27.8 C
Amreli
21/10/2020
મસ્તીની મોજ

જાણો અલગ અલગ પ્રકારની ચા વિષે તેના ઔષધીય લાભ, જે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનની જેમ સાબિત થશે.

શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને ગળામાં ખરાશ દૂર કરવા માટે પીવો લેમન ટી, શ્વાસની બીમારીઓમાં ફાયદાકારક છે જેઠીમધની ચા

જેઠીમધ સુક્ષ્મ જીવાણુંઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. તેનાથી શ્વાસના રોગ દુર રહે છે

લેમન ચા લીંબુ ઉપરાંત, લેમન ગ્રાસના પાંદડા માંથી પણ બનાવી શકાય છે

સવારે ચા ના કપથી જ આપણે ભારતીયોને તાજગી મળે છે. આ ચા જો તન-મનમાં સ્ફ્રુતી લાવવા સાથે સાથે આરોગ્ય માટે ફાયદાકારક ઔષધીય ગુણોથી ભરપુર પણ છે, તે તો સોનામાં સુગંધ ભળી કહેવામાં આવશે.

ચા આપણા દૈનિક જીવનમાં મહત્વનો ભાગ છે, એટલા માટે તેને સ્વાસ્થ્યવર્ધક બનાવવું જરૂરી છે. તેના માટે દરરોજની ચા માં સામાન્ય ચા પત્તીઓને બદલે અથવા તો તેની સાથે ઘણી ઔષધિઓનો ઉપયોગ કરી શકાય છે.

એવી ચા દરરોજ સંતુલિત પ્રમાણમાં સેવન કરવામાં આવે, તો તે રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગોથી રક્ષણ કરે છે. ઔષધીય ગુણોથી ભરપુર કંઈક એવો જ સ્વાદ અને આરોગ્ય વાળી ચા વિષે જણાવી રહ્યા છીએ. આ ઔષધીય તત્વોને તમારા બગીચામાં પણ ઉગાડી શકો છો.

લેમન ચા

આ ચા લીંબુ ઉપરાંત લેમન ગ્રાસના પાંદડા માંથી પણ બનાવી શકાય છે. લેમન ગ્રાસના બીજ કે ડાળીના કટિંગના માધ્યમથી ઉગાડી શકાય છે. સામાન્ય ચા બનાવતી વખતે તેના પાંદડા નાખી શકાય છે કે પછી માત્ર તેના પાંદડાને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે.

તેની ચા શરદી, ખાંસી, માથાનો દુઃખાવો અને ગળાની ખરાશમાં ઘણી ફાયદાકારક છે. આવી રીતે લેમન બેસીલ એટલે લીંબુ તુલસીના પાંદડાઓ માંથી પણ લેમન ચા બની શકે છે.

અશ્વગંધા ચા

અશ્વગંધાની ડાળીઓમાં એંટીઓક્સીડેંટ, સોજાવિરોધી, જીવાણું વિરોધી ગુણ મળી આવે છે. તેમાંથી ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ઇંચ લાંબી અશ્વગંધાનું લાકડું નાખીને ઉકાળો.

જયારે પાણી ઉકળી જાય, તો તેને કપમાં ગાળી લો. પછી તેમાં એક મોટી ચમચી મધ અને સ્વાદ મુજબ લીબુંનો રસ ભેળવો. અશ્વગંધા ચા બાળકો, વૃદ્ધ અને મહિલાઓ બધા માટે ફાયદાકારક છે.

સનાય ચા

સનાય વર્ષો જુનો જંગલનો ઔષધીય છોડ છે, જેના પાંદડાઓ અને શીંગમાં ઘણા વિશેષ ગુણ હોય છે. તેની ચા બનાવવા માટે એક ગ્લાસ પાણી હળવું ગરમ કરો અને તેમાં સનાયના 4-5 પાંદડા નાખીને ઉકાળો.

પછી તેમાં અડધી નાની ચમચી મધ નાખીને ભેળવો. આ ચા ના સેવનથી કબજિયાતમાં લાભ મળે છે. હરસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

અનંતમૂળ ચા

અનંતમૂળ વર્ષો જુનો છોડ છે. તેના થડની ચા ઠંડક પ્રદાન કરે છે અને યકૃત રોગ, પેચીશ, શરીરમાં બળતરા, અસ્થમામાં ઘણું ઉપયોગી અને લોહી સુધારે છે. તેના થડમાં એંટીઓક્સીડેંટ, ડાયાબીટીસ વિરોધી, એંટીલેપ્રોટિક, એંટી થ્રોમ્બોટિક અને એંટી એંજીયોજેનિક ગુણ મળી આવે છે.

