26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ફેરવી તોળ્યું, કહ્યું- ‘રથયાત્રા માટે સરકારે ઘણી મહેનત કરી’

અમદાવાદમાં આ વખતે રથયાત્રા યોજાઈ ન હોવાના કારણે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું કે રથયાત્રાને લઈને અમારી સાથે ગેમ થઈ ગઈ છે. જોકે, ગુરૂવારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક બાદ દિલીપદાસજીએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ચુકાદો વહેલો આવ્યો હોત તો સુપ્રીમમાં ગયા હોત

મહંત દિલીપદાસજીએ ગુરૂવારે ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પુરીમાં યોજાતી રથયાત્રાને મંજૂરી આપી હતી. સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ કરી હતી અને અમદાવાદમાં પણ રથયાત્રાને મંજૂરી મળે તેવું કહ્યું હતું. જોકે, હાઈકોર્ટે સુનાવણી બાદ મોડી રાત્રે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો વહેલો આવ્યો હોત તો અમે સુપ્રીમમાં જઈ શક્યા હોત. રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી નારાજગી સરકાર કે વ્યક્તિ સામે નથી. સરકારે ઘણી મહેનત કરી છે. મારી કોઈની સાથે નારાજગી નથી ફક્ત એટલું જ છે કે જો ચુકાદો વહેલો આવ્યો હોત તો કંઈ કરી શકાયું હોત.

પ્રદીપસિંહ જાડેજાએ બેઠક યોજી

સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને મંજૂરી આપ્યા બાદ બધા લોકોનું માનવું હતું કે હાઈકોર્ટ પણ અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપશે. ગુજરાત સરકારે પણ સુપ્રીમના ચુકાદાને ટાંકીને અરજી કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે મોડી રાત્રે ચુકાદો આપતા રથયાત્રાને મંજૂરી આપી ન હતી. જેના કારણે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. બાદમાં દિલીપદાસજીએ કહ્યું હતું કે અમારી જોડે રમત થઈ ગઈ છે. મેં વિશ્વાસ રાખ્યો હતો પરંતુ એ ખોટો પડ્યો. મહંતના નિવેદન બાદ વિવાદ પણ થયો હતો અને તેના કારણે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગુરૂવારે જમાલપુર જગન્નાથ મંદિરે ગયા હતા. તેમણે મહંત દિલીપદાસજી સાથે બેઠક કરી હતી જેમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ હાજર રહ્યા હતા.

143 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રથયાત્રા ન નીકળી

ગુજરાત હાઈકોર્ટે મંજૂરી ન આપતા રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. જ્યારે ભક્તોને પણ તે દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે લોકએ ટીવી પર જ ભગવાન જગન્નાથના, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથના દર્શન ટીવી પર જ કરીને સંતોષ માન્યો હતો. 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રથયાત્રા નીકળી ન હતી.

અમારી સાથે ગેમ થઈ ગઈઃ દિલીપદાસજી

રથયાત્રા ન નીકળી શકી તે અંગે દિલીપદાસજીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે જેમના પર ભરોસો રાખ્યો હતો તે ભરોસો તૂટી ગયો અને અમારી સાથે મોટી ગેમ થઈ ગઈ. મંગળા આરતી સુધી મંદિરને વિશ્વાસ હતો કે રથયાત્રા ચોક્કસથી નીકળશે. પોતે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને ભૂલ કરી અને જેના પર ભરોસો રાખ્યો તેના કારણે 143મી રથયાત્રા નીકળી શકી નહીં.


Source: iamgujarat.com

Related posts

દેશમાં પહેલીવાર નવા નોંધાયેલા કોરોના કેસનો આંકડો 20,000ને પાર, મૃત્યુઆંક 16,000ને પાર

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કેવું છે બુમરાહની આગેવાનીવાળુ ભારતીય બોલિંગ આક્રમણ? સ્વાને આપ્યો જવાબ

Amreli Live

NDAના સહયોગીનો મોટો દાવો, વસુંધરા રાજે આપી રહ્યા છે ગેહલોતનો સાથ

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

‘બોયકોટ ચાઈના’ ભારત માટે આત્મઘાતી સાબિત થશેઃ ચીન

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

ઘર જેવી જ સુવિધાઓ રિક્ષામાં જોઈને છક થયા આનંદ મહિન્દ્રા, શેર કર્યો વિડીયો

Amreli Live

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Amreli Live

તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈઃ સૂત્રો

Amreli Live

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

Amreli Live

ડ્રીમ ગર્લ હેમા માલિનીને કોરોના હોવાની અફવા, વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત પર સુશાંતનો મસ્તીભર્યો ડાન્સ થયો વાયરલ

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, SVP સહિતની કોર્પોરેટ હોસ્પિટલ હાઉસફુલ!

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live

ફેન્સને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યો હતો અક્ષય કુમાર, પત્નીએ ઉઘાડો પાડતાં કહ્યું…

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live