14-15 વર્ષની ઉંમરમાં છોકરાને મળવા માટે ચાકુથી તાળું ખોલી કરીનાએ કર્યું હતું એવું કામ કે જાણીને થઇ જશો ચકિત. બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેમની મોટી બહેન કરિશ્મા કપૂરને તેમની માં બબીતાએ ઘણા પ્રેમથી ઉછેરી છે. પણ બબીતાએ પોતાની દીકરીઓને પ્રેમની સાથે સાથે સજા પણ આપી છે. હવે કરીના કપૂરે ખુલાસો કર્યો છે કે, તેમની માં એ તેમને મસ્તીખોર અને ધમાલી હોવાને કારણે દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી.
કરીનાએ જણાવ્યું કે, તે બાળપણમાં એક છોકરાને પસંદ કરતી હતી અને તેને મળવા ઇચ્છતી હતી, પણ તેમની માં બબીતાને તે મંજુર ન હતું. એક દિવસ જયારે કરીનાની માં બહાર ગઈ હતી, તો તેમણે રૂમનું તાળું તોડીને ફોન કાઢ્યો હતો અને છોકરાને મળવા જતી રહી હતી.
કરીના કપૂરે કર્યો ખુલાસો : એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું, હું ત્યારે 14-15 વર્ષની હતી અને મને એક છોકરો પસંદ હતો. મારી માં આ વાતથી પરેશાન હતી, અને એક સિંગલ મધર હોવાને કારણે તે કહેતી હતી કે આવું નહિ થઈ શકે. તો તે મારો ફોન તેમના રૂમમાં લોક કરી દેતી હતી. હું પોતાના મિત્રો સાથે બહાર જવા ઇચ્છતી હતી, અને તે છોકરાને મળવા ઇચ્છતી હતી. તો એકવાર મારી માં ડિનર માટે બહાર ગઈ હતી. મેં તેમના રૂમનું તાળું ચાકુથી ખોલ્યું અને તેમના રૂમમાં ગઈ, મિત્રો સાથે વાત કરી અને ઘરેથી ભાગી ગઈ. મેં આટલું બધું કરી દીધું હતું.
બીજીવાર માં બનવાની છે કરીના : જણાવી દઈએ કે, કરીના કપૂરના લગ્ન સૈફ અલી ખાન સાથે થઈ ચૂક્યા છે. તે એક દીકરા તૈમુર અલી ખાનની માં બની ચુકી છે, અને જલ્દી જ બીજા બાળકને જન્મ આપશે. કરીના કપૂર પોતાની પ્રેગ્નેન્સીના સમયમાં પણ કામ કરી રહી છે. તે પોતાના ટૉક શો What Women Want ના શૂટિંગમાં લાગેલી છે. આ શો માં કરીના સેલિબ્રિટીઓ સાથે વાતચીત કરે છે.
તેમના પ્રોજેક્ટની વાત કરીએ તો કરીના કપૂર આવતા વર્ષે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (lal singh chaddha ) માં દેખાશે. ફિલ્મમાં તેમની સાથે આમિર ખાન હશે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ (forrest gump) ની હિંદી રીમેક છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદને કર્યું છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com