અંનતમૂળની ચા બનાવવા માટે એક કપ પાણીમાં એક થડનો ટુકડો કે 1 ગ્રામ પાવડર ઉકાળો. તેને ઉકાળતી વખતે થોડી ચા ની પત્તી પણ નાખી શકાય છે. શરીરની બળતરા અને અસ્થમામાં તેની ચા ઘણી ફાયદાકારક છે.

મસાલા ચા

ચા પત્તી અને દૂધ વાળી ચા બનાવતી વખતે હંમેશા લોકો પાણીમાં કાળા મરી, સુંઠ, તુલસી, તજ, નાની ઈલાયચી, મોટી ઈલાયચી, લવિંગ, પીપરામૂળ, જાયફળ અને લવિંગનો મસાલો નાખે છે.

જો આ બધાની જગ્યાએ તુલસીની પ્રજાતિ રામતુલસી કે અરણ્યતુલસી નાખવામાં આવે, તો ગજબનો સ્વાદ આવશે. તેના પાંદડામાં રોગાણુંવિરોધી, એંટીઓક્સીડેંટ, એંટીફંગલ અને જ્વરવિરોધી ગુણ મળી આવે છે.

જેઠીમધ ચા

જેઠીમધના થડમાં કેલ્શિયમ, પ્રોટીન, ચરબી અને ગ્લીસરાઈજીક એસીડ, એંટીઓક્સીડેંટ, એંટીબાયોટીક રહેલા હોય છે. સામાન્ય ચા તૈયાર કરતી વખતે જેઠીમધના થડનો એક નાનો ટુકડો કે ચપટી ભર જેઠીમધ પાવડર નાખી શકાય છે. આ ચા નું સેવન રોજ બે થી ત્રણ વખત કરો.

તેના સેવનથી વાત, કફ, પિત્ત દોષ શાંત થાય છે. તે ઘણા રોગોમાં અક્ષિર જેવું કામ કરે છે. જેઠીમધ સુક્ષ્મ જીવાણુંઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. તેનાથી શ્વાસ રોગ દુર રહે છે. જેઠીમધના સુકા થડ અને પાવડર તરીકે સરળતાથી મળી રહે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

આજે આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો શું કહે છે તમારી રાશિના તારા.

Amreli Live

મહારાષ્ટ્રીયન લીલા મરચાનો થેચા, બનાવવામાં ખુબ સરળ અને સ્વાદમાં એકદમ ચટાકેદાર

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેયર કરી પોતાની ‘મિરર સેલ્ફી’, દેખાયો હોટ અંદાજ.

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

કેવા હોય છે કર્ક રાશિના લોકો? જાણો તેમની ખૂબીઓ અને ખામીઓ

Amreli Live

જો વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થતા નથી, તો ભગવાનનું ધ્યાન કરતા પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચઢાવો.

Amreli Live

દરેક માંથી કાઈને કાઈ શીખવાનું મળી શકે જો પોઝિટિવ એટીટ્યુટ હોય તો

Amreli Live

રસોઈ ના શોખીન લોકો ઘરે બનાવો પીનટ બટર કુકીઝ, નોંધી લો તેની ટેસ્ટી રેસિપી.

Amreli Live

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

Amreli Live

અધિક માસમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, તમારા પર થશે ભગવાન વિષ્ણુની કૃપા.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

સરકારે ફ્લાઇટમાં ખોરાકને મંજૂરી આપી, માસ્ક ફરજિયાત કર્યું, જાણો નવી ગાઈડલાઈન.

Amreli Live

ન્યાયધીશ શનિદેવ આ 6 રાશિઓને ઉત્તમ ફળ કરશે પ્રદાન, થશે જબરજસ્ત આર્થિક લાભ, ખુલશે નશીબ.

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

ફક્ત 5 મિનિટની મહેનત અને ચમકી જશે તમારું રસોડું, જાણો કઈ રીતે.

Amreli Live