25.3 C
Amreli
13/08/2020
એસપી ઓફિસ

જાંંબાઝ પોલીસ ઓફિસર #Nirlipt_Rai_Sir (IPS) તે IPS અધિકારી એકલા હતા, પણ તેમના…

જાંંબાઝ પોલીસ ઓફિસર #Nirlipt_Rai_Sir (IPS) તે IPS અધિકારી એકલા હતા, પણ તેમના…
જાંંબાઝ પોલીસ ઓફિસર #Nirlipt_Rai_Sir (IPS) તે IPS અધિકારી એકલા હતા, પણ તેમના…

જાંંબાઝ પોલીસ ઓફિસર #Nirlipt_Rai_Sir (IPS)

તે IPS અધિકારી એકલા હતા, પણ તેમના હાથમાં પિસ્તોલ હતી…

ગુનેગારને કાયદાનો ડર લાગવો જ જોઈએ પણ જેમણે કાયદાનું પાલન કરાવવાનું છે, તેમણે કાયદાને આદર પણ આપવો પડે, પણ આવું ઘણી વખત થતું નથી, અમરેલીના પોલીસ ઈન્સપેક્ટર આર વી ચૌધરી પાસે એક માણસ પોતાની ફરિયાદ લેવા આવ્યો હતો, પણ જેવું સામાન્ય રીતે બનતુ હોય છે તેવું જ બન્યુ ફરિયાદી ધક્કા ખાતો રહ્યો પણ તેની ફરિયાદ નોંધાઈ નહીં, આ વાત અમરેલીના એસપી નિર્લીપ્ત રાય સુધી પહોંચી તેમણે વાતની ખરાઈ કરાવી અને આર વી ચૌધરીને ફરજ મોકુફી ઉપર ઉતારી તેમની સામે ફરિયાદ નોંધવામાં કેમ વિલંબ થયો તેની તપાસ શરૂ કરાવી.
નિર્લીપ્ત રાયની પાછળ વિવાદ ફરતો રહે છે કારણ તેઓ જે પ્રકારે કામ કરે છે તેવી રીતે કામ કરવા ટેવાયેલી હોતી નથી, તેમાં પણ તેઓ હાલમાં અમરેલીમાં એસપી છે, અમરેલીના લોકોના કહેવા પ્રમાણે અમરેલીને ઘણા વર્ષો પછી એવા પોલીસ અધિકારી મળ્યા છે, જેમના નામ માત્ર પોલીસ કામ કરતી થઈ ગઈ છે, પોલીસે લોકો પાસે પૈસા માંગવાનું બંધ કર્યુ છે અને પ્રજાએ સ્વંયભુ કાયદાનું પાલન કરવાનું શરૂ કર્યુ છે. આ એક આદર્શ સ્થિતિ છે, પણ તેા માટે કામ કરનાર પોલીસ અધિકારીએ પણ અનેક પ્રકારે કિંમત ચૂકવવી પડતી હોય છે, ગુજરાત કેડરમાં આવ્યાને હજી નિર્લીપ્ત રાયને છ વર્ષ થયા છે, પણ છ વર્ષમાં તેમની છ વખત બદલી થઈ ચૂકી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે આવ્યાને છ મહિના થયા હતા ત્યાં તેમને એડીશનલ એસપી તરીકે અમદાવાદ જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા, આ દરમિયાન તેમને જાણકારી મળી કે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુહાપુરામાં યાસીન કાણીયોનો મોટો અડ્ડો ચાલે છે, નિર્લીપ્ત રાય મોટા પોલીસ કાફલા સાથે ત્યાં પહોંચી ગયા પણ ત્યાં જોઈ જોયું તો અડ્ડો હતો. જ નથી, તેમને ગુસ્સો આવ્યો તેમને લાગ્યુ કે તેમને બાતમી આપનારે તેમને મુર્ખ બનાવ્યા, થોડા દિવસ પછી ફરી તેમને બાતમી મળી કે યાસીનનો અડ્ડો ચાલુ છે, તેઓ ફરી ફોર્સ સાથે પહોંચ્યા પણ પહેલા જેવુ જ થયું.
નિર્લીપ્ત રાયે બાતમીદારને બોલાવી ઠપકો આપ્યો હતો, બાતમીદારે ડરતા ડરતા રાયને કહ્યુ સર મને શંકા છે કે તમારા ફોર્સના અધિકારીઓ યાસીન સાથે ભળેલા છે, તમે જતા પહેલા તેમને બાતમી મળી જાય છે અને અડ્ડો બંધ થઈ જાય છે. રાયને બાતમીદારને જરૂરી સુચના આપી રવાના કર્યો, થોડા દિવસ પછી બપોરના સુમારે બાતમીદારનો ફોન રણકયો તેણે કહ્યુ સર અડ્ડો ચાલુ છે, નિર્લીપ્ત રાય પોતાની ચેમ્બરની બહાર આવ્યા, બહાર ઉભા રહેલા કોન્સ્ટેબલને કહ્યુ તારી પાસે વાહન છે, તેણે કહ્યુ હા સર બાઈક છે.
તેમણે કોન્સ્ટેબલને કહ્યું ચાલ બાઈક લઈ લે આપણે આવી, કોન્સ્ટેબલના બાઈક પાછળ બેસી રાય એકલા જુહાપુરા જવા નિકળ્યા, કોન્સ્ટેબલને પહેલા તો આશ્ચર્ય તે બાબતનું હતું કે એએસપી તેના બાઈક ઉપર બેઠા અને બીજી તે કયા જઊ રહ્યા હતા તેની તેને ખબર ન્હોતી, પાછળની સીટ ઉપર બેઠેલા રાય સુચના આપતા તેમ કોન્સ્ટેબલ બાઈક ચલાવી રહ્યા હતા, બાઈક જુહાપુરામાં વળ્યુ, કોન્સ્ટેબલને ટેન્શન થવા લાગ્યુ હતું કારણ અહિયા એકલદોકલ પોલીસ કયારે આવતી નથી, પણ પાછળ બેઠેલા રાય નાની સાકડી ગલીમાં થઈ યાસીનના અડ્ડા ઉપર પહોંચ્યા.
અને બાતમી સાચી નીકળી, યાસીનના અડ્ડા પાસે બાઈક ઉભુ રહેતા કોન્સ્ટેબલ સમજી ગયો અને તેને ખબર પડી કે સાહેબે એકલા આવવાની ભુલ કરી છે., પણ રાય બાઈક ઉપરથી ઉતર્યા અને પેન્ટમાં સંતાડી રાખેલી પિસ્તોલ બહાર કાઢી અને જે અડ્ડો ચાલતો હતો જેમાં દાખલ થઈ તેનું શટર અંદરથી બંધ કરી દિધું, બહાર કોન્સ્ટેબલ એકલો હતો તેને ખ્યાલ આવી ગયો કે અંદર દોઢસો કરતા વધુ ગુનેગારો છે. અને એએસપી સાહેબ એકલા છે, હવે કઈ પણ થઈ શકે તેમ હતું. કોન્સ્ટેબલે તરત અમદાવાદ જિલ્લાના એસપી ગગનદિપસિંહ ગંભીરને ફોન કરી આખી ઘટનાની જાણ કરી.
એસપી ગગનદિપસિંહ ગંભીર મામલો સમજી ગયા તેમને અંદાજ આવી ગયો કે નિર્લીપ્ત રાયે બહાદુરી બતાડવામાં ઉતાવળ કરી દીધી, વિસ્તાર સંવેદનશીલ હતો, હવે ત્યાં કઈ પણ સ્થિતિ નિર્માણ થઈ શકે તેમ હતી, તેઓ તરત ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા સદ્દનસીબે રાય સલામત હતા, નિર્લીપ્ત રાયે પોતાના અડ્ડા ઉપર રેડ કરી દીધી તેવી ખબર પડતા યાસીન ભાગી છૂટ્યો હતો. જયાં સુધી રાયની બદલી થઈ નહીં ત્યાં સુધી યાસીન અમદાવાદમાં આવ્યો નહીં, રાયનો ડર એટલો કામ કરી ગયો રાય ગયા પછી આ કેસમાં પોલીસ સામે હાજર થયેલા યાસીને પોતાના બે નંબરના ધંધાને કાયમ માટે અલવીદા કરી દીધો.
આવા બહાદુર અને જાંબાઝ ઓફિસર નિર્લિપ્ત રાય સાહેબને અમરેલીની જનતા સલામ કરે છે અને યુવાનો આપનામાંથી પ્રેરણા લે છે💪👮‍♂️🇮🇳🐾🦁

