25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે આયુર્વેદ ઉકાળો, જાણો ઉકાળો કેવી રીતે છે ફાયદાકારક

ગળો, અશ્વગંધા, તુલસી, સુંઠ, આદુ, લવિંગ, કાળામરી અને તજનો ઉકાળો.

આધુનિક તબીબી સારવાર વિજ્ઞાનની ચમત્કારિક એન્ટિ-બાયોટિક, એન્ટિ વાયરલ અને સ્ટેરોઇડ દવાઓ, ઝાકમઝોળમાં આપણે આપણી વૈદિકકાળથી પ્રમાણિત સનાતન તબીબી શૈલી આયુર્વેદને ભૂલતા જઈ રહ્યા હતા, પરંતુ અસાધ્ય અને જીવલેણ ચિની વાયરસ કોરોનાનો સામનો કરવા માટે આપણેને આયુર્વેદે જ સંભાળ્યા. આયુર્વેદિક ઔષધી અને ઘરેલું મસાલા તરીકે યુગોથી ઉપયોગ થઇ રહેલા ગળો, અશ્વગંધા, તુલસી, સુંઠ, આદુ, લવિંગ, કાળામરી અને તજનો ઉકાળો કોરોના સામેના યુદ્ધમાં ‘અસરકારક શસ્ત્ર’ સાબિત થઈ રહ્યો છે.

આધુનિક રોગની સારવારના વિજ્ઞાનીઓ પણ માને છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની વિશેષતાના બળ ઉપર આ ઉકાળો માત્ર મોટાભાગના લોકોને ચેપથી બચાવવી જ રહ્યો નથી પણ ચેપગ્રસ્ત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ અને તરત ચેપ મુક્ત થવામાં પણ રામબાણ સાબિત થઈ રહ્યો છે.

આ સરળ-સુવિધાજનક ઔષધીઓ અને મસાલા માંથી તૈયાર કરેલો ઉકાળો દિવસમાં એક કે બે વખત પીવાથી કરોડો લોકો કોરોનાને હરાવી રહ્યા છે. ઉકાળાની અસર જોતા, આયુષ મંત્રાલય અને અન્ય ઘણી નામાંકિત તબીબી સંસ્થાઓ આ સંદર્ભે આયુર્વેદિક દવાઓ અને મસાલાઓના ઔષધીય ગુણો ઉપર સંશોધન અને તપાસ કરી રહ્યા છે.

ગળો(ગીલોય) – તેને ગુડુચી અથવા અમૃતા પણ કહેવામાં આવે છે. તેના રાસાયણિક ઘટકો રક્તમાં રહેલી સફેદ કણિકાઓની કાર્યક્ષમતામાં વધારો કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેની ડાળીઓ માંથી તૈયાર કરેલો ઉકાળો અસ્થમા, ખાંસી, ડેન્ગ્યુ, સ્વાઈનફ્લૂ અને ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે અસરકારક છે. પાચનમાં સુધારો કરવા સાથે સોજો પણ ઓછો કરે છે. આ જ કારણ છે કે ગળો સંધિવાની સારવારમાં પણ ફાયદાકારક છે.

અશ્વગંધા – એંટીઓક્સીડેંટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મોથી સમૃદ્ધ, અશ્વગંધા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટેનો ઉત્તમ ઉપચાર માનવામાં આવે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં કરવા સાથે કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે. એવું કહેવામાં આવે છે કે અશ્વગંધા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. તેથી નવા સેલ્સ બનવા દેતા નથી. આટલા બધા ગુણોને લીધે, તેને ભારતીય જિનસિંગ પણ કહેવામાં આવે છે.

તજ – ગરમ તાસીરવાળો આ મસાલો શ્રેષ્ઠ એંટીઓક્સીડેંટ છે. તજ તણાવ ઘટાડીને મગજની કાર્યક્ષમતા વધારવામાં ફાયદાકારક છે. પાર્કિન્સન અને અલ્ઝાઇમર જેવા તંત્રિકા સંબંધી વિકારોમાં પણ ચિકિત્સકો તે લેવાની ભલામણ કરે છે. આયુર્વેદમાં તેને નેચરલ બ્લડથિનર કહેવામાં આવે છે, જેનાથી રક્ત પરિભ્રમણ સારું રહે છે. તેમાં એન્ટીઇન્ફેલેમેટરી (સોજા ઘટાડવા વાળું) ગુણ પણ છે. પાચન સંબંધી વિકારમાં પણ તે અસરકારક છે.

કાળામરી – શરદી-તાવ હોય, તો કાળા મરી લેવાની સલાહ મોટા વડીલો એમ જ આપતા નથી. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ કારણ છે કે ઉકાળામાં તેનો ઉપયોગ ફરજિયાત છે. કાળા મરીમાં પીપરાઈન પણ રહેલો છે, જે એન્ટીડિપ્રેસેન્ટ છે. એટલે કે તણાવ ઘટાડવા સાથે હતાશા દુર કરે છે.

