23.7 C
Amreli
28/11/2020
અજબ ગજબ

જયારે કનૈયાથી રિસાઈ ગઈ હતી દેવી લક્ષ્મી, આજે પણ કરી રહી છે આ મંદિરમાં તેમની પૂજા.

આ કારણે દેવી લક્ષ્મી શ્રીકૃષ્ણથી રિસાઈ ગયા હતા, પૌરાણિક કથા દ્વારા જાણો શું થયું હતું. આપણે બધાએ શ્રીકૃષ્ણ અને રાધાજીના પ્રેમના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. તેમના રીસાવા અને મનાવવાની ઘણી કથાઓ સંભળાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવી કથા લાવ્યા છીએ, જે તમે ન તો ક્યારેય સાંભળી હશે અને ન તો વાંચી હશે.

આ કિસ્સો છે દેવી લક્ષ્મીના કનૈયા એટલે કે શ્રીકૃષ્ણથી રીસાવાનો. પૌરાણીક કથાઓ મુજબ એક વખત દેવી લક્ષ્મી કનૈયાથી રિસાઈ ગયા હતા. કહેવામાં આવે છે કે, ત્યારથી લઈને આજ સુધી તે એક મંદિરમાં કનૈયાની રાહ જોઈ રહ્યા છે. આ મંદિર વૃંદાવનના બેલવનમાં આવેલું છે. આવો જાણીએ આ મંદિર તેમજ દેવી લક્ષ્મી અને કનૈયાની આ કથા વિષે.

બેલવન વૃંદાવનથી યમુના પાર માંટ તરફ જતા રસ્તા ઉપર આવેલું છે. તે ઘણું પ્રસિદ્ધ મંદિર છે અને ઘણું જુનું પણ છે. એવું કહેવામાં આવે છે કે, આ સ્થળ ઉપર પ્રાચીન કાળમાં બીલીના ઝાડનું જંગલ હતું. તે કારણ છે કે આ સ્થળને બેલવનના નામથી ઓળખવામાં આવે છે. આ તે જંગલ છે જ્યાં શ્રીકૃષ્ણ અને બલરામ ગાયો ચરાવવા જતા હતા. તે જંગલોની વચ્ચે માં લક્ષ્મીનું આ મંદિર આવેલું છે, જ્યાં તે કનૈયાથી રીસાયા પછી આવ્યા હતા.

પૌરાણીક કથા મુજબ, એક વખત શ્રીકૃષ્ણ અને તેમની 16,108 ગોપીઓ વ્રજમાં રાસલીલા કરી રહ્યા હતા. તે દરમિયાન માં લક્ષ્મીને પણ તેમની રાસલીલા જોવાની ઈચ્છા થઇ. તે રાસલીલા જોવા વ્રજ પહોંચ્યા. પરંતુ શ્રીકૃષ્ણની રાસલીલા જોવા માટે માત્ર ગોપીઓને જ પરવાનગી હતી, બીજા કોઈને નહિ. તેથી માં લક્ષ્મીને બહારથી અટકાવી દીધા. આથી તે ઘણા દુઃખી થઇ ગયા. પછી માં લક્ષ્મી વૃંદાવન તરફ મોઢું કરીને બેસી ગયા અને તપસ્યા કરવા લાગ્યા.

કહેવામાં આવે છે કે, જયારે માં લક્ષ્મી તપસ્યા માટે બેઠા હતા ત્યારે શ્રીકૃષ્ણ રાસલીલા કરી ઘણા થાકી ગયા હતા. તેમને ઘણી ભૂખ લાગી હતી. પછી માં લક્ષ્મીએ પોતાની સાડીનો એક ભાગ ફાડ્યો અને તેનાથી અગ્નિ પ્રગટાવી. પછી આ અગ્નિ ઉપર તેમણે ખીચડી બનાવીને શ્રીકૃષ્ણને ખવડાવી. તે જોઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થઇ ગયા. પછી માં લક્ષ્મીએ શ્રીકૃષ્ણજી સમક્ષ વ્રજમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રીકૃષ્ણજીએ તેમને પરવાનગી આપી દીધી.

કહેવામાં આવે છે કે, આ કથા પોષ માસની હતી. એવામાં આ મહિનામાં વ્રજમાં મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માં લક્ષ્મી આજે પણ અહીંયા કનૈયાની પૂજા કરે છે. પોષ મહિનામાં જ્યારે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગુરુવારના દિવસે ખીચડી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મેળામાં જે ભક્ત આવે છે, તે પોતાની સાથે ખીચડી બનાવવાની સામગ્રી પણ લાવે છે. તેઓ અહીં ચૂલો બનાવે છે અને બેસીને ખીચડી બનાવે છે. આ ખીચડીને પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ રાશિના લોકો આ અઠવાડિયે વૈભવી જીવનશૈલી અને મોજશોખ પાછળ ખર્ચ કરશે, જ્યોતિષ અનુસાર જાણો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

એરપોર્ટ પર ગુજરાતના આ ક્રિકેટર પાસે મળી આવી લાખોની આ વસ્તુઓ, થયો મોટા ખુલાસાઓ

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

જાણો પૂજનથી લઈને ભોજન સુધી ઉપયોગ થનારા નારિયળથી જોડાયેલ ખાસ વાતો

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજાના સવાલો ઉપર એક વખત નજર તો નાખો

Amreli Live

Google બંધ કરી પોતાની આ મ્યુઝિક એપ, હવે આ એપથી માનવો પડશે સંતોષ

Amreli Live

આ રીતે કસરત કરશો, તો વધી શકે છે કોરોના વાયરસ સંક્રમણનો ભય.

Amreli Live

પોપટ ખૂબ મોજથી મરચું કેમ ખાય છે? મીઠા ફળોની જગ્યાએ તેને મરચા કેમ પસંદ છે, જાણો.

Amreli Live

શું તમે જાણો છો ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી, વાંચો આ રોચક કથા.

Amreli Live

રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલના જીવનમાં ફરી અંધારી રાત, 6 મહિનાથી કામ ન મળવાથી થઈ આવી હાલત.

Amreli Live

જો તમે કારમાં લાંબી મુસાફરી કરો છો, તો તમારી પાસે આ નાનકડું ગેજેટ્સ સાથે જરૂર હોવું જોઈએ.

Amreli Live

ગુજરાતના આ શહેરની મહિલાએ બનાવ્યા ખાઈ શકાય તેવા જાતજાતની વેરાયટી ફટાકડા, જાણો કોણ છે તે મહિલા.

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

સત્સંગથી ખરાબ વિચાર દૂર રહે છે અને સારા વિચારનો પ્રવાહ ચાલુ રહે છે, સફળતા મળવાની સંભાવનાઓ પણ વધે છે.

Amreli Live

1 ઓગસ્ટથી થશે બુધનું રાશિ પરિવર્તન, તેનાથી આ 6 રાશિઓનો શરુ થશે સારો સમય

Amreli Live

8,000 રૂપિયાના બજેટમાં આ બની શકે છે બેસ્ટ સ્માર્ટફોન, જુઓ આખું લિસ્ટ

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આ 7 રાશિઓને આજે મળશે શુભ સમાચાર, અચાનક થશે ધન લાભ

Amreli Live

Huawei FreeBuds Studio હેડફોન થયા લોન્ચ, 24 કલાકનો છે બેટરી બેકઅપ

Amreli Live