Related posts

અમરેલી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભયજનક ઈસમ નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઈ ધાખડા…

Amreli Live

Indian Police Service Association

Amreli Live

૨૦ જેટલા મિલ્ક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

Amreli Live

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને ઉત્કૃષ્ટ સેવા બદલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ…

Amreli Live

અમરેલી પોલીસ લોકડાઉનની સંપુર્ણ અમલવારી કરવા માટે કટીબધ્ધ છે

Amreli Live

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માર્ગદર્શન સેમીનારનું આયોજન

Amreli Live

બહારના જિલ્લા/રાજ્યમાંથી અમરેલી જિલ્લામાં આવતા લોકોને ૧૪ દિવસ માટે હોમ…

Amreli Live

ચીજવસ્તુઓ લેવા જાવ ત્યાંરે સાથે બાળકોને સાથે ના લઇ જવા

Amreli Live

Police Sathi News Jay Hind, પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ અને એ ડિવિઝન પોલીસે…

Amreli Live

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી માટે તા.૦૯/૦૪/૨૦ના દિવસે…

Amreli Live

કોરોના વાયરસના પગલે પ્રતિબંધિત કાયદાના ભંગ બદલ અમરેલી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી

Amreli Live

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં સુરત, અમદાવાદ કે…

Amreli Live

અમરેલી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા અમરેલીના વાંકીયા ગામનો ભયજનક ઇસમ મહિપત…

Amreli Live

પોલીસની ગાડી જોઈને ભાગવાનું ને ગાડી જતી રહે એટલે ટોળે વળીને બેસવાનું

Amreli Live

લોકડાઉનનો ભંગ કરતાં ઇસમો સામે ગુન્હા રજી કરવામા આવેલ

Amreli Live

આવશ્યક ચીજવસ્તુઓની સૂચિ, જે લોક ડાઉન દરમિયાન ઉપલબ્ધ રહેશે

Amreli Live

લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતાં ૭૭ ઇસમો સામે ૩૯ ગુન્હા નોંધવામાં આવેલ

Amreli Live

સાવરકુંડલાના માનવમંદિર આશ્રમ ખાતે કોરોનાના પાલન કરવા બાબતે સમજ આપતી સાવર કુંડલા રૂરલ પોલીસ

Amreli Live

લોકડાઉનનો ભંગ કરતાં ૧૪૦ ઇસમો સામે ૯૭ ગુન્હા રજી

Amreli Live

મહામારીના સંજોગોમાં લોકોમાં ભય ફેલાવવા માટે ખોટી માહિતી કે અફવા ફેલાવવી નહિ, : એસપીસાહેબ ની સૂચના

Amreli Live

આવતી કાલથી રેશનિંગની દુકાન ઉપર નવી વ્યવયસ્થા ગોઠવાઈ

Amreli Live