30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

ભાર્ગવ ત્રિવેદી, અમદાવાદ: સતત બીજા વર્ષે સોનું વળતરની બાબતમાં મેદાન મારી રહ્યું છે. 2019માં આઠ વર્ષની ‘ડલનેસ’માંથી બહાર આવ્યા બાદ જેઓએ સોના તરફ નજર દોડાવી હતી અને કેટલુંક રોકાણ ઇક્વિટીઝમાંથી ગોલ્ડમાં શિફ્ટ કર્યું હતું તેમને ચાલુ કેલેન્ડરના પ્રથમ છ મહિનાના અંતે સ્થાનિક ચલણમાં 23.5 ટકાનું વળતર મળી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

જેની સામે બેન્ચમાર્ક નિફ્ટી 15.3 ટકાનો ઘટાડો સૂચવી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર સંદર્ભમાં ગોલ્ડ 16.5 ટકાનો સુધારો દર્શાવે છે પરંતુ યુએસ ડોલર સામે રૂપિયામાં લગભગ 6 ટકાના ઘટાડાને કારણે સ્થાનિક સોનું ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. એનાલિસ્ટ્સના મતે 2020માં સોનું હજુ પણ મજબૂતી દર્શાવતું રહેશે. કેમ કે રોકાણકારોમાં પીળી ધાતુની માગ ઊંચી જ જળવાશે.

વૈશ્વિક રોકાણકારો એકથી વધુ જોખમોને જોતાં સેફ હેવનમાં નાણાં પાર્ક કરવા પર પસંદગી ઉતારી રહ્યા છે. કોવિડ-19ના કેસિસમાં તાજેતરમાં પુન: ઝડપી વૃદ્ધિ જોવા મળી છે અને તેને કારણે અનિશ્ચિતતા વધી છે. જેણે રોકાણકારોમાં અકળામણ ઊભી કરી છે. આ સ્થિતિમાં ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડની માગ ઊંચી જ રહેશે અને તેથી ભાવમાં મજબૂતી જળવાશે.” એમ એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલ જણાવે છે.

તેમના મતે વૈશ્વિક કોમેક્સ ખાતે સ્પોટ ગોલ્ડને 1,780 ડોલર પ્રતિ ટ્રોય ઔંસનો અવરોધ નડી રહ્યો છે. જે પાર થતાં પીળી ધાતુ 1,800-1,920 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે નીચામાં તેને 1,680 ડોલરનો સપોર્ટ છે. એમસીએક્સ ખાતે સોનું ₹49,000 (10 ગ્રામ)નો સ્તર દર્શાવી શકે છે. જે પાર થતાં ₹52,000ની સપાટી જોવા મળી શકે છે.

જ્યારે ઘટાડે ₹46,800નો સપોર્ટ મળી રહેશે. ભારતીય ચલણના મૂલ્યમાં વધ-ઘટની પણ સ્થાનિક સોનાના ભાવ પર અસર પડતી હોય છે. ચાલુ કેલેન્ડરમાં રૂપિયો ગ્રીન બેક સામે વર્ષની શરૂમાં 71.38ના સ્તરેથી 5.9 ટકાના ઘટાડે 75.58ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જેને કારણે સોનું વૈશ્વિક બજારમાં 16.5 ટકાની વૃદ્ધિ સામે સ્થાનિક બજારમાં 23.5 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેલેન્ડર 2019માં પણ સોનાએ સ્થાનિક બજારમાં 20 ટકાથી વધુનું વળતર દર્શાવ્યું હતું અને નિફ્ટી કરતાં ચડિયાતો દેખાવ નોંધાવ્યો હતો. તેણે 2012થી 2018નાં સતત છ વર્ષ દરમિયાન નિફ્ટીની સરખામણીમાં અન્ડરપર્ફોર્મ કર્યું હતું અને જુલાઈ 2019માં વૈશ્વિક બજારમાં 1,300 ડોલરની સપાટી પાર કર્યા બાદ ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી.

2019માં સોનાને યુએસ-ચીન ટ્રેડ વોરને કારણે સપોર્ટ મળ્યો હતો. જ્યારે 2020માં કોવિડ-19નાટરેટની તપાસ બાબતે સુનાવણી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, JSW સ્ટીલે લીડ બેન્ક PNBને કોવિડ-19નો હવાલો આપી ટેકઓવર માટે વધુ સમય આપવા પત્ર લખ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

દીપિકા કક્કરે પતિ શોએબના બર્થ ડે પર બનાવી ખાસ કેક, ફેન્સ સાથે કર્યું ‘વર્ચ્યુઅલ સેલિબ્રેશન’

Amreli Live

સુરત: ચોરીની શંકાએ પરપ્રાંતીય શ્રમિક પર ટોળાનો હુમલો, કોંગ્રેસ કાઉન્સિલર સહિત 6ની અટક

Amreli Live

અમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ?

Amreli Live

અ’વાદઃ વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા વેપારીએ 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

નશાની હાલતમાં પોલીસવાળાએ મહિલા પર કાર ચડાવી દીધી

Amreli Live

26 જૂન જન્મદિવસ રાશિફળ: ગુરુવારે આ ઉપાયથી ઘરમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

અમદાવાદઃ શાહપુરમાં બાળકો દ્વારા નાની રથયાત્રા કાઢવામાં આવી

Amreli Live

શરુઆતમાં મને એવું લાગતું કે બિગ બેનરમાં કામ નહીં મળે: ભક્તિ કુબાવત

Amreli Live

ઉર્વશી અને નુસરતના ડ્રેસે હોટનેસની તમામ હદો વટાવી

Amreli Live

શું તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે લડવા તૈયાર છે? આ રીતે જાણો

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

બર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝ

Amreli Live

કાળા મરી સાથે આ એક વસ્તુ ખાવ, 8 બીમારીઓ રહેશે દૂર

Amreli Live

લોકોને હસાવતા-હસાવતા સ્ટેજ પર બેભાન થયો આ કોમેડિયન, નીકળ્યો કોરોના પોઝિટિવ

Amreli Live

સુશાંતના મોતનો મામલો: કલાકો ચાલેલી પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ આ બાબતોનો ખુલાસો કર્યો!

Amreli Live

લશ્કરી અધિકારીઓ-જવાનોને FB-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા 89 એપ્સ ડિલિટ કરવાનો આદેશ

Amreli Live

‘ન્યૂ નોર્મલ’નો શૂટિંગ અનુભવ જેઠાલાલે કર્યો શેર, કહ્યું- હોસ્પિટલમાં હોઈએ એવું લાગ્યું હતું

Amreli Live

આ શહેરમાં એક દિવસમાં 7 લોકોએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા નોંધાયેલા 153માંથી 86 કેસ માત્ર પશ્ચિમ ભાગના

Amreli Live