27.8 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

જયારે ધીરૂભાઇ અંબાણી નોકરી કરવા મોટાભાઈ રમણીક પાસે ગયા હતા, વાંચો તેમના સંધર્ષની કહાની

ઘણા ઓછા જ લોકો જાણે છે ધીરુભાઈના સંધર્ષની કહાની, જાણો ત્યારે શું થયું જયારે ધીરુ ભાઈ મોટા ભાઈ પાસે નોકરી કરવા ગયા. જમીન ઉપરથી ઉભા થઇને હજારો કરોડોની સંપત્તિ ઉભી કરી દેવા વાળા ધીરુભાઈ અંબાણીના સંઘર્ષની સ્ટોરી તો બધા જાણે છે. પરંતુ તે ઘણા ઓછા લોકો જાણતા હશે કે ધીરુભાઈને સમર્થ બનાવવાનો શ્રેય કોને જાય છે? આજે અમે તમને તેના વિષે જણાવીશું.

અંબાણી પરિવાર આજે દુનિયાના સૌથી મોટા અને શ્રીમંત કુટુંબો માંથી એક છે. ફેમીલીને તે સ્થાન સુધી પહોચાડવામાં ધીરુભાઈ અંબાણીએ સખત તપસ્યા કરી છે. તે વાત તો બધા જાણે છે. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ધીરુભાઈ અંબાણીને સમર્થ બનવાનો શ્રેય કોણે જાય છે, આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

પાંચ ભાઈ-બહેન હતા ધીરુભાઈ અંબાણી

ભારતના સૌથી શ્રીમંત કુટુંબના વડા રહેલા ધીરજલાલ હીરાલાલ અંબાણી ઉર્ફે ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડીસેમ્બર, 1932ના રોજ ગુજરાતના જુનાગઢના નાના એવા ગામ ચોરવાડમાં થયો હતો. ધીરુભાઈના પિતા હીરાચંદ ગોરધનભાઈ અંબાણી એક શિક્ષક હતા. માતા જમનાબેન એક સામાન્ય ગૃહિણી હતી. ધીરુભાઈ ચાર ભાઈ-બહેન હતા. જેના નામ રમણીકભાઈ, ધીરુભાઈ, નાથુભાઈ, ત્રીલોચનાબેન અને જસુમતીબેન હતા.

આર્થિક તંગીને કારણે અભ્યાસ છોડ્યો, વેચાતા હતા ફળ અને પકોડા : ધીરુભાઈના પિતા ગોરધનભાઈ માટે તેમના મોટા કુટુંબનું ભરણપોષણ કરવું ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ધીરુભાઈને હાઇસ્કુલ પછી અભ્યાસ છોડાવીને પિતાની મદદ કરવા માટે ફળ અને નાસ્તો વેચવાનું કામ શરુ કર્યું, પરંતુ આ ધંધામાં કાંઈ ખાસ ફાયદો ન હતો. ત્યાર પછી ધીરુભાઈએ ગામની નજીક આવેલા પર્યટન સ્થળ ગીરનારમાં પકોડા વેચવાનું કામ શરુ કરી દીધું.

આ કામ સંપૂર્ણ રીતે આવનારા પર્યટકો ઉપર આધારિત હતું, જે વર્ષના થોડો સમય તો સારું ચાલતું હતું, પરંતુ બાકીના સમયમાં તેમાં ખાસ લાભ ન હતો. ધીરુભાઈએ તે કામને પણ થોડા સમય પછી બંધ કરી દીધું.

નોકરી માટે ભાઈ પાસે ગયા હતા યમન : તે સમયે ધીરુભાઈના મોટાભાઈ રમણીકભાઈ યમનમાં નોકરી કરવા લાગ્યા હતા. તેની મદદથી ધીરુભાઈને 1949માં 17 વર્ષની ઉંમરમાં યમન જવાની તક મળી. ત્યાં તેમણે શેલ કંપનીના પેટ્રોલ પંપ ઉપર 300 રૂપિયા માસિક પગાર તરીકે નોકરીની શરુઆત કરી અને લગભગ બે વર્ષમાં તે મેનેજરના હોદ્દા સુધી પહોચી ગયા. તેવામાં ધીરુભાઈએ કોકિલાબેન સાથે વર્ષ 1955માં લગ્ન કર્યા.

માહિતી મુજબ એડનમાં જ ધીરુભાઈના મોટા દીકરા મુકેશ અંબાણીનો જન્મ થયો હતો. અહિયાં તેમણે લગભગ 6 વર્ષ સુધી કમાણી કરી. પરંતુ, થોડા જ દિવસો પછી યમનમાં આઝાદી માટે લડાઈ શરુ થઇ ગઈ, તે મુશ્કેલીને કારણે ધીરુભાઈ સહીત ઘણા બધા ભારતીયોને યમન છોડવું પડ્યું, પરંતુ ત્યાં સુધી ધીરુભાઈ પાસે બિજનેસ શરુ કરવા માટે ઘણા ઓછા પૈસા બચ્યા હતા.

