27 C
Amreli
23/09/2020
bhaskar-news

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયાઆરોગ્ય વિભાગના આરોગ્ય સચિવે રાજ્યમાં કોરોના પોઝિટિવની અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજ 5 વાગ્યાથી આજે સાંજે 5 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 256 કેસોનોંધાયા છે.

DGPએ રમઝાન પર અપીલ કરી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પત્રકાર પરિષદમાં ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અગાઉથી અપીલ કરીએ છીએ તેમ આજે શરૂ થયેલા રમઝાન માસમાં ધાર્મિક સ્થળે લોકો એકઠા ન થાય. ધાર્મિક સ્થળે લોકોના ટોળો દેખાશે તો દ્રોન સર્વેલન્સને આધારે કાર્યવાહી કરીશું.
દુકાનો ખોલવા સરકારના નિર્દેશને આધારે છૂટછાટ
આવતીકાલથી ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન. ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ અવરજવર કરી શકશે. ટુ વ્હીલર પર એકથી વધુ વ્યક્તિ મુસાફરી કરશે તો કાર્યવાહી કરાશે. ફોર વ્હીલર વાહનોની અંદર બે કરતા વધુ વ્યક્તિ પરીવહન કરી નહીં શકે. નિયમનો ભંગ થયો તો પોલીસ કાર્યવાહી કરશે. દુકાનો ખોલવા મુદ્દે DGP શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, સરકારના નિર્દેશના આધારે છૂટછાટ અપાઇ રહી છે. ધાર્મિક સ્થળો પર લોકો એકઠા નહીં થાય, ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. લોકડાઉન ચુસ્ત અમલ કરાશે. ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિએ જ મુસાફરી કરી શકશે. બિનજરૂરી બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરાશે. રમઝાન માસમાં ધાર્મિક સ્થાનો પર ભેગા નહીં થવા સૂચના. રાજ્ય સરકારે દુકાનો શરૂ કરવા આપેલ મંજૂરી અંગે લોકો ભેગા નહીં થાય તેનું પોલીસ ધ્યાન રાખશે.

આવતીકાલથી મોલ કોમ્પલેક્સ સિવાયની દુકાનો ખોલવા સરકારનો નિર્ણય

મુખ્યમંત્રીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે એવું મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે

રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો

ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના રાજ્યના 33 જિલ્લામાંથી 30 જિલ્લા સુધી પહોંચી ગયો છે. રાજ્યના ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.
કેન્દ્રના પરિપત્રથીવેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ
ગૃહમંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઈડલાઈનના કારણે રાજ્યભરના દુકાનદારો અને શોરૂમના માલિકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે. દુકાનદારો દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં અને મ્યૂનિસિપાલ્ટીની હદમાં આવેલા તમામ દુકાનદારો મૂંઝવણમાં છે. બીજી બાજુ પોલીસને પણ હજુ પૂરતી માહિતી ન હોવાથી બહાર નીકળતા દુકાનદારોને પોલીસ રોકી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખે જણાવ્યું છેકે, આજે 11 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખીને રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 2817, મૃત્યુઆંક 127 અને 265 દર્દી સાજા થયા

રાજ્યમાં શુક્રવારે 191 નવા પોઝિટિવ કેસ નોઁધાયા હતા આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2817 થઇ હતી જ્યારે વધુ 15 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. હજુ બુધવારે જ દિવ્ય ભાસ્કરે ગુજરાત સરકારના કોરોના પોઝિટિવ કેસ ઘટાડવા માટે ટેસ્ટની સંખ્યા ઘટાડવાના નકારાત્મક પ્લાન અંગે સમાચાર છપાયા બાદ આખો દિવસ ગુજરાત સરકાર ખુલાસા કરતી રહી કે ટેસ્ટની સંખ્યા ઘટશે નહીં પરંતુ તે કુલ ક્ષમતા અનુસાર 3000ની રહેશે પરંતુ શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1500થી પણ ઓછા ટેસ્ટ થયા હતા.

છેલ્લા 24 કલાકમાં 15 મોત
શુક્રવારે સાંજની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજયમાં માત્ર 1,438 ટેસ્ટ થયા હોવાનું સરકારના આંકડાઓ પર જણાય છે. ગુરુવારે સાંજની સ્થિતિએ રાજયમાં કુલ 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સંખ્યા શુક્રવારે 43,822ની જાહેર કરાઇ હતી. એટલે 43,822 માંથી 42,384 બાદ કરતાં 1438 ટેસ્ટ થયા હોવાનું સત્તાવાર ચિત્ર સામે આવ્યું છે. આ સાથે ગુજરાતમાં અમદાવાદના 14 અને સૂરતના 1 મળીને કુલ 15 લોકો મૃત્યુ પામ્યા છે અને આ સાથે ગુજરાતમાં કુલ 127 લોકો કોરોનાના ભોગ બન્યા છે. જ્યારે 29 લોકો વેન્ટિલેટર પર છે. શુક્રવારે વધુ 7 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા અને આમ કુલ 265 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે.

પ્રસૂતાનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
રાજ્યમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી મહિલા બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે તેમના કોવિડ-19 તપાસણી ટેસ્ટ કરવામાં આવે. તેમણે ઉમેર્યુ કે, આવા ટેસ્ટ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ICMRની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવશે.

કુલ દર્દી 2817, 127ના મોત અને 265 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1821 83 113
વડોદરા 223 11 53
સુરત 462 14 15
રાજકોટ 41 00 12
ભાવનગર 35 05 18
આણંદ 36 02 13
ભરૂચ 29 02 03
ગાંધીનગર 19 02 11
પાટણ 16 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 15 02 00
બનાસકાંઠા 16 00 01
છોટાઉદેપુર 11 00 03
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 12 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 05 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 9 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 05 01 00
નવસારી 01 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 2817 127 265

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city


Corona Gujarat LIVE 80 % corona positive cases found in three city

Related posts

અત્યાર સુધી 4822 કેસઃCM ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી નજીક ચા વેચતો વ્યક્તિ સંક્રમિત, અહીંયા તહેનાત 150 જવાન ક્વૉરન્ટીન

Amreli Live

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

અત્યાર સુધી 4500થી વધુ કેસ, 8 ટકા દર્દી સાજા થયા, સોમવારે દેશમાં 704 પોઝિટિવ કેસ સામે આવ્યા

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

ગેહલોત સરકારના SOGને ખટ્ટર સરકારની પોલીસે માનેસરના રિસોર્ટમાં જતા અડધો કલાક અટાવ્યા, બાદમાં એન્ટ્રી મળી

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાને કહ્યું- આ ઘટના માટે પાયલટ જવાબદાર, તે કોરોના અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત હતો

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

મહારાષ્ટ્રમાં જિમ અને સલૂન ખુલશે, પાકિસ્તાનમાં ફસાયેલા 204 ભારતીયો પરત ફર્યા, 14 દિવસ ક્વોરેન્ટીન રહેશે; દેશમાં અત્યારસુધી 4.74 લાખ કેસ

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

Amreli Live

જુલૂસ-મોટી પ્રતિમા પર પ્રતિબંધઃ 40 ટકા એટલે 4800 પંડાલ ઓછા લાગશે, ઓનલાઈન સ્લોટ લઇને દર્શન કરવા પડશે

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live