26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યાકોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન મોદીએ 3જી મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ-અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. એક તરફ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત પ્રચાર કરાઇ રહ્યો છે અને તેના ભંગ બદલ દંડ પણ કરાઇ રહ્યો છે. આ સ્થિતિમાં કારીગરો ભેગા થઈ રહ્યા હોવાનો મેસેજ મળતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો વરાછામાં ખડકી દેવાયો હતો. કારીગરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ઘૂંટણ પર બેસી ગયા હતા અને આજીજી કરી રહ્યા હતા કે, અમે વતન મોકલી આપો. તેમણે કહ્યું કે જમવાની વ્યવસ્થા નથી. જેથી પોલીસે તરત જમવાની વ્યવસ્થા કરી બધાને પરત મોકલ્યા હતા. મોહનની ચાલમાં ચાલેલા ત્રણ કલાકના હોબાળાનો મેસેજ ફેલાતા અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં પણ કામદારોની ભીડ થવા લાગી હતી, જે બધાંને પોલીસે સમજાવીને પરત કરી દીધા હતા.

2500 કારીગરો રસ્તા પર ઊતર્યા
સુરતના વરાછા મોહન નગર(મોહનની ચાલ) વિસ્તારમાં ચાલતાં એમ્બ્રોડરીના કારીગરો વતન જવાની જીદને લઈને રસ્તે ઉતર્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસને જોઈને કારીગરો રસ્તે બેસી ગયા હતા. આવી જ રીતે તા. 10મી એપ્રિલે લસકાણા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારના રામદેવ નગર, ડાયમંડ નગર, કળથિયા અને ક્રિષ્ના સોસાયટીના 2500 જેટલા કારીગરોએ રસ્તા પર ઉતરી આવીને શાકભાજીની લારી, પાનની કેબિનો અને રસ્તે મુકેલા બેરીકેટ્સને નુકસાન કર્યુ હતું. આ ઉપરાંત રસ્તો બંધ કરવા માટે મુકેલા લાકડાની આડશને આગ પણ લગાડી દીધી હતી.

વતન જવાની માગ સાથે કારીગરોનો હંગામો
આ ઘટના બાદ મંગળવારે તા.14મીએ વડાપ્રધાન મોદીએ લોક-ડાઉન લંબાવવાની વાત કરતાં જ વરાછા વિસ્તારમાં આવેલા મોહન નગરના એમ્બ્રોયડરીના કારખાનામાં કામ કરતાં અંદાજે 1000 જેટલા કારીગરો વતન જવાની માંગણી સાથે રસ્તે ઉતરી આવી હોબાળો કર્યો હતો. આ અંગે કારીગરોના સમૂહ સાથે થયેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે, જે કારીગરોને સરકારી શાળાઓમાં રાખ્યા હતા. તેમને તપાસ કરીને તેમના વતન મોકલી આપવામાં આવ્યા છે. જે કારીગરો સ્વસ્થ છે તેમને પોતાના વતન જવા દેવામાં આવે.

શું કહે છે કારીગરો: જે લોકો સ્વસ્થ છે તેમને તેમના વતનમાં જવા દો અથવા તો અમને કામ આપો

  • લૉકડાઉનમાં છેલ્લાં 14 દિવસમાં 3 વખત રિપોર્ટ કરાવવામાં આવ્યો. શાળામાં મૂકવામાં આવ્યા હતા, આ સમય દરમિયાન ત્રણ- ત્રણ વખત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ કર્યા બાદ છોડી મૂકવામાં આવ્યા.
  • જે લોકો સ્વસ્થ છે અને વતનમાં પોતાના ઘરે જવા ઇચ્છે છે તેમને જવા દો. અથવા તો અમને કામ આપો. બસ અમે આટલું જ ઇચ્છી છીએ.

જમવાની વ્યવસ્થા કરવા પોલીસે બે સંસ્થાને બોલાવી
મોહન નગરના કારીગરોએ પોલીસને ફરિયાદ કરી હતી કે, એકમના માલિકોએ તેમને ફક્ત ખર્ચી ચૂકવી છે. જેમાંથી જમવાનું મેળવવું મુશ્કેલરૂપ થઈ રહ્યું છે. સુરતમાં રહેશે તો નહીં બીમાર થવાના હશે તો પણ બીમાર પડી જશે. જેને પગલે તેમને પોતાના પરિવાર પાસે જવા દેવામાં આવે, જમવાનાની ફરિયાદ ઉઠતાંની સાથે જ કારીગરોને વ્યવસ્થિત જમવાનું પૂરુ થઈ રહે તે માટે બે સેવાભાવી સંસ્થાઓને બોલાવીને રસોડું શરૂ કરવા સૂચન કર્યુ હતું.

કારીગરો હવે માનસિક રીતે થાક્યા છે
પગાર અને ભોજન મળે છે. હવે વતનની યાદ આવી રહી છે. લૉકડાઉનના વધુ 19 દિવસનો સમય કાપવો તેમના માટે મુશ્કેલ બની રહેશે. કારીગરો માનસિક રીતે થાકી ગયા છે. તંત્ર સૂચના આપે તે મુજબ કારીગરોની સમસ્યાનો ઉકેલ લાવવા અમે યથાયોગ્ય સહકાર આપવા તૈયાર જ છીએ. > દિનેશ અણધણ, પ્રમુખ ઓલ ગુજરાત એમ્બ્રોયડરી એસોસિએશન

ટોળે-ટોળા વળતા પોલીસે સમજાવીને પરત કર્યા
મોહન નગરથી થોડા અંતરે આવેલા કાપોદ્રા વિસ્તારની સ્નેહમુદ્રા-ઘનશ્યામ નગર સોસાયટી સહિત એ.કે રોડના પટેલ નગર, કતારગામ જીઆઈડીસીના હજારો કારીગરો રસ્તે ઉતરી આવ્યા હતા. જોકે, આ રસ્તે ઉતરી આવેલા બંન્ને ટોળાને પોલીસને સમજાવટ કરીને વિખેર્યા હતા.

