13.6 C
Amreli
27/01/2021
મસ્તીની મોજ

જયારે જિંદગીમાં તમને ધક્કો વાગે ત્યારે શું છલકાવું જોઈએ? વાંચો જીવન ઉપયોગી વાત.

જીવનમાં સુખી થવું હોય અને સુખ શાંતિથી જીવન જીવવું હોય, તો આપણે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. જો આપણે એવું નહિ કરીએ, તો તે ક્યારેય પણ આપણા મનને શાંત નહિ રહેવા દે. આપણી અંદર જે ખરાબ ભાવ રહેલા છે તેને દૂર નહિ કરીએ, તો તે બહાર છલકાશે અને નવી મુશ્કેલીઓ ઉભી કરશે. આવો એક ઉદારહણ દ્વારા આ વાત સમજીએ.

માની લો કે તમારા હાથમાં ચિલ્ડ લસ્સીનો છલોછલ ભરેલો ગ્લાસ છે, અને તમે તેને મોઢે માંડવાના જ છો કે ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે છે, અને તેનો ધક્કો તમારા હાથને વાગે છે, અને તે છલોછલ ભરેલા ગ્લાસમાંથી ચારે તરફ લસ્સી ઢોળાઈ જાય છે. હવે અમે તમને પૂછીએ કે, લસ્સી કેમ ઢોળાઈ ગઈ? તો તેના પર કદાચ તમારો જવાબ હશે કે, કોઈ પાછળથી ધક્કો મારે તો લસ્સી તો ઢોળાય જ ને?

જો તમારો જવાબ આ જ હોય તો જણાવી દઈએ કે, આ જવાબ સંપૂર્ણ સાચો નથી. તમારા હાથમાં રહેલા ગ્લાસમાંથી લસ્સી ઢોળાઈ છે, કારણ કે તે ગ્લાસ લસ્સીથી ભરેલો હતો. તેની જગ્યાએ જો તે ગ્લાસ કોલ્ડ કોકોથી ભરેલો હોત, તો કોલ્ડ કોકો ઢોળાત. જે વસ્તુ ગ્લાસની અંદર હોય એ જ છલકાઈને બહાર આવે છે.

હવે આપણે આ વાતનો આપણા જીવન સાથે શું સંબંધ છે તે સમજીએ. આ છલોછલ ભરેલો ગ્લાસ છે તે આપણે છીએ. એટલે જ્યારે આપણને આપણા જીવનમાં સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ધક્કો વાગે છે, ત્યારે આપણી અંદર જે હોય એ જ બહાર છલકાય છે. એટલે જ્યાં સુધી આપણને ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર હોઈએ છીએ, અને સારા બનવાનો દંભ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણી સાથે આપણને ન ગમતું બને એટલે કે સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ધક્કો વાગે ત્યારે હકીકતમાં આપણી અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

તો હવે આપણે જ આપણી જાતને પૂછવાનું છે કે, જિંદગીમાં ક્યારેય પણ આપણને ધક્કો વાગે ત્યારે શું છલકાશે? આપણામાંથી શું ઢોળાશે? ગુસ્સો, ખરાબ શબ્દો, અસત્ય, કડવાશ, ખરાબ વર્તન, માનવતા, આભાર, આનંદ, વિનમ્રતા કે પછી શાંતિ? આવા સમયે આપણામાંથી કશુંક સારું જ છલકાય કે ઢોળાય એવા આપણે થવું જોઈએ. તેના માટે જીવનને આનંદ, લાગણી, ક્ષમા, પ્રામાણિકતા, શાંતિ, દયા, પ્રેમ, સ્નેહભર્યા શબ્દો, હકારાત્મકતા અને સચ્ચાઈથી ભરવું પડશે. પછી ભલે જીવનમાં કેટલા પણ ધક્કા વાગે તો પણ આપણામાંથી કશુંક સારું જ છલકાશે. શાંતિથી બેસીને એકવાર આ વાત પર વિચાર જરૂર કરજો. તે તમારું જીવન બદલી શકે છે.


Source: 4masti.com

Related posts

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

થોડા દિવસોમાં પોપ્યુલર થઇ તારક મેહતાની નવી અંજલિ ભાભી, જાણો એક દિવસની કેટલી ફી લે છે સુનૈના ફોજદરા.

Amreli Live

જાણો કોણ છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો માં ‘અરે દાદા’ કહેવા વાળા હપ્પુ સિંહ? શું છે તેમના સંધર્ષની સ્ટોરી?

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

ખુબ જ નસીબદાર હોય છે નવેમ્બર મહિનામાં જન્મેલ લોકો, જાણો તેમનાથી જોડાયેલ કેટલાક રહસ્યની વાતો

Amreli Live

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

Amreli Live

ધનતેરસના શુભ મુહૂર્ત સાથે જાણો તેનું મહત્વ અને માન્યતાઓ, એ પણ જાણો કે રાશિ અનુસાર શું ખરીદવું શુભ રહેશે.

Amreli Live

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

5 રાશિઓ માટે વાઘ બારસનો દિવસ રહેવાનો છે ફાયદાવાળો, વાંચો રાશિફળ.

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

ધનતેરસ પર કરો કુબેર કુંજીની સ્થાપના, ક્યારેય નહિ રહે ધનની અછત.

Amreli Live

દિવાળીના દિવસે આ કામો કરવાથી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન અને આનાથી થાય છે ગુસ્સે.

Amreli Live

એવો કયો દુકાનદાર છે, જે તમારી વસ્તુ પણ લે છે અને પૈસા પણ? કેન્ડિડેટ વિચાર્યા વિના આપી દીધો સાચો જવાબ.

Amreli Live

બેન્ક ખાતેદાર ધ્યાન આપો, આવતા મહિને નહિ કરો આ કામ, તો અટકી જશે પેંશન.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

તમારા બીજા લગ્નને સફળ બનાવશે આ ટિપ્સ, સંબંધ જોડતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન.

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live