26.6 C
Amreli
13/08/2020
અજબ ગજબ

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

રોટલી અને ભાત બંને માંથી જમતી વખતે શું પહેલા ખાવું? જાણો તેની પાછળનું રહસ્ય

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીંયા તમને ઘણા વર્ણ, જાતિ અને ધર્મના લોકો જોવા મળશે. આવી સ્થિતિમાં, દરેક જગ્યાએ અને સમાજમાં રહેણી કરણી અને ખાવા પીવામાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. ખાસ કરીને ભારતમાં લોકો ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે. અહીંયા તમને ઘણા પ્રકારની વાનગીઓ જોવા મળશે.

જો કે, ‘રોટલી અને ભાત’ બે એવી વસ્તુઓ છે, જે લગભગ દરેક શાકાહારી થાળીમાં જરૂર જોવા મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જમવાનું શરૂ કરતા પહેલા તમારે રોટલી ખાવી જોઈએ કે ભાત ખાવા જોઈએ? અને આ બંને વસ્તુઓ કેટલા જથ્થામાં લેવી જોઈએ? આજે અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું.

ઉત્તર અને દક્ષીણ ભારતમાં છે આ ચલણ

હકીકતમાં, ઉત્તર ભારતના વિસ્તારોમાં શાક સાથે પહેલા રોટલી અને પછી ભાત ખાવાનું ચલણ છે, જયારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં લોકો ભાત અને પછી રોટલી ખાવાનું પસંદ કરે છે. અને મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમુદાયમાં પહેલા એવી પરંપરા હતી અથવા હજુ પણ ક્યાંક ક્યાંક છે, જ્યાં ભાત અને સાદી દાળમાં ઘી પીરસવામાં આવે છે. જયારે ભાત સમાપ્ત થઇ જાય ત્યારે રોટલી અથવા પુરી ખવરાવવામાં આવે છે. ત્યાર પછી ફરીથી થોડુ દહીં ભાત આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન હજી પણ ઉભો જ છે કે ક્યાં ક્ષેત્રના લોકોની રીત યોગ્ય છે.

રોટલી અને ભાતના પોષક ગુણ

પહેલા રોટલી કે ભાત? આ સવાલનો જવાબ જાણવા માટે ચાલો પહેલા આ બંને ખાદ્ય પદાર્થોના પોષક ગુણો ઉપર એક નજર કરી લઈએ. જો તમે 1/3 કપ રાંધેલા ભાત ખાવ છે, તો તેનાથી તમારા શરીરને 80 કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ચરબી અને 18 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળે છે. તમે 6 ઇંચના કદની રોટલી ખાવ છો, તો તમને 71 ગ્રામ કેલરી, 3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ચરબી અને 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળે છે. આ સિવાય રોટલીમાં વિટામિન એ, બી1, બી2, બી3, કેલ્શિયમ અને આયરન પણ રહેલું હોય છે.

શું પહેલા ખાવું સારું?

ખરેખર, એ વાતનો જવાબ એ વાત ઉપર પણ ઘણો આધાર રાખે છે કે તમે કયા ક્ષેત્રમાં રહો છો અને તમે કેવા પ્રકારનું કામ કરો છો. આનું કારણ એ છે કે માનવના શરીરની જરૂરિયાતો એ વાત ઉપર આધાર રાખે છે કે તેની આસપાસનું વાતાવરણ કેવું છે. ઉદાહરણ તરીકે, ઉત્તર ભારતના જમીન વાળા વિસ્તારો (જેમ કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ) માં રહેવા વાળા લોકોએ પહેલા રોટલી ખાવી જોઈએ. તે જ રીતે દક્ષિણ ભારતમાં રહેતા લોકો પહેલા ભાત ખાઈ શકે છે. તેમ જ ડુંગરાળ વિસ્તારોમાં કાંઈ પણ પહેલા ખાઈ શકે છે.

જો કે, આ બધી પરિસ્થિતિઓમાં, એ વાત ઘણું મહત્વ ધરાવે છે કે તમે રોટલી અને ભાત કેટલા પ્રમાણમાં ખાવ છો એટલે કે જો તમે શારીરિક મહેનત વધુ કરો છો, તો તમારે રોટલીનું પ્રમાણ વધુ અને ભાત ઓછા ખાવા જોઈએ. તેવામાં જે લોકો શારીરિક મહેનત કરતા નથી, તે રોટલી અને ભાત બંનેને સમાન માત્રામાં ખાઇ શકે છે.

બીજી ઉપયોગી બાબત એ છે કે એક રોટલીમાં એક કપ કરતા પણ વધારે ફાઇબર હોય છે. આ ફાઇબર તમારા પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેથી, પહેલા રોટલી ખાવી અને પછી ભાત ખાવા એક સારી ટેવ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

આજે આ રાશિઓ માટે ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે, આર્થિક દૃષ્ટિએ લાભ થશે.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

દરેક વર્ષે એજેન્ડાના વચનને પૂર્ણ કરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે PM નરેન્દ્ર મોદી

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

માણસની હત્યા કરતા હાથીને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવે છે, અહીં પ્રચલિત છે અનોખી માન્યતાઓ.

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

ભારતીય ક્રિકેટરોના બુટ રીપેર કરવાવાળા મોચી પાસે નહોતા ખાવા-પીવાના પૈસા, ઈરફાન પઠાને આવી રીતે કરી મદદ

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

આ અઠવાડિયે આ 3 રાશિઓ પર રહેશે વિષ્ણુની કૃપા, પણ આ રાશિના લોકો વધુ લાલચ કરશે તો નાણાં ગુમાવશે.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live

અખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ

Amreli Live

જે બેડ પર સુવો છો, તેની નીચે ભૂલથી પણ ન રાખશો આ 3 વસ્તુ, શરુ થઈ જશે પતન.

Amreli Live

કોરોના સંક્રમિત બિલાડી થઈ ગઈ સારી, માલિક લગાડ્યો હતો ચેપ, કૂતરાનું થઈ ગયું છે મૃત્યુ

Amreli Live