દર મહિને સંક્રાંતિ આવતી હોવા છતાં પણ મકર સંક્રાતિ જ કેમ વિશેષ હોય છે, જાણો તેનું મહત્વ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય જયારે એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તો તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રીતે વર્ષમાં 12 સંક્રાતિ આવે છે, એટલે કે દર મહિનામાં એક સંક્રાંતિ આવે છે. પણ આ બધામાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે.
આખા ભારતમાં મકર સંક્રાંતિનું પર્વ અલગ-અલગ રૂપમાં ઉજવવામાં આવે છે. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, 12 સંક્રાંતિમાં ફક્ત મકર સંક્રાંતિનું પર્વ જ કેમ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આજે અમે તમને તેના વિષે જણાવીશું.
મકર સંક્રાંતિથી મોટા થવા લાગે છે દિવસ :
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય 30-31 દિવસોમાં રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ધાર્મિક દૃષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવ્યો છે.
મકર સંક્રાંતિ પહેલા સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં હોય છે એટલે કે ભારતથી દૂર (ભારત ઉત્તર ગોળાર્ધમાં છે). આ સમયે સૂર્ય દક્ષિણાયણ હોય છે.
આ કારણે અહીં રાત મોટી અને દિવસ નાના હોય છે તથા શિયાળાની ઋતુ હોય છે. મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આવવાનો શરૂ થઈ જાય છે.
આ દિવસોમાં રાત નાની અને દિવસ મોટા થવા લાગે છે, અને ગરમીની ઋતુ શરૂ થઈ જાય છે. આને ઉત્તરાયણ કહે છે.
સૂર્યનું મકર રાશિમાં આવવું ઘણું જ શુભ માનવામાં આવે છે, કારણ કે એવી માન્યતા છે કે મકર સંક્રાંતિથી જ દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે.
ધર્મગ્રંથોમાં ઉત્તરાયણને દેવાતાઓનો દિવસ તથા દક્ષિણાયણને દેવતાઓની રાત કહેવામાં આવી છે.
શાસ્ત્રોમાં ઉત્તરાયણને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલા માટે આ સમય જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે માટે વિશેષ છે.
મકર સંક્રાતિ પર સૂર્યની રાશિમાં થયેલા પરિવર્તનને અંધકારથી પ્રકાશ તરફ અને આગળ વધતું માનવામાં આવે છે.
આવું માનીને સંપૂર્ણ ભારતમાં લોકો દ્વારા વિવિધ રૂપોમાં સૂર્યદેવની ઉપાસના અને પૂજા કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવામાં આવે છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com