30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

પાર્થ સમથાન સાથે રિલેશનશીપની અફવા પર લાગી બ્રેક

પાર્થ સમથાન અને એરિકા

જ્યારે પોતાના ફેવરિટ કલાકારની વાત આવે ત્યારે ફેન્સ અતઃથી ઈતિ સુધી બધું જ જાણી લેવા માગતા હોય છે. એક્ટર/એક્ટ્રેસના આગામી પ્રોજેક્ટથી લઈ લવ લાઈફ સુધીની બાબતો જાણવા માટે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ ખૂંદી વળે છે. સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ની પ્રેરણા એટલે કે એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝનું ફેન ફોલોઈંગ પણ ઓછું નથી. આ એક્ટ્રેસ છેલ્લા થોડા સમયથી તેના કો-એક્ટર પાર્થ સમથાન સાથેની રિલેશનશીપને લઈને ચર્ચામાં હતી. જો કે, એરિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમજ એક ઈન્ટરવ્યૂમાં પણ પોતાના બોયફ્રેન્ડ વિશે જણાવીને પાર્થ સાથેની રિલેશનશીપની અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા

હાલમાં જ એક ઈન્સ્ટાગ્રામ લાઈવમાં એરિકા ફર્નાન્ડિઝે ખુલાસો કર્યો છે કે, તે રિલેશનશીપમાં છે અને તેનો બોયફ્રેન્ડ મનોરંજન ઈન્ડસ્ટ્રીનો નથી. એરિકાએ જણાવ્યું કે તે છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે. જો કે, એરિકાએ બોયફ્રેન્ડના નામનો ખુલાસો કર્યો નથી. એરિકાના એક ફેન પેજ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં તે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં પોતાની લવ લાઈફ વિશે વાત કરતી જોવા મળે છે.

બોયફ્રેન્ડ વિશે કરી વાત

એરિકાએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધ વિશે વાત કરતાં કહ્યું, “એવું નથી કે રિલેશનશીપમાં ચડાવ-ઉતાર આવતા નથી, આવે છે. પરંતુ એકબીજા પ્રત્યેની સમજણ હોવી ખૂબ જરૂરી છે. જ્યારે એક વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે બીજાએ શાંત રહેવું જોઈએ. પછી જ્યારે બધું જ નોર્મલ થઈ જાય ત્યારે એ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. મને લાગે છે કે અમારા બે વચ્ચે આ સમજણ છે. એટલે જ અમે સાથે છીએ.”

‘હું કોઈની સાથે રોમાન્સ કરું તે નથી જોઈ શકતો’

એરિકાએ એમ પણ જણાવ્યું કે તે અને તેનો બોયફ્રેન્ડ સારા ફ્રેન્ડ્સ પણ છે. એરિકાનો શો તેનો બોયફ્રેન્ડ જોવે છે કે નહીં તે વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, “તે મારું કામ જોવે છે પરંતુ હું કોઈ બીજા વ્યક્તિ સાથે રોમાન્સ કરું તે નથી જોઈ શકતો.” જ્યારે કો-એક્ટર્સ સાથે એરિકાના અફેરની અફવા ઉડે છે તો તેના બોયફ્રેન્ડ પર શું અસર થાય છે તે વિશે એક્ટ્રેસે કહ્યું- “ક્યાંક ને ક્યાંક તો અસર થાય છે. એટલે જ હવે હું મારી રિલેશનશીપ પર ખુલીને વાત કરું છું.” વર્કફ્રંટની વાત કરીએ તો એરિકા હાલ સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં જોવા મળે છે.


Source: iamgujarat.com

Related posts

કોર્પોરેશને પાનના ગલ્લાના સંચાલકો સામે લગાવેલો 10,000નો દંડ ઘટાડીને ₹5000 કર્યો

Amreli Live

બોટિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ ગુમ, બોટ પરથી 4 વર્ષનો દીકરો એકલા મળ્યો

Amreli Live

115 દિવસ પછી શરૂ થયું ‘તારક મહેતા’…નું શૂટિંગ, સેટ પર જોવા મળ્યો આવો માહોલ

Amreli Live

આ રીતે થશે ચીનનો બહિષ્કાર? ડોકલામ બાદ તો ચીનથી દવાની આયત ઉલ્ટાની 28 ટકા વધી

Amreli Live

દુર્લભ ગોલ્ડન ટાઈગરની તસવીરો વાયરલ, ભારત જ નહીં વિશ્વમાં આવો એકમાત્ર વાઘ

Amreli Live

અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

પગપાળા વતન જતા શ્રમિકો માટે જૂતા લાવી આ એક્ટ્રેસ, પોતાના હાથે પહેરાવ્યા

Amreli Live

તીડને ભગાડવાનો આવો જુગાડ ભારતીય જ કરી શકે!

Amreli Live

મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીન

Amreli Live

18 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

અમદાવાદઃ લગ્ન પછી તરત જ પતિએ કહી દીધું ‘મારે તો બીજી સાથે છે સંબંધ, તું મને ગમતી નથી’

Amreli Live

ઝારખંડમાં ધોળેદહાડે ભાજપના નેતાની ગોળી મારી હત્યા

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભારતનો જલવો, આ ડાન્સિંગ જોડીએ મચાવી ધમાલ

Amreli Live

સુશાંતના મોતનો મામલો: કલાકો ચાલેલી પૂછપરછમાં રિયા ચક્રવર્તીએ આ બાબતોનો ખુલાસો કર્યો!

Amreli Live

40 રોટલી, 80 લિટ્ટી, 10 પ્લેટ ભાત, પોતે જ કોરેન્ટાઈન સેંટરનું દેવાળું ફૂંકી રહ્યો છે આ યુવક.

Amreli Live

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના થયા હતા આવા હાલ, પૂજારાએ ખોલી પોલ

Amreli Live

હ્રદયદ્રાવક દ્રશ્યઃ કારની અડફેટથી મૃત્યુ પામ્યુ માદા કાંગારુ, તેના સાથીએ કર્યો વિલાપ

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live