18.3 C
Amreli
27/01/2021
અજબ ગજબ

જયારે તાજ હોટલે ગોવિંદાને નહોતી આપી નોકરી, મુંબઈની લોકલ ટ્રેને દેખાડ્યો જીવનનો સૌથી ખરાબ દિવસ

સરળતાથી નથી મળી ગોવિંદાને સફળતા, વાંચો તાજ હોટલમાં નોકરી ન મળવાથી લઈને મુંબઈની લોકલ ટ્રેનની સફર સુધીના કિસ્સા. ડાંસના સરતાજ, એક્ટિંગના જાદુગર, દમદાર ડાયલોગ ડિલિવરીના ધોની અને પોતાની કોમેડીથી દર્શકોને લોટ-પોટ કરવાવાળા સુપર સ્ટાર ગોવિંદા હવે 57 વર્ષના થઈ ગયા છે. ગોવિંદાની ગણતરી તેમના સમયના મોટા સ્ટારમાં થાય છે. 90 ના દશકમાં ગોવિંદાનો જાદુ દર્શકોના માથા પર ચડીને બોલતો હતો. 21 ડિસેમ્બર 1963 ના રોજ માયાનગરી મુંબઈમાં ગોવિંદાનો જન્મ થયો હતો.

80 અને 90 ના દશકમાં ગોવિંદાએ અભિનયને લગતી દરેક વસ્તુના દમ પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. તે આ દશકમાં રંગબેરંગી કપડાંમાં દરેક હીરો કરતા અલગ દેખાતા હતા. ગોવિંદા આજે ભલે અઢળક પૈસા અને મિલકતના માલિક હોય, પણ એક સમય એવો પણ હતો જયારે તેમને તેમણે તાજ હોટલમાં નોકરી માંગી હતી, પણ હોટલવાળાએ તેમને નોકરી આપવાની ના પાડી દીધી હતી.

અભિનેતા ગોવિંદાએ ગરીબીને નજીકથી જોઈ છે. તે મુંબઈમાં વિરારમાં પણ રહ્યા છે. ફિલ્મોની જેમ તેમના અસલ જીવનની સ્ટોરી પણ એવી જ હાલત રહી છે. આવો આજે તમને ગોવિંદા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ.

ગોવિંદાના પિતા અરુણ આહુજા પોતાના સમયના એક પ્રખ્યાત કલાકાર રહી ચુક્યા છે. જણાવવામાં આવે છે કે, ગોવિંદાના પિતાએ પોતાના સમયમાં લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું હતું. ગોવિંદાની માં નિર્મલા દેવીની વાત કરવામાં આવે તો તે શાસ્ત્રીય ગાયિકા હતી, તે ફિલ્મોમાં ગાવાનું કામ કરતી હતી. ગોવિંદાના પિતા જયારે ફિલ્મોમાં એક્ટિવ હતા, તો એક ફિલ્મને કારણે તેમણે ઘણું નુકશાન સહન કરવું પડ્યું અને સ્થિતિ એવી થઈ ગઈ કે, ગોવિંદાના પરિવારે બંગલાનો ત્યાગ કરી વિરારમાં દિવસો પસાર કરવા પડ્યા.

ગોવિંદા તે સમયે ફિલ્મોમાં આવ્યા ન હતા. તે ફિલ્મી દુનિયાથી દૂર હતા. ગોવિંદાનું ફોક્સ ભણતર પર હતું અને તે કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી ચુક્યા હતા. ભણતર પૂરું કર્યા પછી તે નોકરી શોધી રહ્યા હતા, અને તે મુંબઈની પ્રખ્યાત તાજ હોટલમાં નોકરી માંગવા ગયા. પણ તેમને અહીં એક મોટો ઝટકો લાગ્યો. તાજ હોટલવાળાએ ગોવિંદાને નોકરી આપવાની ના પાડી દીધી.

એક ચેટ શો દરમિયાન ગોવિંદાએ પોતાના અંગત જીવનને લઈને ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની માં નિર્મલા દેવીએ એક વાર ક્યાંક જવાનું હતું. પોતાની માં સાથે ગોવિંદા મુંબઈના ખાર સ્ટેશન પર લોકલ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેનો ખચાખચ ભરાયેલી હતી અને તેઓ સતત ટ્રેન ચુકી રહ્યા હતા. તેનાથી ગોવિંદા ઘણા નિરાશ થઇ ગયા અને પોતાના એક સંબંધીને ત્યાંથી પૈસા ઉધાર લીધા અને પછી પોતાની માં ને ફર્સ્ટ ક્લાસનો પાસ બનાવીને આપ્યો.