કાકાના દીકરા ભાઈ ‘ચંપકલાલ દમાની’ સાથે શરુ કર્યો વેપાર : આ નોકરી છૂટી ગયા પછી તેમણે નોકરીને બદલે બિજનેસ કરવાનો નિર્ણય લીધો, પરંતુ બિજનેસ શરુ કરવા માટે પૈસાની જરૂર હતી. ધીરુભાઈ પાસે રોકાણ માટે એટલા પૈસા ન હતા, જેટલાની જરૂર હતી. તેના માટે તેમણે પોતાના કાકાના દીકરા ભાઈ ચંપકલાલ દમાની (જે તેની સાથે જ એડનો(અમન) માં રહેતા હતા.) સાથે મળીને મસાલા અને ખાંડના વેપારની શરુઆત કરી. અહિયાં રિલાયન્સ કમર્શીયલ કોર્પોરેશનનો પાયો નાખ્યો. ત્યાર પછી રિલાયન્સે સૂતરના ધંધામાં પ્રવેશ કર્યો.

ત્યાર પછી ધીરુભાઈને વેપારમાં સફળતા મળી ગઈ. વહેલી તકે જ તે મુંબઈ સુતર વેપારી સંઘના કર્તા-હર્તા બની ગયા. તે બિજનેસ જોખમોથી ભરેલો હતો, અને ચંપકલાલને જોખમ પસંદ ન હતું એટલા માટે વર્ષ 1965માં બંનેએ અલગ રસ્તા પસંદ કરી લીધા. તેનાથી રિલાયન્સ ઉપર કોઈ ખાસ ફરક ન પડ્યો અને 1966માં રિલાયન્સ ટેક્સટાઈલ્સ અસ્તિત્વમાં આવ્યું.

રમણીકભાઈના દીકરા ‘વિમલ’ ના નામે બનાવી બ્રાંડ : ત્યાર પછી રિલાયન્સે વર્ષ 1970માં અમદાવાદના નરોડામાં ટેક્સટાઈલ્સ મિલની સ્થાપના કરી. મોટા ભાઈ રમણીકભાઈના દીકરા ‘વિમલ’ ના નામની બ્રાંડિંગ એ રીતે કરવામાં આવી કે થોડા સમયમાં જ તે ઘરે ઘરે ઓળખાવા લાગ્યા અને ‘વિમલ’નું કાપડ એક મોટી બ્રાંડ બની ગયું. ત્યાર પછી તેમણે ક્યારે પણ પાછું વળીને ન જોયું અને રિલાયન્સ કપડા સાથે જ પેટ્રોલીયમ અને દુરસંચાર જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની બની ગઈ.

સતત વધતા બિજનેસ વચ્ચે તેમનું આરોગ્ય બગડ્યું અને 6 જુલાઈ 2002ના રોજ તેમનું મૃત્યુ થઇ ગયું. તે સમય સુધી ધીરુભાઈ પાસે કરોડોની સંપત્તિ થઇ ગઈ હતી. હવે તેમનો બિજનેસ તેમના મોટા દીકરા મુકેશ અને અનિલે આગળ વધારી રહ્યા છે.

રમણીકભાઈ 90 ની ઉંમર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં હતા. તે 2014માં નિવૃત્ત થયા, ત્યાર પછી મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થનારી પહેલી મહિલા બની. 27 જુલાઈ 2020ના રોજ 95 વર્ષની ઉંમરમાં રમણીકભાઈનું અવસાન થઇ ગયું. રમણીકભાઈના પત્ની પદમાબેનનું 2001માં અવસાન થઇ ગયું હતું. તે પોતાના બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહેતા હતા.

તેવામાં જો, ધીરુભાઈ અંબાણીના શરુઆતના જીવનને ધ્યાનથી જોવામાં આવે તો, ધીરુભાઈ અને તેના કુટુંબને તે સ્થાન સુધી પહોચવાનો શ્રેય તેના કાકાના દીકરા અને સગા ભાઈને જાય છે, કેમ કે બંને લોકોએ શરુઆતના સમયમાં ધીરુભાઈની મદદ કરી હતી. તો તે અંગે તમારો શું અભિપ્રાય છે? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

Amreli Live

લગ્નના દિવસે અજાણ્યા છોકરાઓ સાથે કેમ ઝગડી પડી કન્યા? જાણો સંપૂર્ણ ઘટના ક્રમ.

Amreli Live

બુધનો આપણા જીવનમાં શું છે ફાળો? જાણો તેને મજબૂત કરવાના સરળ ઉપાય.

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ભારતીય યુવા એન્જીનીયરનો કારનામો, દોરાથી મજબૂત કર્યા પાટાના સાંધા, બચાવ્યા રેલવેના 1 કરોડ, જાણો કઈ રીતે.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live

શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

Amreli Live

વૃષભ રાશિમાં રાહુ 23 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, આવી રીતે દૂર કરો રાહુની અશુભતા

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

રામ મંદિર નિર્માણ : પાયામાં પાઇલિંગ માટે અયોધ્યા પહુંચી વિશાળકાય મશીન, IITના વિશેષજ્ઞોએ મોકલી ડિઝાઈનની રિપોર્ટ

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

Amreli Live

મોટા સમાચાર : આ તારીખે દિવાળીની જેમ ઝગમગ થશે અયોધ્યા નગરી, CM યોગીએ આપ્યો આદેશ.

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live