટ-અનુષ્કા, શૂટિંગ દરમિયાન એકબીજાને દિલ આપી બેઠા આ સ્ટાર્સ.

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

Amreli Live

કાર અકસ્માત અથવા પ્લેન ક્રેશને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે આ 10 સ્ટાર

Amreli Live

હેલ્મેટ ખરીદતી વખતે રાખો આ વાતોનું વિશેષ ધ્યાન, ભારે પડી શકે છે તમને આ ભૂલ.

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live