પાવરકટ થતાં જ કારીગરોએ બૂમબરાડા પાડી નાસભાગ કરી
મોહનનગર પાસે જ્યારે કારગીરો અને પોલીસ વચ્ચે સમજાવટની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ થોડા સમય માટે પાવર કટ થયો હતો. કારીગરોએ ચીચયારી-બૂમબરાડા પાડ્યા અને થોડા સમય માટે નાસભાગ કરી હતી. જેને કારણે માહોલ તંગ બની ગયો હતો. જોકે, આવું થોડા સમય માટે જ ચાલ્યું અને પછી તરત પાવર આવી જતાં માહોલ શાંત થઈ ગયો હતો.

કારીગરોની ફરિયાદ-માંગણી

  • અમે જે કારખાનાઓમાં રહીએ છીએ ત્યાં યોગ્ય જમવાનું મળતું નથી.
  • અમારે કોઈપણ સંજોગોમાં વતન જવું જ છે, અમને વતન જવા માટે વ્યવસ્થા કરી આપો.
  • થોડા ઘણાં રૂપિયા જે માલિકે આપ્યા હતા તે પણ પૂરા થઈ ગયા છે.
  • રહેવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા નથી, મોટાભાગના કારીગરો જે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા હતા તેમને ત્યાં જ મજબૂરીમાં સૂઇ રહેવું પડે છે.

માંગણી સ્વીકારી શકાય એમ નથી
લૉકડાઉનમાં કારીગરોની માંગણી સ્વીકારી શકાય એમ નથી. તેમની જમવા બાબતે જે ફરિયાદ હતી તેને દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે બધાને ભરપેટ જમાડવામાં આવ્યા છે. – સી. કે. પટેલ, એસીપી, એ ડિવિઝન

પાંડેસરામાં પગાર ન મળતા કામદારોએ હલ્લો મચાવ્યો
પાંડેસરા જીઆઈડીસીની શ્રેયા ડાઇંગ એન્ડ પ્રિંટીંગ મીલમાં કામ કરતા 100થી વધુ કારીગરોને છેલ્લા બે મહિનાનો પગાર ન મળતા કારીગરો લોકડાઉનમાં હેરાન થયા છે. જેથી મંગળવારે કારીગરો મીલ પર ભેગા થયા હતા. કારીગર રાજુ મોર્યાએ જણાવ્યું કે, 100થી વધુ કારીગરોને ફેબ્રુઆરી અને માર્ચનો પગાર મળ્યો નથી. અમારા તમામ કારીગરોના 6.40 લાખ લેવાના થાય છે.હાલ અમારી પાસે રૂપિયા નથી. કામ બંધ છે.ક્યાંયથી કોઈ સહાય મળી નથી. વાહનવ્યવહાર બંધ હોવાથી વતન જઈ શકતા નથી. અમે બધા યુપી-બિહારના વતની છે. અમારે તો ભુખે મરવાનો વારો આવ્યો છે. માલિક હાલ રૂપિયા આપવાની ના પાડી છે. હવે અમારે શું કરવાનું.અમે પોલીસને પણ આ બાબતે રજુઆત કરી છે પરંતુ કાંઇ પરિણામ આવ્યું નથી. આ બાબતે મીલ માલિક બબલુએ જણાવ્યું કે, આ લોકોનેે 2.70 લાખ ઘરે બોલાવીને આપ્યા છે. થોડા રૂપિયા બાકી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લૉકડાઉન લંબાવવાની જાહેરાત બાદ મંગળવારે વરાછામાં મોહનની ચાલમાં આઠસોથી હજાર જેટલાં કારીગરો વતન જવાની માંગ સાથે રસ્તા પર ભેગા થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કુમક સાથે દોડી જઇને કારીગરોને સાંભળ્યા હતા અને ત્યાર બાદ તેમને સમજાવી પરત કર્યા હતા


વતન જવાની માંગ સાથે શ્રમિકોએ હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી.

Related posts

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 3752 કેસ નોંધાયા, દેશમાં અત્યારસુધી 3.77 લાખ કેસ

Amreli Live

કોરોનાના સંકટની વચ્ચે રશિયાએ અમેરિકાની મદદ માટે હાથ લંબાવ્યો, ટ્રમ્પે કહ્યું- પુતિનની શાનદાર ઓફર

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર, કોલંબિયામાં ચીનથી વધુ કેસ થયા, વિશ્વમાં 1 કરોડ કેસ અને 5 લાખના મોત

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ, બિલ્ડીંગ સીલ કરી બાઉન્સર બેસાડ્યાના સમાચાર વાઇરલ

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

26 યાત્રીની નોકરી જતી રહી હતી, 28 યાત્રીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા, ત્રણ લગ્ન માટે ઘરે આવવાના હતા

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

દુનિયામાં સૌથી વધુ ચેપગ્રસ્ત અમેરિકામાં માસ્કનો વિરોધ, જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ આરોગ્યકર્મીઓ નોકરી છોડી રહ્યા છે

Amreli Live