ગોવિંદા આ ઘટનાથી ઘણા નિરાશ થઈ ગયા હતા અને તેમને ઘણો ઊંડો ઝટકો પણ લાગ્યો. ગોવિંદાએ આગળ જઈને તે વાતો ભુલાવી દીધી અને તે ફરીથી કામ કરવા લાગ્યા. ફિલ્મોમાં આવતા પહેલા ગોવિંદા એલવિન કંપનીની એક જાહેરાતમાં કામ કરી ચુક્યા હતા. પછી આગળ જઈને તેમણે હિંદી સિનેમામાં પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લીધો.

ગોવિંદાએ વર્ષ 1986 માં હિંદી સિનેમામાં પોતાના પગ રાખ્યા. તેમની પહેલી ફિલ્મ તે જ વર્ષે રિલીઝ થઇ જેનું નામ હતું ‘ઇલ્ઝામ’. ગોવિંદા પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા. પછી તે આગળ જતા સતત સફળતાની સીડી ચઢતા ગયા. 80 અને 90 ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે પોતાનું એક અલગ અને ખાસ સ્થાન બનાવ્યું.

ગોવિંદાએ લગભગ 165 ફિલ્મોમાં કામ કર્યું અને તે દરમિયાન તેમણે એકથી એક ચડિયાતી અને હિટ ફિલ્મો બોલીવુડને આપી. સુપરસ્ટાર ગોવિંદાને 11 વખત ફિલ્મ ફેયર એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું છે. તે 4 વખત ઝી સીને એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. સાથે જ તેમને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મ ફેયર એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સરકારી સ્કૂલમાં ભણ્યા, જાત મહેનતે નાસા સુધી પહોંચ્યો ખેડૂતનો દીકરો, જાણો સફળતાની સ્ટોરી.

Amreli Live

અક્ષય કુમારની એક્ટ્રેસથી થઈ ગઈ એવી ભૂલ કે હવે ખુબ ઉડાવવામાં આવી રહ્યો છે મજાક.

Amreli Live

Google Pixel 4a પંચ-હોલ ડિસ્પ્લે સાથે ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત.

Amreli Live

નટ્ટુ કાકાએ દયાબેનને યાદ કરતા જણાવી દીધી આટલી મોટી વાત, જલ્દી જ…

Amreli Live

પતિ-પત્નીએ એક સાથે કરવી જોઈએ શિવજી, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની પૂજા, જાણો કારણ

Amreli Live

જાણો આ 9 શેરોએ કઈ રીતે રોકાણકારોને પોતાની માયાજાળમાં ફસાવી રાખ્યા છે?

Amreli Live

જીવનમાં બધું જ મેળવ્યા પછી પણ અંદરથી અશાંત રહે છે મીન રાશિના લોકો, જાણો તેમનાથી જોડાયેલ વાતો

Amreli Live

અનિતા હસનંદાનીએ ફોટો શેયર કરી ફેન્સને પૂછ્યું : ‘શું લાગે છે છોકરો કે છોકરી?’ કરણવીરે આપ્યો આ જવાબ

Amreli Live

ઘરેલુ કંપની યુ એન્ડ આઈએ લોન્ચ કર્યું નવો બ્લુટુથ સ્પીકર, નામ છે BAMBOO.

Amreli Live

દુનિયાને બદલવામાં રાતદિવસ મહેનત કરતા એલોન મસ્ક વિશે આ વાતો જાણી લેશો તો તમે પણ રચનાત્મક કામો કરતા થઈ જશો.

Amreli Live

ઓપરેશન પછી હવે આવી હાલત છે રેમો ડિસુઝાની, આમિર અલીએ શેયર કર્યા ફોટા

Amreli Live

આટલા લાખ રૂપિયામાં પત્નીએ પોતાના પતિને વેચ્યો, બોલી – જે ગર્લફ્રેન્ડએ ખરીદ્યા તેની સાથે લગ્ન કરી લો.

Amreli Live

બે છોકરીઓને થયો પ્રેમ, મંદિરમાં લગ્ન કર્યા પછી પતિ-પત્ની બની પહુંચ્યા પોલીસ સ્ટેશન

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

મુખ્યમંત્રીએ કરી આ મોટી જાહેરાત, રાજ્ય સરકાર દ્વારા 5 લાખ કર્મચારીને મળશે આ દિવાળી ભેટ.

Amreli Live

લોકડાઉનમાં ‘દિલ તૂટેલા આશિક’ નો હિટ બિઝનેસ આઈડિયા, ખોલ્યું સ્પેશ્યલ કેફે જામી લોકોની ભીડ

Amreli Live

આ રાશિના લોકોને શુભ સમાચાર મળી શકે છે, તેમજ વ્‍યાવસાયિક અને આર્થિક લાભના પણ યોગ છે.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live