24.4 C
Amreli
23/11/2020
અજબ ગજબ

જાણો કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, ખોટી પ્રદક્ષિણા કરવા પર હંમેશા થાય અશુભ.

ઘણા ઓછા લોકો જાણે છે કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવામાં આવે છે, ખોટી પ્રદક્ષિણા કરશો તો મળશે અશુભ પરિણામ. પૂજા કરતી વખતે ભગવાનની પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા જરૂર કરવામાં આવે છે. પ્રદક્ષિણાએ પૂજાનો જ એક ભાગ હોય છે. ભગવાનની મૂર્તિ સિવાય ઘણા લોકો મંદિર અને પવિત્ર વૃક્ષોની પણ પ્રદક્ષિણા કરે છે. શાસ્ત્રોમાં પ્રદક્ષિણાને લગતા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, અને શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની સંખ્યા અલગ અલગ હોય છે.

પંડિતો અનુસાર, સૂર્ય દેવની પૂજા કર્યા પછી તેમની પ્રદક્ષિણા જરૂર કરવી જોઈએ, અને તેમની પ્રદક્ષિણાની સંખ્યા સાત હોય છે. શાસ્ત્રોમાં શ્રી ગણેશની પ્રદક્ષિણાની સંખ્યા ત્રણ જણાવવામાં આવી છે. ભગવાન શ્રી વિષ્ણુ અને તેમના બધા અવતારોની ચાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. જ્યારે દેવી દુર્ગા સહિત તમામ દેવીઓની પ્રદક્ષિણાની સંખ્યા એક હોય છે. હનુમાનજીની ત્રણ અને શિવલિંગની અડધી પ્રદક્ષિણા કરવાની હોય છે. શિવજીની પ્રદક્ષિણા કરતી વખતે શિવલિંગની જલધારીને ઓળંગવી જોઈએ નહીં. જલધારી સુધી પહોંચીને પ્રદક્ષિણા પુરી થાય છે. જેના લીધે શિવલિંગની પ્રદક્ષિણા અડધી માનવામાં આવી છે.

આ રીતે કરો પ્રદક્ષિણા : જયારે પણ પ્રદક્ષિણા કરો ત્યારે દિશાનું ધ્યાન રાખો અને ખોટી દિશામાં પ્રદક્ષિણા શરૂ ના કરો. આમ કરવાથી પ્રદક્ષિણા કરવાનું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણા ફરતા સમયે તમારી દિશા સાચી હોવી જોઈએ. જમણા એટલે કે સીધા હાથ તરફથી પ્રદક્ષિણા શરૂ કરવામાં આવે છે. જમણાનો અર્થ દક્ષિણ થાય છે, આ કારણ કે પરિક્રમાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. જો મૂર્તિની પ્રદક્ષિણા ફરવા માટે કોઈ સ્થાન ન હોય તો, તે એક જ જગ્યા પર ગોળ ફરીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે.

તમે વિચારી રહ્યા હશો કે પ્રદક્ષિણા ફરવાથી શું લાભ મળે છે. તો જણાવી દઈએ કે, હકીકતમાં જયારે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ, ત્યારે આપણું શરીર સકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે, અને મનને શાંતિ મળે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.

આ મંત્રનો જાપ કરો :

પ્રદક્ષિણા શરૂ કરતા પહેલાં તમારે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી જ પોતાની પ્રદક્ષિણા શરૂ કરો. તેમજ પ્રદક્ષિણા ફરતા સમયે નીચે જણાવેલા મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્રનો જાપ કરવાથી પરિક્રમા સફળ થઈ જાય છે.

યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ,

તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે.

આ મંત્રનો અર્થ આ પ્રકારે છે – જાણે અજાણે કરવામાં આવેલા અને પૂર્વજન્મના પણ બધા પાપ પ્રદક્ષિણાની સાથે સાથે નષ્ટ થઈ જાય. ભગવાન મને સદ્દબુદ્ધિ આપો.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આજે સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે, શુભ સમાચાર મળે.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

ટ્રેકિંગ કેમ્પ માટે એકવાર અહીં જરૂર જવું જોઈએ, યાદગાર અનુભવ રહેશે.

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

ગરુડ પુરાણ પ્રમાણે આ 10 લોકોના ઘરે ક્યારે પણ ખાવું નહિ ભોજન, બરબાદ થઈ જશે જીવન.

Amreli Live

મારી જેમ તમે પણ કરી શકો છો 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું, ફોલો કરો GM ડાયટ પ્લાન.

Amreli Live

8,000 રૂપિયાના બજેટમાં આ બની શકે છે બેસ્ટ સ્માર્ટફોન, જુઓ આખું લિસ્ટ

Amreli Live

સમુદ્ર કિનારે દેખાઈ ભયંકર સમુદ્રીજીવની લાશ, જોઈને લોકો ગભરાઈ ગયા

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

પતિ-પત્નીનું થયું એવું મૃત્યુ કે લોકો પણ બોલ્યા ભગવાન આવું મોત દુશ્મનને પણ ન આપે

Amreli Live

‘ખોબા રોટી’ નો સ્વાદ છે અપ્રતિમ, જાણો તેને બનાવવાની રીત.

Amreli Live

જો તમને પણ છે ખસ, ખરજવું કે ધાધર તો અપનાવો 12 અસરકારક ઘરેલું ઉપાય.

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

Amreli Live

કુતરાને રંગીને બનાવી દીધો વાઘ, હવે સોશિયલ મીડિયા પર ભડકી રહ્યા છે લોકો, કાર્યવાહી કરવાની કરી માંગણી.

Amreli Live

ભારતના આ રાજાએ ઇતિહાસના સૌથી મોટા શાસકને હરાવ્યો હતો, જાણો ઇતિહાસની કેટલીક રોચક વાતો.

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

જો ધનતેરસના દિવસે ભૂલથી પણ ખરીદી આ વસ્તુઓ, તો ફાયદાની જગ્યાએ થશે નુકશાન.

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live