27.4 C
Amreli
23/10/2020
અજબ ગજબ

જાણો આપણા પૂર્વજો શા માટે એવું કહેતા કે, ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો ના આપે તો ઝૂંટવીને પણ ખાવું.

તમારામાંથી ઘણાએ આપણા પૂર્વજોને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો ના આપે તો ઝૂંટવીને પણ ખાવું.’ આ ઘણી જૂની અને પ્રચલિત કહેવત છે, જે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. પણ આજકાલના શહેરી જીવન જીવતા લોકો આ કહેવત અને તેના મહત્વને ભૂલી ગયા છે. આજે અમે તમને તેની સાથે સંબંધિત જાણવા યોગ્ય માહિતી આપીશું, જે તમને સ્વસ્થ જીવન જીવવામાં ઘણી ઉપયોગી થશે.

એ તો તમે જાણતા હશો કે, ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સીઝન. ભાદરવો એટલે વર્ષાની વિદાય અને શરદનું આગમન. પણ જણાવી દઈએ કે, આ સીઝન બીમારીનું પ્રવેશદ્વાર પણ હોય છે. આ સીઝનમાં દિવસે ખુબ તડકો હોય છે જેને ગામડાની ભાષામાં ધોમ ધખે પણ ક્હેવાય છે, અને મોડી રાત્રે ઠંડક હોય છે જેમાં ઓઢીને સુવુ પડે એવો ઠાર પડતો હોય છે. આવી પરિસ્થિતિમાં માણસ બીમાર પડે છે.

મિત્રો, આપણા આયુર્વેદાચાર્યોના જણાવ્યા અનુસાર, વર્ષાઋતુમાં શરીરમાં પિત્તનો સંગ્રહ થાય છે, અને શરદઋતુમાં તે પિત્ત પ્રકોપે છે. જણાવી દઈએ કે, આ પ્રકોપવું એટલે તાવ આવવો, શરીરની ગરમી બહાર નીકળવી. તો આવો તમને આ ભાદરવાના તાપ અને તાવથી બચવા કેટલાક ઘરગથ્થુ પ્રયોગો જણાવીએ જે તમને મદદગાર સાબિત થઈ શકે છે.

banana kela
banana

તમારે ભાદરવામાં દરરોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી 2-3 ગોળી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. (આયુર્વેદિક સ્ટોર પર તે મળી રહે છે.) જો અનુકૂળતા હોય તો ભાદરવામાં રોજ દુધ, ચોખા, સાકરની ખીર ખાવી. કારણ કે, ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનો જાની દુશ્મન છે. અને આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનું આયોજન થયું હતું.

તે સિવાય જેની છાલ પર કથ્થાઇ કે કાળા ડાઘ હોય એવા પાકેલા કેળા (1 નંગ) ને છુંદીને તેમાં ઘી, સાકર અને 3 ઈલાયચી ઉમેરીને તેને બપોરના ભોજન સાથે ખાવું. ધ્યાન રહે કે, જો તમે ખીર અને કેળા બન્નેનો પ્રયોગ કરવાના હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું. આ સીઝનમાં ભૂલેચૂકે પણ ખાટી છાશ પીવી નથી. ખુબ વલોવેલી અને સાવ મોળી હોય એવી છાશ લેવી, અને તે પણ ક્યારેક ક્યારેક બપોરે ભોજન પછી તરત જ લેવાય.

તમાટે ઠંડા પહોરે (વહેલી સવારે કે પછી સાંજે) પરસેવો વળે એટલું ચાલવું. શરીરની અનુકુળતા હોય તો 5 કિલોમીટર દોડવું. નવરાત્રિમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબાના આયોજન પાછળનું કારણ પણ આ જ છે. તે સિવાય ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજનું વ્રત, અને ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીથી 11 દિવસ ગણેશજીની દૂર્વા અને દેશી ગોળ તેમજ દેશી ઘી ના ગોળ લાડુથી આરાધના કરવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે.

આપણે શરદ પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઉઠેલ ચંદ્રને ધરાવેલા દૂધ-પૌવાનો આપણા ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. આ સદીઓ જૂની પરંપરા છે.

આપણા આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે (रोगाणाम् शारदी माता) અને ‘યમની દાઢ’ પણ કહી છે. આપણામાં એક આશિર્વાદ પણ પ્રચલીત હતો જે આ મુજબ છે – ‘शतम् जीवेम् शरद’ એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામાં આવતી.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।

सर्वे भद्राणी पश्यन्तु माकश्चिददुःखभागभवेत्।।

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. આપણા દરેકની તંદુરસ્તી સારી બની રહે તે માટે પ્રભુને પ્રાર્થના. જય હિંદ.


Source: gujaratilekh.com

Related posts

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

જે બેડ પર સુવો છો, તેની નીચે ભૂલથી પણ ન રાખશો આ 3 વસ્તુ, શરુ થઈ જશે પતન.

Amreli Live

હોમ લોનથી છો પરેશાન, જલ્દી છુટકારો મેળવવા માટે અપનાવો આ 4 વિકલ્પ

Amreli Live

રિયલમી એ લોન્ચ કર્યો નવો ફોન Realme Q2i જાણો બધાજ ફીચર ને વિગતો

Amreli Live

શું તમે જાણો છો ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી, વાંચો આ રોચક કથા.

Amreli Live

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

પ્રકૃતિનું અદભુત વરદાન છે ગળો, ઇમ્યુનીટી વધારવાની સાથે ડાયબિટીઝના દર્દીઓ માટે પણ છે ફાયદાકારક

Amreli Live

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, પણ આ રાશિવાળાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

પગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.

Amreli Live

પતિ-પત્નીનું થયું એવું મૃત્યુ કે લોકો પણ બોલ્યા ભગવાન આવું મોત દુશ્મનને પણ ન આપે

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજાના સવાલો ઉપર એક વખત નજર તો નાખો

Amreli Live

મહેસાણાવાળાને પર્યાવરણ માટે કાંઈક કરવાની મળી તક, આ જગ્યાએથી મફત અથવા સામાન્ય દરે મળી રહેશે વૃક્ષો

Amreli Live

2-3 મહિના પછી ફરીથી સંક્રમિત થઇ જશે સારા થયેલ દર્દી, જાણો સંપૂર્ણ વિગત.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

ડાયાબિટીસ અને મોટાપા માટે રામબાણ દવા છે લીલા મરચા, જાણો શું રહે છે રિસર્ચ

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

82 વર્ષની સાસુને માર મારનાર વહુની ધરપકડ, મારપીટનો વિડીયો થયો હતો વાયરલ.

Amreli Live