આદુ – આદુ વાળી ચા ના શોખીનો ભાગ્યે જ જાણતા હશે છે કે તે એન્ટીબેક્ટેરિયલ અને એંટીઓક્સીડેંટ ગુણથી ભરેલું છે. તે શરદી અને તાવ જેવા ચેપ સામે રક્ષણ આપવા સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આટલું જ નહીં, આદુ પાચન શક્તિમાં પણ સુધારો કરે છે. તેમાં વિટામિન એ અને ડી તેમજ આયરન અને કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે શરીરને શક્તિ આપે છે.

લવિંગ – લવિંગને સુગંધિત મસાલા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમાં એંટીઓક્સીડેંટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ પણ હોય છે. તેના તેલમાં મિનરલ જેવા પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયરન, વિટામિન એ અને સી જેવા ખનીજ વધારે માત્રામાં હોય છે. ગરમ તાસીર વાળાને લવિંગ દાંતના દુ:ખાવામાં ફાયદાકારક છે.

તુલસી – તુલસીનો છોડ એક વરદાન છે. ઘરના આંગણામાં રહેલા તુલસીના છોડમાં પુષ્કળ એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે. આ જ કારણ છે કે પૌરાણિક મહત્વથી અલગ તે ઔષધીય વનસ્પતિ તરીકે પણ ઓળખાખવામાં આવે છે. શરદી અને ખાંસીથી લઈને કેન્સર સુધીની સારવારમાં તુલસી અસરકારક સાબિત થઈ છે. આ જ કારણ છે કે તુલસીનો ઉકાળોમાં ઉપયોગ ફરજિયાત છે.

આવી રીતે બનાવો ઉકાળો :-

આયુર્વેદ નિષ્ણાત ડો.શિવશંકર ત્રિપાઠી જણાવે છે કે ઉકાળો તૈયાર કરવા માટે, 4-4 ભાગે ગળો અને તુલસી, 2-2 ભાગ તજ અને સુંઠ, એક ભાગ લવિંગને જઉં ને સરખા ટુકડા કરી લો. આ પાવડરને બે કપ પાણીમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી તે અડધો કપ ન રહે. ત્યાર પછી સ્વાદ મુજબ તેમાં ગોળ કે સુકી દ્રાક્ષ મિક્ષ કરીને રાખો અને તેને દિવસમાં બે વખત ખાવ. અશ્વગંધાનો પાવડર ત્રણ ગ્રામ પાણી અથવા દૂધ સાથે દિવસમાં બે વખત સવાર સાંજ લઈ શકો છો. જો અશ્વગંધા સાથે લેતા હો તો, 500 મિલિગ્રામથી એક ગ્રામ સુધી બે વાર લો.

આયુષ મંત્રાલય કરી રહ્યા છે આ દવાઓ ઉપર સંશોધન

કોવિડ -19 ઉપર અશ્વગંધા, ગળો, જેઠીમધ, પીપળી અને આયુષ 64 ની અસરનું મૂલ્યાંકન કરવા માટે આયુષ મંત્રાલય દ્વારા હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી રહી છે.

અસરકારક ઉકાળો : ડો.તપસ

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીડીઆરઆઈ) ના ડિરેક્ટર ડો. તપસ કુંડુ કહે છે કે ઉકાળોમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી ચરક સંહિતામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અધિકૃત રીતે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. ઉકાળાના રૂપમાં દવાઓ જ્યારે લોહી સુધી પહોંચે છે, ત્યારે તે પ્રોટીનની કાર્યક્ષમતા વધારવાનું કાર્ય કરે છે, જે રોગ પ્રતિકારક શક્તિ છે. આ જ કારણ છે કે ખાસ કરીને વાયરલ ચેપ સાથે કામ કરવામાં ઉકાળો ખૂબ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

ભારતમાં અહીં મળ્યો મુગલકાળનો ખજાનો, ધાતુના ઘડામાં મળ્યા આટલા ચાંદીના સિક્કા.

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live

પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ શેયર કરવા પર અભિનવ પર ભડકી શ્વેતા તિવારી, શું હજી પણ રહે છે સાથે

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

વાત એક એવા વ્યક્તિની જે સુગંધ માત્રથી વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી લેતા હતા….

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

વ્યક્તિને તીખા તમતમતા મોમોઝ ખાવા પડ્યા ભારે, પછી થયું એવું કે હલી જશો

Amreli Live

આ રાશિના લોકોને બુધવારના દિવસે સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

ઓવન અને માઈક્રોવેવમાં શું તફાવત છે? ઓવન લેવાય કે માઈક્રોવેવ કે પછી ઓવન વીથ માઈક્રોવેવ? જાણો વિસ્તાર પૂર્વક જવાબ

Amreli Live